પ્રણવ દાના ભાષણને કોંગ્રેસ અને ભાજપે એકબીજા માટે સલાહ ગણાવી
પ્રણવ મુખર્જીના ભાષણે મોદી સરકારને રાજધર્મની યાદ અપાવી છે
Trending Photos
નવી દિલ્હી : દેશનાં પુર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ગુરૂવારે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના મુખ્યમથકે પહોંચ્યા હતા. અહીં પ્રણવ મુખર્જી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના ત્રૃતીય વર્ષ સંઘ શિક્ષણ વર્ગના સમાપન સમારોહને સંબોધિત કર્યું હતું. વરિષ્ઠ કોંગ્રેસી નેતા અને પુર્વ રાષ્ટ્રપતિના સંઘ મુખ્યમથકમાં આપેલા ભાષણને કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી બંન્નેએ એક બીજા માટે સલાહ ગણાવી હતી.
રણદીપ સુરજેવાલે કહ્યું કે, પ્રણવ મુખર્જીએ મોદી સરકારને રાજધર્મની યાદ અપાવી હતી. તેમણે આરએસએસ હેડક્વાટરમાં આ દેશની સુંદરતા ગણાવી. પ્રણવ મુખર્જીએ વડાપ્રધાન મોદીને જણાવ્યું કે રાષ્ટ્રવાદ શું છે. આરએસએસને અરીસો દેખાડવાનો પ્રયાસ કર્યો હતો. હેડગેવારને ભારત માં કા સપૂત ગણાવવા અંગે સુરજેવાલાએ કહ્યું કે, મેહમાન તરીકે પ્રણવ મુખર્જીએ જે વાતો કહી છે તે અંગે ચર્ચા થઇ જોઇએ. બિનજરૂરી ઔપચારિકતાઓ પર નહી.
પ્રણવ મુખર્જીએ રાજાને સબક પણ શિખવાડ્યો: કેસી ત્યાગી
જેડીયુ નેતા કેસી ત્યાગીએ કહ્યું કે, પ્રણવ મુખર્જી સમગ્ર રાષ્ટ્રનાં છે. પ્રણવ મુખર્જીએ સંવાદની પરંપરા યથાવત્ત રાખી હતી. તેમણે રાજાને સબક પણ શિખવાડ્યો હતો.
પ્રણવજીએ અમારા વિચારથી ભાષણની શરૂઆત કરી : સુધાંશુ ત્રિવેદી
ભાજપનાં સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે, પ્રણવજીએ પોતાનાં ભાષણની શરૂઆત જ ભારતને પહેલું રાષ્ટ્ર ગણાવતા કરી. આ જ અમારો વિચાર છે.
પ્રણવ મુખર્જીએ કોંગ્રેસનાં વિચારધારાને રાખ્યા: રાશિદ અલ્વી
રાશિદ અલ્વીએ કહ્યું, પ્રણવ મુખર્જીએ જે પણ ભાષણ આપ્યું તે કોંગ્રેસની વિચારધારાને ત્યાં મુકી છે. તેમણે કહ્યું કે દેશમાં જે ડર પેદા થઇ રહ્યો છે તે ન થવો જોઇએ. કદાચ તેના કરતા પણ મોટી વાત આરએસએસનાં કાર્યક્રમમાં ન જઇ શકે.
RSSની વિચારધારા અલગ: કોંગ્રેસ
કોંગ્રેસે ટ્વીટ કર્યું કે, તમામ ભારતીયો માટે તે જાણવું ખુબ જ જરૂરી છે કે આરએસએસએ ઐતિહાસિક રીતે ઉભુ કર્યું છે. ભારતનાં લોકોએ ક્યારે પણ ન ભુલવું જોઇએ કે આરએસએસની વિચારધારા ભારતની વિચારધારાથી અલગ છે.
આ માત્ર આરએસએસ અંગે નહી : સંઝય ઝા
કોંગ્રેસ પ્રવક્તા સંઝય જાએ ટ્વીટ કર્યું કે, આ માત્ર આરએસએસ વિશે નથી. તે વીએચપી, પ્રવિણ તોગડિયાનાં નફરત ફેલાવનારા ભાષણો અને બજરંગ દળનાં વિચારો અંગે પણ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે