એર ઈન્ડિયાના 5 પાયલોટ બન્યા કોરોનાનો શિકાર, થોડા દિવસ પહેલા ગયા હતા ચીન


એર ઈન્ડિયાના પાંચ પાયલોટનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ બધા મુંબઈમાં છે. હાલ તેને મેડિકલ દેખરેખમાં રાખવામાં આવ્યા છે. 

એર ઈન્ડિયાના 5 પાયલોટ બન્યા કોરોનાનો શિકાર, થોડા દિવસ પહેલા ગયા હતા ચીન

નવી દિલ્હીઃ એર ઈન્ડિયાના પાયલોટ પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. એર ઈન્ડિયાના 5 પાયલોટનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. ઉડાન ભરવાની 72 કલાક પહેલા થયેલી તપાસમાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 

આ તમામ પાયલોટ મુંબઈમાં છે અને પોઝિટિવ આવ્યા બાદ તેને યોગ્ય મેડિકલ દેખરેખમાં રાખવામાં આવ્યા છે. એર ઈન્ડિયાના સૂત્રોએ જણાવ્યું કે, આ પાયલોટ કાર્ગો વિમાન લઈને થોડા દિવસ પહેલા ચીન ગયા હતા. 

એર ઈન્ડિયાના પાંચેય પાયલોટ એવા સમયે કોરોના પોઝિટિવ આવ્યા છે જ્યારે વિદેશમાં ફસાયેલા લોકોને લાવવા માટે મહત્વપૂર્ણ વંદે ભારત મિશન ચલાવવામાં આવી રહ્યું છે. આ સિવાય કોરોના લૉકડાઉન વચ્ચે દેશના દૂર વિસ્તારમાં જરૂરી સામાન અને દવાઓ પહોંચાડવાની જવાબદારી પણ એર ઇન્ડિયાના પાયલોટ નિભાવી રહ્યાં છે. 

મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 786 પોલીસકર્મિઓ કોરોનાનો શિકાર, 7 લોકોના મૃત્યુ

વંદે ભારત મિશનની જવાબદારી
મહત્વનું છે કે વંદે માતરમ મિશન હેઠળ વિદેશથી સતત ભારતીયોની એર ઈન્ડિયાના વિમાનમાં વાપસી કરાવવામાં આવી રહી છે. છેલ્લા 24 કલાકમાં 800થી વધુ ભારતીયોની વતન વાપસી થઈ છે. 

વિદેશોમાં ફસાયેલા પ્રવાસીઓને લઈને 12 દેશોથી ફ્લાઇટ્સ આવી રહી છે અને દેશના 14 શહેરોમાં 64 ફ્લાઇટ લેન્ડ કરશે. આ ફ્લાઇટ નાના એરપોર્ટ પર પણ લેન્ડ કરશે અને તે વાતનો ખ્યાલ રાખવામાં આવશે કે લોકોને તેના ઘરની નજીકની જગ્યા પર ઉતારે. વંદે ભારત મુહિમને પૂરી કરવામાં એર ઈન્ડિયા મહત્વની ભૂમિકા નિભાવી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news