Omicron ને લઇને વિદેશી વૈજ્ઞાનિકનો મોટો દાવો, ભારતને લઇને કહી આ વાત

ગયા વર્ષ 2020ની જેમ સમગ્ર દેશમાં કોરોના વાયરસ (Coronavirus) ના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. ઓમિક્રોને (Omicron) પણ ઘણા રાજ્યોમાં પોતાનો પગપેસારો કરી લીધો છે. એવામાં ઓમિક્રોન અને ભારતને લઇને ચિંતાજનક સમાચાર આવ્યા છે.

Omicron ને લઇને વિદેશી વૈજ્ઞાનિકનો મોટો દાવો, ભારતને લઇને કહી આ વાત

નવી દિલ્હી: ગયા વર્ષ 2020ની જેમ સમગ્ર દેશમાં કોરોના વાયરસ (Coronavirus) ના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. ઓમિક્રોને (Omicron) પણ ઘણા રાજ્યોમાં પોતાનો પગપેસારો કરી લીધો છે. એવામાં ઓમિક્રોન અને ભારતને લઇને ચિંતાજનક સમાચાર આવ્યા છે. જોકે કોરોનાને લઇને પહેલાં પણ ભારતને એલર્ટ કરી ચૂકેલા કેમ્બ્રિજ યુનિવર્સિટી સાથે જોડાયેલા જજ બિઝનેસ સ્કૂલના પ્રોફેસર પોલ કટ્ટુમને (Professor Paul Kattuman)  કહ્યું છે કે ભારતનું એક પણ રાજ્ય અને ખૂણો આ ઓમિક્રોનની લહેરથી બચશે નહી.

કેમ્બ્રિજ યુનિવર્સિટી અને યુકે (UK) ની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇકોનોમિક એન્ડ સોશિયલ રિસર્ચ દ્વારા વિકસિત ઇન્ડિયા કોવિડ-19 ટ્રેકરનો તાજેતરનો રિપોર્ટ દર્શાવે છે કે નવા કેસોમાં વધારો થવાનો દર 15 રાજ્યોમાં ચિંતાનો વિષય છે.

2020ની જેમ ઝડપથી વધી રહ્યા છે નવા કોરોના કેસ 
આ રિપોર્ટ દર્શાવે છે કે 29 ડિસેમ્બર સુધી બિહાર, છત્તીસગઢ, દિલ્હી, ગોવા, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન, ત્રિપુરા, ઉત્તર પ્રદેશમાં કોરોના પોઝિટીવીટી રેટ 1.2 ટકાને વટાવી ગયો છે. પોલ કટ્ટુમન અને તેમની રીસર્ચ ટીમ સમગ્ર ભારતમાં સંક્રમણની ગતિ પર નજર રાખી રહી છે. કટ્ટુમન કહે છે કે 25 ડિસેમ્બર પહેલા ગ્રોથ રિપોર્ટ નેગેટિવ હતો, પરંતુ 29 ડિસેમ્બર સુધીમાં તે ઘણો પહોંચી ગયો છે.

ધ ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યુમાં પ્રોફેસર પોલ કટ્ટુમને કહ્યું કે ડેટા પેટર્ન દર્શાવે છે કે ભારતમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ ગ્રાફ દ્વારા, પ્રોફેસર કટ્ટુમન અને તેમની ટીમે બ્રિટન (UK) ના કેસોને જોતા સરખામણી પણ કરી છે. પ્રોફેસરે એ પણ જણાવ્યું છે કે કેવી રીતે બ્રિટિશ પીએમ બોરિસ જ્હોન્સનની સરકારે રોગચાળાના ખતરાને પહોંચી વળવા માટે પહેલા કરતા વધુ તત્પરતા બતાવી.

ટૂંક સમયમાં આવી શકે છે ત્રીજી લહેર
પ્રોફેસરે જણાવ્યું કે જજ બિઝનેસ સ્કૂલની એક નાની ટીમે મારા સહકર્મી સ્ટીફન સ્કોલ્ટ્સ વતી કોરોના મહામારી પર કામ કરવાનું શરૂ કર્યું, જે હેલ્થ મેનેજમેન્ટના પ્રોફેસર છે. તેને વિવિધ કેટેગરીમાં વિભાજિત કરવામાં આવી હતી. જેમાં સૌથી પહેલાં હોસ્પિટલમાં દાખલ, બીજું વેન્ટિલેટરની માંગ અને ત્રીજું મૃત્યુના આંકડાને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. તેનો હેતુ જોખમને ધ્યાનમાં રાખીને ભવિષ્ય માટે આરોગ્ય તંત્રને સક્રિય રીતે તૈયાર કરવાનો હતો.
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news