પત્ની ફાંસીના માંચડે ચડી રહી હતી પત્ની, ઘરવાળાઓ સાથે પતિ બનાવી રહ્યો હતો VIDEO

વીડિયો આવ્યા બાદ પોલીસે આ મામલે નવેસરથી તપાસ શરૂ કરી દીધી છે કારણ કે આ વીડિયોથી પ્રથમ દ્વષ્ટિએ આ એમ સાબિત થાય છે કે ગીતના સાસરીવાળા બચાવવામાં નહી પરંતુ મરવાથી ખુશ હતા. 

પત્ની ફાંસીના માંચડે ચડી રહી હતી પત્ની, ઘરવાળાઓ સાથે પતિ બનાવી રહ્યો હતો VIDEO

મથુરા: ઉત્તર પ્રદેશના મથુરાના જનપદમાં દહેજ માટે સાસરીયા દ્વારા કરવામાં આવતી પજવણી અને દરરોજના મેણાથી કંટાળીને યુવતીએ ગળે ફાંસો ખાઇ લીધો, જ્યારે તેનો પતિ તેને આત્મહત્યા કરતાં રોકવાના બદલે લાઇવ વીડિયો બનાવી રહ્યો હતો. પોલીસ અનુસાર આ ઘટના થાના હાઇવે ક્ષેત્રના બુદ્ધ વિહાર કોલોનીમાં ગુરૂવારે ઘટી હતી. તેની જાણકારી મળતાં પોલીસ તથા યુવતીના પરિવારજનો તે રાત્રે તેના ઘરે પહોંચી ગયા હતા. પોલીસે સાસરીયા વિરૂદ્ધ દહેજ ઉત્પીડન તથા બિન ઇરાદાપૂર્વક હત્યાનો કેસ દાખલ કરી તેના પતિ રાજકપૂર તથા સાસુ વિમલાની ધરપકડ કરી જેલ મોકલી દીધા હતા.

બે દિવસ બાદ, શનિવારે સાંજે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ 12 મિનિટ 14 સેકેંડના એક વીડિયોએ આ ઘટનાનો હદયદ્વાવક પક્ષ સામે લાવીને મુકી દીધો જેના અનુસાર જે સમયે સાસરીયાના ત્રાસથી આત્મહત્યા કરી રહી હતી, તે સમયે તેનો પતિ વીડિયો બનાવી રહ્યો હતો અને સાસુ તથા નણદ દરવાજાની બહાર ઉભા રહીને તેને આત્મહત્યા ન કરવા માટે સોગંધ આપી રહ્યા હતા. 

આ મામલે પોલીસનું પણ માનવું છે કે ઉક્ત વીડિયો કોઇ બહારના વ્યક્તિએ નહી, સ્વયં પરિજનોએ બનાવ્યો છે. તેમાં સાસુ તથા નંણદનો અવાજ રેકોર્ડ થયો છે. જે ફક્ત મોંઢાથી પ્રયત્ન કરી રહી હોવાનો પ્રયત્ન કરી રહી છે અને પતિ વીડિયો ક્લિપ બનાવતાં રહ્યો અને તેને ઉશ્કેરી રહયો હતો.

એસપી સિટી શ્રવણ કુમારે જણાવ્યું કે વીડિયો આવ્યા બાદ પોલીસે આ મામલે નવેસરથી તપાસ શરૂ કરી દીધી છે કારણ કે આ વીડિયોથી પ્રથમ દ્વષ્ટિએ આ એમ સાબિત થાય છે કે ગીતના સાસરીવાળા બચાવવામાં નહી પરંતુ મરવાથી ખુશ હતા. 

તેમણે જણાવ્યું કે પરિજનોના અનુસાર પ્રેમનગર નિવાસી ગીતાના રાજકપૂર સાથે 22 એપ્રિલ 2015ના રોજ લગ્ન થયા હતા. થોડા દિવસો બાદ તેના સાસરીવાળા કારની માંગણીને લઇને તેને દરરોજ ઉત્પીડન કરવા લાગ્યા હતા. હંમેશા તેને દહેજ ઓછું લાવવાને લઇને મેણા મારી રહ્યા હતા અને ઘણીવાર તો તેની સાથે મારઝૂડ કરી રહ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news