આલિયા ભટ્ટનને પસંદ છે રણવીર કપૂરના પરિવારનો સાથ, કહી આ વાત

બોલીવુડ અભિનેતા રણવીર કપૂર અને આલિયા ભટ્ટ પોતાની રિલેશનશિપને લઈને સતત ચર્ચામાં રહે છે. બંન્ને જલ્દી પડદા પર પણ સાથે કામ કરતા જોવા મળશે. 
 

આલિયા ભટ્ટનને પસંદ છે રણવીર કપૂરના પરિવારનો સાથ, કહી આ વાત

નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેતા રણવીર કપૂર અને આલિયા ભટ્ટ પોતાની રિલેશનશિપને લઈને સતત ચર્ચામાં રહે છે. બંન્ને જલ્દી જ પડદા પર પણ સાથે કામ કરતા જોવા મળશે. રણવીર-આલિયા આ દિવસોમાં પોતાની અપકમિંગ ફિલ્મ બ્રહ્માસ્ત્રના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં બંન્ને પ્રથમ વખત સાથે કામ કરતા જોવા મળશે. વાત કરીએ આલિયા ભટ્ટની તો તેણે હાલમાં એક નિવેદનમાં કહ્યું કે, તેને રણવીરના પરિવારનો સાથ પસંદ છે. 

ડેક્કન ક્રોનિકલની સાથે એક ઈન્ટરવ્યૂમાં આલિયા ભટ્ટે કહ્યું કે, લગ્નને લઈને હજુ તેનો કોઈ પ્લાન નથી. આલિયાએ કહ્યું, હજુ તે લોકોને ઓળખવાની જરૂર છે જેણે મને સકારાત્મક રીત પ્રભાવિત કરી છે. રણવીર કપૂર તેવા લોકોમાંથી એક છે. આલિયાએ કહ્યું, ત્યાં સુધી કે તેના પરિવારના લોકો પણ મને ખુબ સકારાત્મક અનુભવ કરાવે છે. રણવીર હંમેશા મારો ફેવરિટ એક્ટર રહ્યો છે અને હજુ પણ છે. 

મહત્વનું છે કે, રણવીર કપૂરના પિતા ઋૃષિ કપૂર આ દિવસોમાં અમેરિકામાં પોતાની સારવાર કરાવી રહ્યાં છે. તેમની બીમારી વિશે કોઈ જાણકારી સામે આવી નથી પરંતુ વચ્ચે આ પ્રકારે સામે ખબર આવી હતી કે તેમને કેન્સર છે. પરંતુ બાદમાં ઋૃષિ કપૂરના ભાઈ રણધીર કપૂરે આ વાતનું ખંડન કરી દીધું હતું. આલિયા વચ્ચે-વચ્ચે ઘણીવાર રણવીર કપૂરના પિતા અને તેમના પરિવારને મળવા જતી રહે છે. 

વાત કરીએ વર્ક ફ્રન્ટની તો આલિયા ભટ્ટ અને રણવીર કપૂર જલ્દી ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં પ્રથમવાર પડદા પર એક સાથે જોવા મળશે. ફિલ્મનું દિગ્દર્શન અયાન મુખર્જી કરી રહ્યાં છે અને તેમાં રણવીર-આલિયાની સાથે અમિતાભ બચ્ચન પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ આ વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થવાની હતી, જેની રિલીઝ ડેટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે તે આગામી વર્ષે રિલીઝ થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news