PM મોદીએ ઉમેદવારી નોંધાવતા પહેલા 2 વડીલોનાં ચરણસ્પર્શ કરી માર્યો માસ્ટર સ્ટ્રોક
પ્રકાશસિંહ બાદલ અને અન્નપુર્ણા શુક્લાના ચરણ સ્પર્શન કરી વડાપ્રધાન મોદીએ ભારતીય સંસ્કારોનું દર્શન તો કરાવ્યું જ છે સાથે માસ્ટરસ્ટ્રોક પણ ફટકાર્યો છે
Trending Photos
વારાણસી : વારાણસી સીટથી વડાપ્રધાન મોદીએ પોતાનું ઉમેદવારી પત્ર દાખલ કર્યું હતું. આ દરમિયાન તેમણે પોતાનાં ચાર પ્રસ્તાવકમાંથી એક અન્નપુર્ણા શુક્લાનાં ચરણ સ્પર્શ કર્યા હતા. મળતી માહિતી અનુસાર અન્નપુર્ણ શુક્લા મદન મોહન માલવીયનાં પરિવાર સાથે સંબંધ ધરાવે છે. ઉપરાંત મોદીના પ્રસ્તાવકોમાં સામાજિક કાર્યકર્તાથી માંડીને ડોમરાજાનાં પરિવારની એક વ્યક્તિ પણ જોડાયા હતા. વારાણસી સીટથી વડાપ્રધાન મોદી બીજી વખત ચૂંટણી મેદાને છે.
બપોરે 11.45 વાગ્યે પોતાનું ઉમેદવારી પત્ર દાખલ કરવા માટે વડાપ્રધાન મોદી કલેક્ટર ઓફીસ ખાસે પહોંચ્યા હતા. અહીં એનડીએનાં નેતાઓએ તેમનું સ્વાગત કર્યું. તેમની સાથે મુલાકાત બાદ વડાપ્રધાન ઉમેદવારી પત્ર હોલમાં પહોંચ્યા હતા. આ અગાઉ તેમણે અકાલી દળનાં વરિષ્ઠ નેતા પ્રકાશસિંહ બાદલનાં ચરણ સ્પર્શ કર્યા હતા. આ ઉપરાંત વૃદ્ધ મહિલા પ્રસ્તાવ અને વનિતા પોલિટેક્નિકનાં પૂર્વ આચાર્ય અન્નપુર્ણ શુક્લાનાં પણ વડાપ્રધાને ચરણસ્પર્શ કરીને આશિર્વાદ લીધા હતા.
પ્રસ્તાવકોમાં ડોમ રાજા જગદીશ ચૌધરી પણ હાજર રહ્યા હતા. ચૌધરીનો પરિવાર પેઢીઓથી મણિકર્ણિકા ઘાટ પર શબોનો દાહ સંસ્કાર કરે છે. મણિકર્ણિકા ઘાટ પર રહેતા જગદીશે કહ્યું કે, તેઓ ઇચ્છે છે કે મોદીજી ફરીથી વડાપ્રધાન બને. તે ઉપરાંત સામાજિક કાર્યકર્તા સુભાષ ગુપ્તા અને કૃષી વૈજ્ઞાનિક રામશંકર પટેલ પણ પ્રસ્તાવકોમાંનાં એક હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ પ્રકાશસિંહ બાદલ અને અન્નપુર્ણા દેવાના ચરણસ્પર્શ કરીને વડાપ્રધાન મોદીએ ફરી એકવાર માસ્ટર સ્ટ્રોક માર્યો છે. અન્નપુર્ણ દેવી પોતે પણ કાશીમાં દબોદબો ધરાવતું વ્યક્તિત્વ હોવા ઉપરાંત મદનમોહન માલવીયના ધર્મપુત્રી પણ છે. માલવીય સ્થાનિક સ્તરે ખુબ જ આદરપુર્વક લેવાતું નામ છે. જેના પગલે કાશીનાં સોફ્ટકોર્નરને વડાપ્રધાને સીધો જ સ્પર્શ કર્યો હતો. તો બીજી તરફ પ્રકાશસિંહ બાદલના ચરણસ્પર્શ કરીને વડાપ્રધાને હરિયાણા અને પંજાબના લોકોમાં પણ હૃદય જીતવાનો પ્રયાસ કર્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે