GOOD NEWS : હેમા માલિની ફરી બની નાની, એશા દેઓલના ઘરે લક્ષ્મીનો જન્મ અને નામ રાખ્યું છે...
એશા આ પહેલાં 2017માં રાધ્યા તખ્તાનીની માતા બની હતી અને હવે બીજી દીકરીના જન્મના સમાચાર ઇન્સ્ટાગ્રામ પર શેયર કર્યા છે
Trending Photos
નવી દિલ્હી : અત્યારે દેઓલ પરિવારમાં ઉત્સાહનું વાતાવરણ છે. ધર્મેન્દ્ર અને હેમા માલિની ફરી એકવાર નાના-નાની બની ગયા છે. તેમની મોટી દીકરી એશા દેઓલે 10 જૂનના દિવસે દીકરીને જન્મ આપ્યો હતો. આ ન્યુઝ તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. તેમાં તેણે દીકરીનું નામ પણ જાહેર કર્યું છે જે અલગ અને ખાસ છે. એશાએ દીકરીનું નામ મિરાયા પાડ્યું છે. એશાની મોટી દીકરી રાધ્યાનું નામ રાધા પરથી અને નાની દીકરી મિરાયાનું નામ મિરા પરથી રાખવામાં આવ્યું છે.
એશા દેઓલે જાન્યુઆરીમાં પ્રેગનેન્સીની ખબર તેના ચાહકો સાથે સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેમાં તેણે રાધ્યાનો ફોટો મૂકી લખ્યું હતું- “હું હવે મોટી બહેન બનવાની છું.” એશાએ રાધ્યાને ઓક્ટોબર 2017માં જન્મ આપ્યો હતો. થોડા સમય પહેલાં એશાની નાની બહેન આહના અને પતિ બરતે એશા માટે સરપ્રાઈઝ બેબી શાવરનું આયોજન કર્યું હતું. એશાએ આ સેરેમનીના ફોટોઝ પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.
એશા દેઓલે 29 જૂન, 2012માં બિઝનેસમેન ભરત તખ્તાની સાથે મુંબઈના ઈસ્કોન મંદિરમાં લગ્ન કર્યાં હતાં. એશાએ 2002માં 'કોઈ મેરે દિલ સે પૂછો'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ભરત તખ્તાની બિઝનેસમેન છે. તે પિતા વિજય તખ્તાનીનો બિઝનેસ સંભાળે છે. તેનો નાનો ભાઈ અમેરિકામાં રહે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે