'એક ટ્રાન્સજેન્ડરને બાળક થઈ શકે પણ એક પ્રોજેક્ટ પૂરો ન થઈ શકે': નિતિન ગડકરી

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ રવિવારે કહ્યું કે એક ટ્રાન્સજેન્ડરને પણ બાળક થઈ જશે પરંતુ મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં એક સિંચાઈ યોજના ક્યારેય પૂરી થશે નહીં

'એક ટ્રાન્સજેન્ડરને બાળક થઈ શકે પણ એક પ્રોજેક્ટ પૂરો ન થઈ શકે': નિતિન ગડકરી

મુંબઈ: કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ રવિવારે કહ્યું કે એક ટ્રાન્સજેન્ડરને પણ બાળક થઈ જશે પરંતુ મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં એક સિંચાઈ યોજના ક્યારેય પૂરી થશે નહીં. તેઓ અહીં તેંભૂ લિફ્ટ સિંચાઈ પ્રોજેક્ટનો ચોથો તબક્કો પૂરો થતા આયોજિત કરાયેલા એક કાર્યક્રમને સંબોધન કરી રહ્યાં હતાં. 

અહીંથી 375 કિલોમીટર દૂર પશ્ચિમ મહારાષ્ટ્રમાં સાંગલીમાં એક રેલીને સંબોધિત કરતા ગડકરીએ કહ્યું કે તેંભૂ લિફ્ટ સિંચાઈ પ્રોજેક્ટની આર્થિક વ્યવહાર્યતા એટલી મુશ્કેલ છે કે એકવાર મેં એક વ્યક્તિ સાથે તેને લઈને મારા વિચારો શેર કર્યા હતાં. મેં કહ્યું હતું કે એક ટ્રાન્સજેન્ડર સુદ્ધાને બાળક થઈ શકે પરંતુ સિંચાઈ યોજના ક્યારેય પૂરી થઈ શકશે નહીં. 

તેમણે પ્રોજેક્ટના ચોથા તબક્કાના પૂર્ણ થવા પર ખુશી વ્યક્ત કરી. પ્રોજેક્ટના પાંચમા તબક્કાનું કામ પણ જલદી પૂરું થાય તેવી આશા છે. આ લિફ્ટ સિંચાઈ પ્રોજેક્ટ સાંગલી જિલ્લાના સૂકા વિસ્તારોમાં સિંચાઈની સુવિધા આપવા માટે કૃષ્ણા નદી ઘાટથી પાણી લઈને પૂરી કરવાની છે. અત્રે જણાવવાનું કે ભાજપના નેતાનું આ નિવેદન એવા સમયમાં આવ્યું છે કે જ્યારે તેમણે મીડિયાના એક ભાગ પર પોતાની ટિપ્પણીને તોડી મરોડીને રજુ કરવાનો આરોપ લગાવ્યો છે. ગડકરીએ શનિવારે પુણેમાં કહ્યું હતું કે નેતૃત્વએ હારની જવાબદારી લેવી જોઈએ. 

લોકસભા ચૂંટણીમાં પીએમ મોદી ભાજપનું કરશે નેતૃત્વ
આ અગાઉ કેન્દ્રીય મંત્રી તથા ભાજપના નેતા નિતિન ગડકરીએ રવિવારે કહ્યું હતું કે ભાજપ 2109ની લોકસભાની ચૂંટણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જ લડશે. નિતિન ગડકરીએ આ સાથે જ મીડિયા પર તેમના દ્વારા પુણેમાં એક કાર્યક્રમમાં કરાયેલી ટિપ્પણીને તોડી મરોડીને રજુ કરવાનો આરોપ લગાવ્યો હતો. 

કેન્દ્રીય પરિવહન મંત્રી ગડકરીએ સ્પષ્ટ કર્યું કે તેઓ કોઈ પણ રેસ કે પ્રતિસ્પર્ધામાં નથી અને ભાજપને આગામી ચૂંટણીમાં યોગ્ય બહુમત મળશે. ગડકરીનું આ નિવેદન શનિવારે તેમની એ ટિપ્પણી સંદર્ભે આવ્યું જેમાં તેમણે કથિત રીતે કહ્યું હતું કે નેતૃત્વએ હારની જવાબદારી લેવી જોઈએ. ગડકરીની આ કથિત ટિપ્પણી હાલમાં યોજાયેલી મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન વિધાનસભા ચૂંટણી બાદ આવી હતી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news