કારમાં બાળકને આગળ બેસાડતા હોવ તો ચેતી જજો...માસૂમનો જીવ ગયો, 320 KMની ઝડપે ખુલતી એરબેગ વિશે આ માહિતી ખાસ જાણો
સામાન્ય રીતે આપણે એરબેગ વિશે શું જાણીએ...તો એરબેગ એક સુરક્ષા ફીચર્સ તરીકે કામ કરે છે અને દુર્ઘટના સમયે ખુલી જતા વ્યક્તિનો જીવ બચાવે છે. પરંતુ આ એરબેગ જ કોઈના મોતનું કારણ બને તો? એક બાળકનો જીવ ગયો. આ સ્થિતિમાં એરબેગ વિશે કેટલીક સામાન્ય માહિતી જાણવી ખુબ જરૂરી છે.
Trending Photos
કારમાં એરબેગ એક સેફ્ટી આપવાનું કામ કરે છે પરંતુ ક્યારેક તે જીવલેણ પણ બની શકે છે. જે નવી મુંબઈમાં મંગળવારે થયેલા અકસ્માતમાં જોવા મળ્યું. નવી મુંબઈના વાશીમાં એક 6 વર્ષના બાળકે આ એરબેગના કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો . કાર અકસ્માતમાં અચાનક એરબેગ ખુલી ગઈ અને હસતું રમતું બાળક મોતના મુખમાં પહોંચી ગયું. ત્યારબાદ હવે બાળકોને કારમાં આગળની સીટ પર બેસાડવા અંગે પણ અનેક સવાલ ઊભા થયા છે. આ ઉપરાંત એરબેગ વિશે પણ કેટલીક સામાન્ય માહિતી જો તમે કાર ધરાવતા હોવ તો ચોક્કસ હોવી જરૂરી છે.
કારમાં સેફ્ટી હેતુસર હોય છે એરબેગ
કારોમાં સેફ્ટી ફીચર તરીકે કંપનીઓ એરબેગ આપે છે જે કારનો અકસ્માત થાય તો તેવી સ્થિતિમાં ખુલી જાય છે અને કારમાં સવાર લોકોના જીવ બચાવવાનું કામ કરે છે. પરંતુ શું તમને ખબર છે કે જો આ એરબેગનો યોગ્ય રીતે ઉપયોગ ન થાય તો જીવ પણ લઈ શકે? તો તમને જણાવી દઈએ કે જો કોઈ વ્યક્તિએ સીટ બેલ્ટ ન પહેર્યો હોય અને અચાનક એરબેગ ખુલી જાય તો તેનો જીવ પણ જઈ શકે છે.
આટલી ઝડપે ખુલે છે એરબેગ
શું તમને ખબર છે કે જ્યારે કોઈ કારનો અકસ્માત થાય છે તો એરબેગની સિસ્ટમ તેને લગભગ 320 કિમી પ્રતિ કલાકની ઝડપથી ખોલી નાખે છે. કારમાં સવાર લોકો માટે સીટ બેલ્ટ બાંધવો કેમ જરૂરી છે તે પણ સમજવું હોઈએ. સીટ બેલ્ટ બાંધેલો હોય તો ઘણી રીતે તે તમને બચાવે છે. એમા પણ જો એરબેગ હોય તો ખાસ સીટ બેલ્ટ પહેરવો જોઈએ. કારણ કે આટલી સ્પીડમાં જો એરબેગ ખુલે અને સીટ બેલ્ટ તમે ન પહેર્યો હોય તો કાર સવાર પણ ઝડપથી આગળની બાજુ આવી જશે અને તેના ગળાને નુકસાન થઈ શકે છે. એક્સપર્ટના જણાવ્યાં મુજબ જે લોકો નાના છોકરાઓને આગળ બેસાડે છે તેમણે તો આ ટેવ અત્યારે જ બદલી નાખવી જોઈએ કારણ કે નાના બાળકો માટે આ રીતે આગળ બેસવું અને એરબેગનું ખુલી જવું ખુબ જ ઘાતક નીવડી શેક છે.
બાળકનો ગયો જીવ
એરબેગ એક જબરદસ્ત ફીચર છે એમાં શંકાને કોઈ સ્થાન નથી પરંતુ હાલમાં જ ઘટેલી ઘટનાએ સવાલ ઊભા કર્યા છે. મુંબઈના વાશી વિસ્તારમાં હાલમાં જ છ વર્ષના હર્ષ અરેઠિયાનું આ એરબેગના કારણે મોત નિપજ્યું. હર્ષના પિતાએ તેને કારની આગળની સીટ પર એટલે કે ડ્રાઈવરની બાજુવાળી સીટ પર બેસાડ્યો હતો. એક કાર સાથે બોનેટ અથડાતા કારની એરબેગ અચાનક ખુલી ગઈ અને હર્ષને મોત આપતી ગઈ. ઝટકો લાગતા જ અચાનક એરબેગ ખુલી ગઈ અને હર્ષ ગંભીર રીતે ઘાયલ થયો. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધો.
મીડિયા રિપોર્ટ મુજબ ડોક્ટરે કહ્યું કે હર્ષના શરીર પર કોઈ ઈજાના નિશાન નહતા, પરંતુ તેનું મોત પોલીટ્રોમા શોકના કારણે થયું છે. પોલીટ્રોમા શરીરમાં એકથી વધુ જગ્યાએ લાગેલી આંતરિક ઈજાને કહે છે. ઈન્ટરનલ ઈન્જરીના કરાણે હર્ષના બોડીમાં અંદર લોહી વહેતુ રહ્યું અને હર્ષનું મોત થયું.
આવું જ કઈક 29 સપ્ટેમ્બરે કેરળમાં થયું હતું જ્યાં એક બે વર્ષની બાળકી જે માતાના ખોળામાં બેઠી હતી તેનું એરબેગના કરાણે શ્વાસ રૂંધાઈ જવાથી મોત નિપજ્યું. એક અઠવાડિયા પહેલા યુક્રેનમાં ફ્રન્ટ પેસેન્જર સીટ પર બેઠેલા એક બે વર્ષના બાળકનું એરબેગના કારણે થયેલી ઈજાઓથી મોત નિપજ્યું હતું.
શું ધ્યાન રાખવું જરૂરી
- સૌથી પહેલા તો સીટ બેલ્ટના નિયમને ફોલો કરવું ખુબ જરૂરી છે. ગાડીમાં બેસતા જ સીટ બેલ્ટ સૌથી પહેલા પહેરી લેવાની આદત પાડવી જોઈએ.
- અમેરિકન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સ (AAP)ના જણાવ્યાં મુજબ 13 વર્ષથી નાની ઉંમરના બાળકોએ હંમેશા પાછલી સીટ પર બેસવું જોઈએ. દુર્ઘટના થાય તે સ્થિતિમાં પાછળની સીટ આગળની સીટની સરખામણીમાં 70 ટકા વધુ સેફ હોય છે.
- આ ઉપરાંત બાળકને ક્યારેય ફ્રન્ટ એરબેગવાળી સીટ પર બેસાડવો જોઈએ નહીં. ફ્રન્ટ એરબેગ એડલ્ટ વ્યક્તિ પ્રમાણે ડિઝાઈન કરાય છે. અચાનક ખુલી જાય તો બાળકને ગંભીર ઈજા થઈ શકે છે કે દમ ઘૂટી શકે છે.
- એક્સપર્ટે જણાવ્યું કે લોકોએ કારમાં પાછળની સીટ પર ચાઈલ્ટ સીટ જરૂર લગાવવી જોઈએ. ચાઈલ્ડ સીટ વગર બાળકોને લઈને ટ્રાવેલ કરવું હિતાવહ નથી. ચાઈલ્ટ સીટથી દુર્ઘટનાની સ્થિતિમાં બાળકને વધારાની સુરક્ષા મળે છે.
- થોડા મોટા બાળકો માટે બુસ્ટર સીટ પણ આવે છે ત્યારબાદ તેઓ સીટ બેલ્ટ યૂઝ કરી શકે છે.
- જે ગાડીઓમાં એરબેગ ન હોય તેમાં પણ બાળકોને આગળ ન બેસાડવા જોઈએ.
ઊભેલી કારમાં પણ ખુલી શકે એરબેગ
એરબેગ વિશે આપણે એ સમજતા હોઈએ છીએ કે તે અકસ્માતની સ્થિતિમાં પ્રોટેક્શન આપવા માટે ખુલી જતી હોય છે. પરંતુ એવું નથી. જો તમે ધીમે ગાડી ચલાવતા હોવ તો પણ બીજી ગાડી તમને પૂરપાટ ઝડપે ટક્કર મારી દે તો એરબેગ ખુલી શકે છે. આ ઉપરાંત ઊભેલી કારમાં પણ આવી સ્થિતિ પેદા થાય તો એરબેગ ફટાક દઈને ખુલી જઈ શકે. ત્યારે આવા સમયે બાળકોને પાછળ બેસાડવા એ જ યોગ્ય હોય અને સીટ બેલ્ટ ચોક્કસ પહેરેલો રાખવો જોઈએ.
જો કે આ બધું જાણીને તમે એમ ન માનતા કે એરબેગથી ડરવા જેવું છે. હકીકતમાં આ ખુબ કામનું ફીચર છે પરંતુ સાવધાની વર્તવી પણ એટલી જ જરૂરી છે. હાલ બધી કારોમાં 2 એરબેગ જરૂરી હોય છે. સરકાર પરંતુ હવે 6 એરબેગ ફરજિયાત કરવા ઉપર પણ વિચારી રહી છે. જેમાં બે ફ્રન્ટ એરબેગ ઉપરાંત સાઈડ એરબેગ્સ, અને કર્ટેન એરબેગ્સ સામેલ છે. અકસ્માતની સ્થિતિમાં તે સમગ્ર કેબિનને કવર કરી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે