INS વિક્રમાદિત્યમાં આગ, અગ્નિ શમન દરમિયાન નૌસેના અધિકારી શહીદ
આઇએનએસ વિક્રમાદિત્ય પર શુક્વારે અચાનક લાગેલી આગને બુઝાવવા માટે લેફ્ટિનેંટ કર્નલ ડીએસ ચૌહાણે જીવનાં જોખમે આગ પર કાબુ મેળવ્યો હતો
Trending Photos
નવી દિલ્હી : દેશનાં સૌથી મોટા વિમાન વાહક જહાજ INS વિક્રમાદિત્યમાં શુક્રવારે આગ લાગી હતી. જેના પગલે આગ બુઝાવવાનો પ્રયાસ કરી રહેલા એક અધિકારી શહીદ થયા હતા. આગ તેવા સમેય લાગી જ્યારે આ જહાજ કર્ણાટકનાં કારવાર બંદર પર પહોંચ્યું હતું. ભારતીય નૌસેનાની તરફથી જણાવાયું કે, લેફ્ટિનેંટ કમાન્ડર ડીએસ ચૌહાણનાં નેતૃત્વમાં લાગેલી આગને બુઝાવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. ક્રુની ત્વરીત કાર્યવાહીનાં પગલે આગ બુઝાઇ ગઇ હતી અને જહાજને નુકસાન પણ પહોંચ્યું નહોતું. જો કે આ દરમિયાન આગ અને ધુમાડાને કારણે લેફ્ટિનેંટ કમાન્ડર બેશુદ્ધ થઇ ગયા હતા.
નૌસેના અધિકારી તુરંત જ તેમણે કારવાર ખાતેની નેવલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા. જો કે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. નેવીએ એક નિવેદનમાં જણાવ્યું કે, થોડા સમય બાદ જ શીપનાં ક્રુએ આગ પર કાબુ મેળવી લીધો હતો. સારી વાત એ હતી કે શીપની ફાઇટર ક્ષમતાને કોઇ મોટુ નુકસાન પહોંચ્યું નથી. ત્વરીત કાર્યવાહીનાં બદલે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ કાબુમાં આવી ગઇ હતી.
નૌસેનાએ આઇએનએસ વિક્રમાદિત્ય પર લાગેલી આગની ઘટનાની તપાસ માટે બોર્ડ ઓફ ઇન્કવાયરીનાં આદેશ પણ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે, આઇએનએસ વિક્રમાદિત્ય અપડેટ કરવામાં આવેલા કીવ ક્લાસનું એરક્રાફ્ટ કેરિયર છે. જે ભારતીય નૌસેનામાં 2013થી સર્વિસમાં આવ્યું છે. ઉજ્જૈનનાં મહાન સમ્રાટ વિક્રમાદિત્યનાં સન્માનમાં તેનું ફરીએકવાર નામકરણ કરવામાં આવ્યું. આ અગાઉ 1987માં આ તત્કાલીન સોવિયત નેવીમાં હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે