અમદાવાદ: લોકડાઉનમાં મ્યુ.કમિશનર દ્વારા લેવાતા નિર્ણયોને ગુજરાત HCમાં પડકારવામાં આવ્યાં
Trending Photos
આશ્કા જાની, અમદાવાદ: કોરોનાની મહામારીમાં લોકડાઉનને લઇ અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા લેવાતા નિર્ણયના મામલે મોટા સમાચાર છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરના આદેશોને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યાં છે.
લોકડાઉનની સ્થિતિમાં પ્રતિબંધક જાહેરનામાઓથી નાગરિકોને હાલાકી પડી રહી હોવાનું અરજદારે જણાવ્યું છે. અરજદારે ઉલ્લેખ કર્યો છે કે અચાનક બહાર પાડવામાં આવેલા જાહેરનામાથી અફરાતફરી મચી છે. અધિકારીઓની અણઆવડત તેમજ બેદરકારીના કારણે કોરોના વાયરસનું સંક્રમણ વધવાનો ભય છે. કોરોનાનું સંક્રમણ જો વધ્યું તો અધિકારીઓની વ્યક્તિગત જવાબદારી ગણવાની પણ અરજદારે માંગણી કરી છે. આ મામલે વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.
જુઓ LIVE TV
અરજદારના કહેવા મુજબ મ્યુનિસિપલ કમિશનર દ્વારા લોકડાઉનમાં અચાનક લેવાતા નિર્ણયોથી લોકોમાં અફરાતફરી મચે છે અને કોરોના વાયરસનું સંક્રમણ ફેલાવવાનો ભય રહે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે