બિહારઃ બક્સરમાં ડીરેલ થઈ નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ, દિલ્હીથી કામાખ્યા જઈ રહી હતી ટ્રેન
Train Accident: દીન દયાળ ઉપાધ્યાય પટના રેલખંડના રઘુનાથપુર જંક્શન પર નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટનાનો શિકાર બની છે.
Trending Photos
બક્સરઃ બિહારના બક્સરથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. દિલ્હીથી કામાખ્યા જઈ રહેલી નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ દુર્ઘટનાગ્રસ્ત થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર ટ્રેનના કેટલાક કોચ પલ્ટી ગયા છે. ઘટના ડીડીયૂ પટના રેલખંડના રઘુનાથપુર સ્ટેશનની છે. ઘટનાસ્થળ પર જિલ્લા તંત્ર અને પોલીસની ટીમ રવાના થઈ છે. જાણવા મળ્યું છે કે દિલ્હીથી પટના તરફ આ ટ્રેન જઈ રહી હતી. બક્સર જંક્શનથી આ ટ્રેન પટના માટે રવાના થઈ હતી. ત્યારે રઘુનાથપુર રેલવે સ્ટેશનની પાસે આ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ છે. રઘુનાથપુર રેલવે સ્ટેશન પર આ ટ્રેનનો સ્ટોપ નહોતો. ઘટનાના કારણ વિશે જાણવા મળ્યું નથી. રેલવે અધિકારી ઘટનાસ્થળ માટે રવાના થઈ ગયા છે. ટ્રેનના કુલ પાંચ ડબ્બા ડીરેટ થવાની માહિતી સામે આવી છે. રાહતની વાત છે કે હજુ સુધી કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.
#Update | Some coaches of train number 12506 North East Express going from Anand Vihar Terminal to Kamakhya derailed at 21.35 today near Raghunathpur station of Danapur division. Helpline number PNBE - 9771449971, DNR - 8905697493, ARA - 8306182542, COML CNL - 7759070004: CPRO,… https://t.co/zeQ0XX4fwQ
— ANI (@ANI) October 11, 2023
આ વચ્ચે સીમાંચલ એક્સપ્રેસ, ગુવાહાટી રાજધાની, વિભૂતિ એક્સપ્રેસ, પંજાબ મેલ સહિત અન્ય ટ્રેનનો રૂટ બદલવામાં આવ્યો છે. વારાણસીથી બીજા રૂટથી ટ્રેનોને કિઉલ મોકલવામાં આવી રહી છે. 12146 દાનાપુર પુણે એક્સપ્રેસ દાનાપુરમાં ઉભી છે. ઘટના સ્થળ પર રાહત ટ્રેન રવાના થઈ ચુકી છે. દાનાપુર ડીઆરએમ જયંત કુમાર ચૌધરી અને સીનિયર ડીસીએમ સરસ્વતી ચંદ્ર ઘટનાસ્થળે રવાના થયા છે.
આ વચ્ચે દુર્ઘટનાગ્રસ્ત નોર્થ ઈસ્ટ એક્સપ્રેસની ગાર્ડ કોચની પહેલાના કોચમાં સવાર આરાના બાબૂ બાજાર નિવાસી અશોકે જણાવ્યું કે તે અને તેની સાથે આરાના સામાજિક કાર્યકર્તા મંગલમના માતા સહિત ત્રણ લોકો રાત્રે આશરે સાડા આઠ કલાકે વિદ્યાંચલથી રવાના થયા હતા. સાડા નવ કલાકે અચાનક જોરદાર અવાજની સાથે ટ્રેન લડખડાવા લાગી. આગળના કોચ દુર્ઘટનાગ્રસ્ત થયા. તેની સાથેની મહિલાને પગ તથા માથામાં સામાન્ય ઈજા થઈ છે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે બોલ્યા- રાહત કાર્ય જારી
કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું- બક્સર સંસદીય ક્ષેત્ર અંતર્ગત રઘુનાથપુર રેલવે સ્ટેશન પર નોર્થ ઈસ્ટ ટ્રેનના ડીરેલ થવાના સમાચાર મળ્યા છે. આ સંબંધમાં રેલવેના ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરી છે. બાબા કેદારનાથને કામના કરુ છું કે બધા યાત્રી સુરક્ષિત હોય. રાહત કાર્ય શરૂ થઈ ગયું છે.
હેલ્પલાઇન નંબર જાહેર
દાનાપુર મંડળના રઘુનાથપુર સ્ટેશનની નજીક 9.35 કલાકે આનંદ વિહાર ટર્મિનલથી ચાલી કામાન્ય જતી ગાડી નંબર 12506 નોર્થ ઈસ્ટ એક્સપ્રેસના કેટલાક ડબ્બા ખડી પડ્યા હતા.
PNBE - 9771449971
DNR - 8905697493
ARA - 8306182542
COML CNL - 7759070004
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે