આગામી 72 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આવી પહોંચશે મેઘ સવારી
અપર એર સાયક્લોનિક સરક્યુલેશનની અસરથી ગુજરાતમાં આગામી 72 કલાકમાં મેઘો મહેરબાન થવાનો છે
Trending Photos
અમદાવાદ : નૈઋત્ય ચોમાસુ આગળ વધી રહ્યું છે. ત્યારે હવે અપર એર સાયક્લોનિક સરક્યુલેશનની અસરથી ગુજરાતમાં 72 કલાક વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આગામી 10 અને 11 જુનનાં રોજ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, સૌરાષ્ટ્રમાં મેઘ સવારી આવી જશે. જો કે અરબી સમુદ્રમાં સર્જાયેલીસિસ્ટમ નબલી પડતા હવે ભારે વરસાદની શક્યતાઓ ઘટી ગઇ છે. હવે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની શક્યતા વધી ગઇ છે. બીજી તરફ બુધવારે હવામાં ભેજનુંપ્રમાણ વધારે હોવાના કારણે બફારો જોવા મળ્યો હતો. જો કે વાદળછાયુ વાતાવરણ રહેતા ગરમીમાં ઘટાડો થયો હતો. જેથી ગરમીથી શહેરીજનોને આંશિક રાહત મળી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આજે મુંબઇમાં વરસાદે જળબંબાકાર કરી દીધો હતો. એક સામાન્ય પેટર્ન પ્રમાણે મુંબઇમાં વરસાદ આવ્યાના બે કે ત્રણ દિવસની અંદર ગુજરાતમાં મેઘાનું આગમન થતું હોય છે. અમદાવાદનું તાપમાન 41.9 ડિગ્રી સુધી પહોંચી જવાની સાથે સાથે હવામાં ભેજનું પ્રમાણ સામાન્ય કરતા વધારે રહેતા લોકો પરેસેવે નીતરતા જોવા મળ્યા હતા. બુધવારે 42.3 ડિગ્રી સાથે સુરેન્દ્ર નગર ગુજરાતનું સૌથી હોટ સીટી રહ્યું હતું. જો કે હવે આગામી બેથી ત્રણ દિવસની અંદર મેઘ સવારી ગુજરાત ખાતે પણ આવી પહોંચશે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે