ધૂળેટીના દિવસે પાકિસ્તાનની નાપાક હરકત, જવાન શહીદ
પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા પાસે આવેલી ભારતીય ચોકીઓ પર ભારે ફાયરિંગ કર્યું અને મોર્ટાર છોડ્યાં. પાકિસ્તાનની આ નાપાક હરકતના કારણે એક જવાન શહીદ થયો. અધિકારીઓએ જણાવ્યું કે પાકિસ્તાની સેનાએ ગુરુવારે સવારે સુંદરબની સેક્ટરના કેરી વિસ્તારમાં યુદ્ધવિરામનો ભંગ કર્યો.
Trending Photos
જમ્મુ: પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા પાસે આવેલી ભારતીય ચોકીઓ પર ભારે ફાયરિંગ કર્યું અને મોર્ટાર છોડ્યાં. પાકિસ્તાનની આ નાપાક હરકતના કારણે એક જવાન શહીદ થયો. અધિકારીઓએ જણાવ્યું કે પાકિસ્તાની સેનાએ ગુરુવારે સવારે સુંદરબની સેક્ટરના કેરી વિસ્તારમાં યુદ્ધવિરામનો ભંગ કર્યો.
તેમણે જણાવ્યું કે પાકિસ્તાની ફાયરિંગમાં એક જવાન શહીદ થયો. પાકિસ્તાની સેનાએ જાન્યુઆરીથી નિયંત્રણ રેખા પર 100થી વધુ વાર યુદ્ધવિરામનો ભંગ કર્યો છે.
ગ્રેનેડ હુમલામાં 2 પોલીસકર્મીઓ ઘાયલ
હોળીના તહેવારે પણ આતંકીઓ પોતાની નાપાક હરકતને અંજામ આપી રહ્યાં છે. આતંકીઓએ આજે જમ્મુ અને કાશ્મીરના સોપોરમાં ગ્રેનેડથી હુમલો કર્યો. આ હુમલામાં એક SHO સહિત બે પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. બંને ઘાયલ પોલીસકર્મીઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. હુમલા બાદ જમ્મુ અને કાશ્મીર પોલીસના જવાનો અને સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી લીધી છે. હુમલાખોરોની શોધ ચાલુ છે.
લેટેસ્ટ ગુજરાતી ન્યૂઝ જોવા માટે જુઓ LIVE TV
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે