અરૂણાચલ પ્રદેશમાં બોલ્યા PM મોદી, કોંગ્રેસનું ઘોષણા પત્ર એક જૂઠાણું છે
લોકસભા ચૂંટણી માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારના અરૂણાચલ પ્રદેશના પાસીઘાટમાં જનસભાનું સંબોધન કરવા પહોંચ્યા છે. પાસીઘાટના પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે અહીં પર પહેલા જંગલ હતું, આઝાદીના 7 દશક બાદ પ્રદેશના ગામમાં રોશની આવી છે
Trending Photos
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારના અરૂણાચલ પ્રદેશના પાસીઘાટમાં જનસભાનું સંબોધન કરવા પહોંચ્યા છે. પાસીઘાટના પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે અહીં પર પહેલા જંગલ હતું, આઝાદીના 7 દશક બાદ પ્રદેશના ગામમાં રોશની આવી છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, તમારા પ્રેમનું જ પરિણામે છે કે, આજે અમે અરૂણાચલમાં ગામે-ગામમાં રસ્તા હોય, નેશનલ હાઇવે હોય, રેલવે હોય કે પછી એરવે કનેક્ટિવિટીને મજબૂત કરવા માટે કામ કરી શક્યા છે.
કોંગ્રેસ પર કર્યા પ્રહાર
પ્રધાનમંત્રીએ કોંગ્રેસ પર પહાર કરતા કહ્યું કે, કોંગ્રેસે દેશમાં અલગાવવાદ વધારવા માટે, હિંસાને પ્રોત્સાહન આપવા માટે, ભારતને ગાળો આપનાર લોકો માટે યોજા બનાવી છે. આપણા ધ્વજને સળગાવનાર, ભારત તારા ટૂકડા થશેના નારા લગાવનાર, વિદેશની તાકતોના હાથમાં રમનાર, બાબા સાહેબ આંબેડકરની મૂર્તિઓ તોડનારથી કોંગ્રેસ સહમત છે. કોંગ્રેસ દેશદ્રોહનો કાયદો દૂર કરવા ઇચ્છે છે.
પ્રધાનમંત્રી મોદીના સંબોધનની ખાસ વાત...
- તમારા મજબૂત વિશ્વાસનું જ પરિણામ છે કે આજે અરૂણાચલમાં શિક્ષણ અને સ્વાસ્થ્યને લઇને તેની સંસ્થાઓ બની રહી છે.
- કોંગ્રેસ પર નિશાન સાધતા પ્રદાનમંત્રી મોદીએ કહ્યું કે કોંગ્રેસે જે ચૂંટણી ઘોષણા પત્ર જાહેર કર્યું છે તે એક જૂઠાણું ચલાવી રહી છે.
- આ વખતે ચૂંટણી વિશ્વાસ અને ભ્રષ્ટાચાર વચ્ચે થશે.
- જ્યાં સુધી ચોકીદાર છે, ત્યાં સુધી દેશના ટૂકડા કરનારા લોકોને 100 વખત વિચારવું પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે