PM મોદી માટે કવિતા ગાઈને વખાણ કરનારા નેતાએ ચૂંટણી ટાણે BJPને આપ્યો ઝટકો

રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (એ)ના અધ્યક્ષ અને મોદી કેબિનેટમાં કેન્દ્રીય સામાજિક ન્યાય મંત્રી રામદાસ આઠવલેએ પોતે જાહેરાત કરી છે કે તેમની પાર્ટીએ મધ્ય પ્રદેશની 5 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા છે.

PM મોદી માટે કવિતા ગાઈને વખાણ કરનારા નેતાએ ચૂંટણી ટાણે BJPને આપ્યો ઝટકો

ભોપાલ: લોકસભા ચૂંટણી 2019માં ભલે ત્રણ તબક્કાનું વોટિંગ થઈ ગયું હોય પરંતુ હજુ પણ રાજકીય પક્ષ નફા નુકસાનને જોતા પોતાના એજન્ડા બદલી રહ્યાં છે. ભાજપના તમામ નેતાઓ રેલીઓમાં આરોપ લગાવી રહ્યાં છે કે વિરોધી પક્ષોમાં એક્તાનો અભાવ છે અને એનડીએના ઘટક પક્ષો એકજૂથ છે. પરંતુ આ દાવો મધ્ય પ્રદેશમાં ફેલ જઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં એનડીએનો ભાગ રહેલી રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (એ)એ મધ્ય પ્રદેશમાં ભાજપના ઉમેદવારો સામે પોતાના ઉમેદવારો ઊભા રાખી દીધા છે. 

રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (એ)ના અધ્યક્ષ અને મોદી કેબિનેટમાં કેન્દ્રીય સામાજિક ન્યાય મંત્રી રામદાસ આઠવલેએ પોતે જાહેરાત કરી છે કે તેમની પાર્ટીએ મધ્ય પ્રદેશની 5 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા છે. આઠવલેએ પોતાની પાર્ટીના ઉમેદવારોના નામની પણ જાહેરાત કરી છે, જે આ પ્રમાણે છે...

સીધી લોકસભા સીટ: રામ કૃપાલ બસોર
જબલપુર લોકસભા સીટ: કુલદીપ અહિરવાર
મુરૈના લોકસભા સીટ: પતિરામ શાક્ય
સતના લોકસભા સીટ: રામનિવાસ સેન
રતલામ લોકસભા સીટ: ઉદય સિંહ મચાર

રામદાસ આઠવલેએ મધ્ય પ્રદેશમાં પોતાની પાર્ટીના ઉમેદવારોના નામની જાહેરાત કરતા કહ્યું કે ભાજપ સાથે તેમને કોઈ ઝગડો નથી. મધ્ય પ્રદેશમાં ભાજપ સાથે ગઠબંધન ન હોવાના કારણે તેમણે પાંચ બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા છે. તેમણે કહ્યું કે મધ્ય પ્રદેશની બાકીની 24 બેઠકો પર તેઓ ભાજપના ઉમેદવારનું સમર્થન કરશે. 

જુઓ LIVE TV

આઠવલેએ કોંગ્રેસને નુકસાન પહોંચાડવા માટે આ બેઠકો પરથી ઉમેદવારો ઉતાર્યા હોવાની અટકળો થઈ રહી છે. કહેવાય છે કે આઠવલેએ જે બેઠકો પરથી ઉમેદવારો ઉતાર્યા છે તે દલિત બહુમતીવાળા વિસ્તારો છે. આવા સંજોગોમાં એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આઠવલેની પાર્ટીના ઉમેદવારો મત કાપશે તો ફાયદો ભાજપને થશે. અત્રે જણાવવાનું કે આઠવલે દલિત સમાજના મોટા નેતા ગણાય છે. 

રામદાસ આઠવલે અનેકવાર સાર્વજનિક મંચો પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહના વખાણ કરી ચૂક્યા છે. એટલે સુધી કે લોકસભાની કાર્યવાહી દરમિયાન પણ આઠવલે કવિતા ગાઈને પીએમ મોદીના વખાણ પણ કરી ચૂક્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news