વાયુસેનાના ગુમ થયેલા વિમાન AN-32નો કાટમાળ મળ્યો, અરુણાચલના લીપોમાં થયું દુર્ઘટનાગ્રસ્ત 

આસામના જોરહાટથી અરુણાચલ પ્રદેશ માટે ઉડાણ ભર્યા બાદ 3 જૂનના રોજ ગુમ થયેલા વાયુસેનાના એન્ટોનોવ AN-32 વિમાન અંગે મહત્વના સમાચાર આવી રહ્યાં છે.

વાયુસેનાના ગુમ થયેલા વિમાન AN-32નો કાટમાળ મળ્યો, અરુણાચલના લીપોમાં થયું દુર્ઘટનાગ્રસ્ત 

નવી દિલ્હી: આસામના જોરહાટથી અરુણાચલ પ્રદેશ માટે ઉડાણ ભર્યા બાદ 3 જૂનના રોજ ગુમ થયેલા વાયુસેનાના એન્ટોનોવ AN-32 વિમાન અંગે મહત્વના સમાચાર આવી રહ્યાં છે. ભારતીય વાયુસેનાએ મંગળવારે અરુણાચલ પ્રદેશના લીપોથી ઉત્તરમાં 16 કિમી દૂર 12 હજાર ફૂટની ઊંચાઈએ AN-32 વિમાનના ટુકડાં જોયાની ખરાઈ કરી છે. વાયુસેનાના જણાવ્યાં અનુસાર આ ટુકડાં સર્ચ ઓપરેશન દરમિયાન Mi-17 હેલિકોપ્ટર દ્વારા જોવામાં આવ્યાં. 

— Indian Air Force (@IAF_MCC) June 11, 2019

વાયુસેનાના જણાવ્યાં મુજબ હવે આ દુર્ઘટનામાં ઘાયલ અને બચી જનારા લોકો અંગે જાણકારી મેળવવાની કોશિશ થઈ રહી છે. જેવી ભાળ મળશે કે તરત જાણ કરાશે. અત્રે જણાવવાનું કે આસામના જોરહાટથી 3 જૂનના રોજ આ વિમાને 8 ક્રુ મેમ્બર્સ અને 5 મુસાફરો સાથે ઉડાણ ભરી હતી. 

જુઓ LIVE TV

ભારતીય વાયુસેનાનું એન્ટોનોવ AN-32 વિમાન આસામના જોરહાટથી 3 જૂનના રોજ બપોરે ઉડાણ ભર્યા બાદ ગુમ થઈ ગયું હતું. આ વિમાનમાં 13 લોકો સવાર હતાં. આ વિમાન સાથે છેલ્લો સંપર્ક બપોરે 1 વાગે થયો હતો હતો. ત્યારબાદ તે ગુમ થઈ ગયું હતું. વાયુસેનાના આ વિમાને આસામના જોરહાટથી અરુણાચાલ પ્રદેશના મેંચુકા એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડ માટે 3 જૂનના રોજ બપોરે 12:25 વાગે ઉડાણ ભરી હતી.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news