અરવલ્લી: અતિવૃષ્ટીને કારણે જિલ્લામાં 2 લાખ હેક્ટર જમીનમાં કરેલો પાક નિષ્ફળ

જિલ્લામાં 130 ટકા વરસાદ બાદ મગફળી,કપાસના પાક ભારે નુકશાન ખડૂતો વેઠી રહ્યા છે, ત્યારે હવે અડદના પાકમાં પણ અડદ કાળા પડી જતા ખેતી અધવચ્ચેથી પુરી કરી દેવાની ફરજ પડી છે. અરવલ્લી જિલ્લાના છ તાલુકામાં બે લાખ હેકટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું હતું. ત્યારે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને ભારે નુકશાન થયું છે. 

અરવલ્લી: અતિવૃષ્ટીને કારણે જિલ્લામાં 2 લાખ હેક્ટર જમીનમાં કરેલો પાક નિષ્ફળ

સમીર બલોચ/અરવલ્લી: જિલ્લામાં 130 ટકા વરસાદ બાદ મગફળી,કપાસના પાક ભારે નુકશાન ખડૂતો વેઠી રહ્યા છે, ત્યારે હવે અડદના પાકમાં પણ અડદ કાળા પડી જતા ખેતી અધવચ્ચેથી પુરી કરી દેવાની ફરજ પડી છે. અરવલ્લી જિલ્લાના છ તાલુકામાં બે લાખ હેકટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું હતું. ત્યારે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને ભારે નુકશાન થયું છે. 

ભિલોડાના ખેરંચા ગામના ખેડૂત ધુળાભાઈ પટેલે સોશિયલ મીડિયામાં ખેડૂતોને નુકશાનનો વિડીયો વાયરલ કર્યો હતો. જેમાં તેમને અડદની ખેતીને અધવચ્ચે ખેતરમાંથી ઉખાડીને ખેતર ખાલી કરી દીધું હતું. 60 વર્ષીય ધુળાભાઈ પટેલ છેલ્લા 40 વર્ષ થી ખેતી કરી રહ્યા છે. દર વર્ષે કરવામાં આવતી ખેતી પ્રમાણે આ વર્ષે પણ ખેતી કરી હતી. જેમાં તેમને કપાસ,અડદ સહીતના પાકનું વાવેતર કર્યું હતું. છ વીઘા જમીનમાં અડદના પાકની વાવણી કરી હતી. ત્રણ મહિના મહેનત કરી 25 હજારનું બિયારણ ખેતરમાં નાખ્યું હતું.

ગેહલોતે આપેલા દારૂ અંગેના નિવેદન પર BJPના કાર્યકરો ભડક્યા, કર્યુ પૂતળા દહન

વરસાદથી અડદના પાકમાં સારા ઉત્પાદનની આશા ધુળાભાઈને હતી. ગામના અનુભવી ખેડૂત હોઈ હવામાન વિભાગની આગાહી મુજબ અડદની વાવણી કરી હતી. પણ વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ખેતીનો દાટ વાળી નાખ્યો છે. અડદના ઉભા થયેલા છોડવા કાળા પડી જતા અંદર કઈ બચ્યું નથી ત્યારે છેવટે ટ્રેકટરની મદદથી તેમને અડદના પાકને પૂર્ણ કરી દેવાની ફરજ પડી હતી. ત્યારે વધુ પડતા વરસાદના કારણે ધૂળાભાઈની ત્રણ મહિનાની મહેનત પાણીમાં જતા ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.

રાજકોટ: હોસ્પિટલમાં ગંદકીથી દર્દીઓ સારવાર કરાવી માદા થઇને પરત ફરે તેવી સ્થિતિ

ખેરંચાના ધૂળાભાઈની ખેતીમાં થયેલા નુકશાનને કારણે ગામના અને આજુબાજુના ખેડૂતો પણ તેમને મળવા આવી રહ્યા છે. અને આ પ્રકારે મોટા ભાગના ખેડૂતો ભારે નુકશાનીના અંદાજ સાથે દેવાના ડુંગર તળે દબાઈ ગયા છે. સરકાર પાકવીમા મામલે સર્વે કરે છે પણ ખેડૂતોન હવે પાકવીમા પાર કે અન્ય કોઈ સહાય મળશે કે નહિ તેના પાર કોઈ આશા નથી. ત્યારે ખેડૂતોના દુઃખનો સાથીદાર બનવા કોઈ દેવદૂત બને તે જરૂરી છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news