ફ્રૂટી બની મોતનું કારણ...ફ્રૂટી પીતા જ વિદ્યાર્થીની લથડિયા ખાવા લાગી અને મોતને ભેટી
બિહારના દરભંગા જિલ્લામાં એક વિદ્યાર્થીનીના મોતથી હાહાકાર મચી ગયો છે. કહેવાય છે કે વિદ્યાર્થીનીનું મોત ફ્રૂટી પીવાથી થયું છે. વિસ્તારમાં આ ઘટનાથી ખુબ જ દહેશતનો માહોલ છે. પોલીસે આ મામલે જે દુકાનમાંથી ફ્રૂટી ખરીદાઈ હતી તે દુકાનદારની ધરપકડ કરી છે.
Trending Photos
દરભંગા: બિહારના દરભંગા જિલ્લામાં એક વિદ્યાર્થીનીના મોતથી હાહાકાર મચી ગયો છે. કહેવાય છે કે વિદ્યાર્થીનીનું મોત ફ્રૂટી પીવાથી થયું છે. વિસ્તારમાં આ ઘટનાથી ખુબ જ દહેશતનો માહોલ છે. પોલીસે આ મામલે જે દુકાનમાંથી ફ્રૂટી ખરીદાઈ હતી તે દુકાનદારની ધરપકડ કરી છે. આ સાથે જ દુકાનને સીલ કરીને ફ્રૂટીના સેમ્પલને તપાસ માટે મોકલી દેવાયા છે.
બિહારના દરભંગામાં આ જે ઘટના ઘટી તેણે લોકોમાં ખુબ જ દહેશત ફેલાવી છે. એક ફ્રૂટી પીવાથી વિદ્યાર્થીનીનું મોત થયા લોકો ગભરાયા છે. વાત જાણે એમ બની કે બીએ પાર્ટ વનની વિદ્યાર્થીનીનું મોત ફ્રૂટી પીવાથી થયું. વિદ્યાર્થીનીએ વિસ્તારની જ એક દુકાનમાંથી ફ્રૂટી ખરીદી હતી. જેવી તેણે ફ્રૂટીનો એક સીપ લીધો કે તેને સ્વાદ બદલાયેલો લાગ્યો. વિદ્યાર્થીનીએ તરત દુકાનદારને તેની ફરિયાદ પણ કરી પરંતુ દુકાનદારે બહુ મચક ન આપતા વાત કંપની પર ઢોળી અને કહ્યું કે કંપનીને ફરિયાદ કરો, જેથી વિદ્યાર્થીની ત્યાંથી જતી રહી.
પરંતુ વિદ્યાર્થીની હજુ તો ઘરે પહોંચે તે પહેલા જ રસ્તામાં તે લથડિયા ખાવા લાગી. યેનકેન પ્રકારે ઘરે પહોંચી અને પરિવારજનોને બધી વાત જણાવી. વિદ્યાર્થીનીની હાલત જોતા તેને હોસ્પિટલમાં ખસેડાઈ પરંતુ સારવાર દરમિયાન જ વિદ્યાર્થીનીનું મોત થઈ ગયું. આ સમાચાર આગની જેમ ફેલાઈ ગયાં. લોકોએ દુકાનદારના ત્યાં જઈને હોબાળો મચાવ્યો. પરિસ્થિતિ વધુ વણસે તે પહેલા પોલીસ આવી અને સ્થિતિને કાબુમાં કરી. દુકાનદાર વિરુદ્ધ પીડિત પરિવારે એફઆઈઆર દાખલ કરાવી. ત્યારબાદ દુકાનદારની ધરપકડ થઈ અને તત્કાળ દુકાન સીલ કરાઈ.
પોલીસે ફ્રૂટીને તપાસ માટે જપ્ત કરી છે. પીડિત પરિવારના લોકોએ દુકાનદાર પર આરોપ લગાવતા કહ્યું કે દુકાનદારે પોતાના થોડા ફાયદા માટે એક્સપાયરી ડેટવાળી ફ્રૂટી વેચી. આ એક્સપાયરી ડેટવાળી ફ્રૂટી પીતા જ વિદ્યાર્થીનીનું મોત થયું.
આ બાજુ દરભંગાના ડીએસપી અનોજકુમારે ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે ફ્રૂટી પીવાથી વિદ્યાર્થીનીનું મોત થયું છે. દુકાનદાર સામે એફઆઈઆર દાખલ કરીને તેની ધરપકડ કરાઈ છે. દુકાનને સીલ કરી દેવામાં આવી છે. આ સાથે જ ફ્રૂટીને પણ જપ્ત કરાઈ છે. તેને તપાસ માટે મોકલાશે.
લેટેસ્ટ ગુજરાતી ન્યૂઝ જોવા માટે જુઓ LIVE TV
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે