મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 786 પોલીસકર્મિઓ કોરોનાનો શિકાર, 7 લોકોના મૃત્યુ

રવિવારે મહારાષ્ટ્ર પોલીસ દ્વારા જારી આંકડા પ્રમાણે, રાજ્યમાં 22 માર્ચ બાદ પોલીસકર્મિઓ પર હુમલાના 200 મામલા સામે આવ્યા, જેમાં 732 આરોપીઓની અત્યાર સુધી ધરપકડ થઈ ચુકી છે. તો આઈપીસીની કલમ 188 હેઠળ રાજ્યોમાં  1,01, 316 કેસ દાખલ કરવામાં આવ્યા છે. 
 

મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 786 પોલીસકર્મિઓ કોરોનાનો શિકાર, 7 લોકોના મૃત્યુ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનો કેર યથાવત છે. રાજ્યમાં કોરોના પોઝિટિસ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. પરંતુ રવિવારે મહારાષ્ટ્ર પોલીસે જે આંકડા જાહેર કર્યાં છે, તે ચોંકાવનારા છે. રાજ્યમાં અત્યાર સુધી 786 પોલીસકર્મિઓ કોરોનાનો શિકાર બન્યા છે. તેમાંથી 76 લોકો સાજા થયા છે તો 7ના મૃત્યુ પણ થયા છે. 

રવિવારે મહારાષ્ટ્ર પોલીસ દ્વારા જારી આંકડા પ્રમાણે, રાજ્યમાં 22 માર્ચ બાદ પોલીસકર્મિઓ પર હુમલાના 200 મામલા સામે આવ્યા, જેમાં 732 આરોપીઓની અત્યાર સુધી ધરપકડ થઈ ચુકી છે. તો આઈપીસીની કલમ 188 હેઠળ રાજ્યોમાં  1,01, 316 કેસ દાખલ કરવામાં આવ્યા છે અને 600 લોકોને ક્વોરેન્ટાઇનનો ભંગ કરતા (મુંબઈના આંકડા સામેલ નથી) પકડવામાં આવ્યા છે. કોવિડ-19 સાથે જોડાયેલા મામલાના સંબંધમાં આ દરમિયાન ડાયલ-100 પર 87,893 કોલ આવ્યા છે. 

— ANI (@ANI) May 10, 2020

80 પોલીસકર્મિ થયા ઈજાગ્રસ્ત
જાણકારી પ્રમાણે, આ દરમિયાન ગેરકાદેસર ટ્રાન્સપોર્ટના 1291 મામલા નોંધાયા અને 19315 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ દરમિયાન 55650 ગાડીઓ જપ્ત કરવામાં આવી અને  3,82,27,794 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. 22 માર્ચ બાદ વિભિન્ન હુમલામાં એક હોમગાર્ડ સહિત 80 પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા છે. આ સિવાય રાજ્યમાં આ દરમિયાન 32 સ્વાસ્થ્યકર્મિઓ પર હુમલો થયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news