સાંસદ નુસરત જહાંની દુર્ગા પૂજાથી નારાજ દેવબંદના ઉલેમાએ આપી ધમકી

ઉલ્લેખનીય છે કે, રવિવાર અને સોમવારે દુર્ગાષ્ટમી અને નોમના નિમિત્તે નુસરતે પોતાના પતિ સાથે મળીને દુર્ગા માતાની આરતી ઉતારી હતી અને આનંદ-ઉલ્લાસ સાથે ઢોલ વગાડ્યો હતો. હકીકતમાં ઢોલ વગાડવો અને નાચવું પણ દુર્ગા પૂજાનો જ એક ભાગ છે. હવે દેવબંદના ઉલેમા મુફ્તી અસદ કાસમીએ આ નૃત્યને ઈસ્લામ અનુસાર હરામ જાહેર કર્યું છે. 

સાંસદ નુસરત જહાંની દુર્ગા પૂજાથી નારાજ દેવબંદના ઉલેમાએ આપી ધમકી

નવી દિલ્હીઃ અભિનેત્રીમાંથી તૃણમુલ કોંગ્રેસની સાંસદ બનેલી નુસરત જહાં આજકાલ પોતાના પતિ નિખિલ જૈન સાથે માતા દુર્ગાની ઉપાસનામાં લીન છે. જોકે, દેવબંદના ઉલેમાઓને નુસરતની આ દુર્ગા પૂજા પસંદ આવી નથી. જેના કારણે હવે તેમણે નુસરત સામે જાત-જાતના નિવેદનો આપવાનું શરૂ કર્યું છે. 

ઉલ્લેખનીય છે કે, રવિવાર અને સોમવારે દુર્ગાષ્ટમી અને નોમના નિમિત્તે નુસરતે પોતાના પતિ સાથે મળીને દુર્ગા માતાની આરતી ઉતારી હતી અને આનંદ-ઉલ્લાસ સાથે ઢોલ વગાડ્યો હતો. હકીકતમાં ઢોલ વગાડવો અને નાચવું પણ દુર્ગા પૂજાનો જ એક ભાગ છે. હવે દેવબંદના ઉલેમા મુફ્તી અસદ કાસમીએ આ નૃત્યને ઈસ્લામ અનુસાર હરામ જાહેર કર્યું છે. 

નુસરતના દુર્ગા પૂજાના આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વાયરલ થયા છે, પરંતુ દેબંદના ઉલેમા મુફ્તી અસદ કાસમીએ જણાવ્યું કે, નુસરતે ગેર-ઈસ્લામી કામ કર્યું છે. તે પોતાનું નામ બદલી શકે છે, પરંતુ મુસલમાન અને ઈસ્લામને શા માટે બદનામ કરે છે. 

VIRAL VIDEO: सिंदूर और साड़ी में किया TMC सांसद नुसरत जहां और मिमी चक्रवर्ती ने Dance

ઉલ્લેખનીય છે કે, નુસરત પ્રત્યે ઈસ્લામી ધર્મ ગુરૂઓની નારાજગી આ પ્રથમ વખત નથી જોવા મળી. આ અગાઉ જ્યારે તે સેંથામાં સિંદૂર ભરીને સંસદ ભવન પહોંચી હતી ત્યારે પણ તેનો વિરોધ થયો હતો. એ સમયે નુસરતે જવાબ આપ્યો હતો કે, તે પોતાના ધર્મનું સન્માન કરે છે અને આજીવન મુસ્લિમ જ રહેશે. ઉલ્લેખનીય છે કે, નુસરત જહાં પશ્ચિમ બંગાળની જાણીતી અભિનેત્રીઓમાંની એક છે. તાજેતરમાં જ તેણે નિખલ જૈન નામના એક ઉદ્યોગપતિ સાથે લગ્ન કર્યા હતા. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news