NCP ની કોર કમિટીએ નામંજૂર કર્યું શરદ પવારનું રાજીનામું, હવે બધાની નજર પવાર પર
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ની કોર કમિટીએ એક બેઠક કરીને શરદ પવારનું રાજીનામું નામંજૂર કર્યું છે. પાર્ટી સતત પવારને પોતાનું રાજીનામું પાછું ખેંચવાનો આગ્રહ કરતી હતી. હવે જોવાની વાત એ રહેશે કે શું પવાર કમિટીના નિર્ણયનો અમલ કરશે કે પછી તેને પણ ફગાવી દેશે.
Trending Photos
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ની કોર કમિટીએ એક બેઠક કરીને શરદ પવારનું રાજીનામું નામંજૂર કર્યું છે. પાર્ટી સતત પવારને પોતાનું રાજીનામું પાછું ખેંચવાનો આગ્રહ કરતી હતી. હવે જોવાની વાત એ રહેશે કે શું પવાર કમિટીના નિર્ણયનો અમલ કરશે કે પછી તેને પણ ફગાવી દેશે. એનસીપી નેતા પ્રફુલ્લ પટેલે પવારના રાજીનામાને નામંજૂર કરવાનો પ્રસ્તાવ બેઠકમાં રજૂ કર્યો જેને એક સૂરે તમામ સભ્યોએ નામંજૂર કરી દીધો.
બનાવી હતી કમિટી
આ અગાઉ પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ નક્કી કરવા માટે શરદ પવારે 18 સભ્યોની સમિતિ બનાવી હતી. જેમાં પ્રફુલ્લ પટેલ, સુનીલ તટકરે, પીસી ચાકો, નરહિ જિરવાલ, અજીત પવાર, સુપ્રીયા સુલે, જયંત પાટિલ, છગન ભૂજબળ, દિલીપ વલસે પાટિલ, અનિલ દેશમુખ, રાજેશ ટોપે, જિતેન્દ્ર આવ્હાડ, હસન મુશ્રીફ, ધનંજય મુંડે, જયદેવ ગાયકવાડ અને પાર્ટીના અન્ય નેતા સામેલ છે.
શરદ પવારનું રાજીનામું નામંજૂર થતા તેઓ એનસીપીના અધ્યક્ષ પદે રહેશે. આ નિર્ણય બાદ હવે મુંબઈ સ્થિત એનસીપી ઓફિસ બહાર જશ્નનો માહોલ છે. કાર્યકરોએ શરદ પવારના સમર્થનમાં નારેબાજી કરી. એનસીપીની કોર કમિટીએ પાર્ટી પ્રમુખ શરદ પવારને પાર્ટીનું નેતૃત્વ ચાલુ રાખવાની ભલામણ કરતા એક પ્રસ્તાવ પસાર કર્યો. કમિટીના પ્રસ્તાવ બાદ હવે શરદ પવાર નિર્ણય લેશે કે શું કરવું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે