13 લાખ વાહનોથી છે ગુજરાતીઓને છે સૌથી મોટું જોખમ! ડિજિટલ ગુજરાતની વાતો વચ્ચે સૌથી મોટો ખુલાસો
રાજ્યમાં પ્રદૂષણ વધારવામાં અને કેટલાક અંશે અકસ્માત થવા પાછળ વાહનો ખામીયુક્ત હોવાનું કારણ પણ જવાબદાર હોય છે ત્યારે ડિસેમ્બર-2024ની સ્થિતિએ ગુજરાતમાં 13 લાખથી વધુ વાહનો યોગ્ય ફિટનેસ નહીં ધરાવતા હોવા છતાં રસ્તા પર છે.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતમાં અકસ્માતોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. રાજ્યમાં પ્રદૂષણ વધારવામાં અને કેટલાક કિસ્સાઓમાં અકસ્માત થવા પાછળ વાહનો ખામીયુક્ત હોવાનું કારણ પણ જવાબદાર હોય છે. ત્યારે એક અહેવાલ પ્રમાણે ડિસેમ્બર-2024ની સ્થિતિએ ગુજરાતમાં 13 લાખથી વધુ વાહનો યોગ્ય ફિટનેસ નહીં ધરાવતા હોવા છતાં રસ્તા પર દોડી રહ્યા છે. એટલું જ નહીં, 22.72 લાખ વાહનો એવા પણ છે જે રસ્તા ઉપર દોડતા નથી, તેમ છતાં તે ફિટનેસ ધરાવતા નથી.
15 વર્ષ પછી ફિટનેસ સર્ટિ. કે સ્ક્રેપ યોજનાનો રાજ્યમાં અધકચરો અમલ થઈ રહ્યો હોવાનું માલૂમ પડ્યું છે. જોકે, રાજ્યમાં આવા કેટલા વાહનોને સ્ક્રેપ કરાયા તે એક મોટો સવાલ ઉભો થયો છે. રાજ્યમાં વાહનને 15 વર્ષ પૂર્ણ થઈ ગયા હોય તેમ છતાં વાહનમાલિક ઓનલાઈન અરજી કરી શકે તેવી સુવધા સરકાર દ્વારા શરૂ કરાયેલી છે. તેમ છતાં લાખોની સંખ્યામાં વાહનો રસ્તા ઉપર ફરી રહ્યા છે કે પછી વાહનમાલિકો પાસે પડી રહ્યા છે.
મહત્વું છે કે ગુજરાતમાં વાહનો સ્ક્રેપ કરવાની સુવિધા આપતા પાંચ કેન્દ્ર (રજિસ્ટર્ડ વેહિકલ સ્ક્રેપિંગ ફેસેલિટી) કાર્યરત છે. બીજી બાજુ વાહનમાલિકો 15 વર્ષ થઈ ગયા હોવા છતાં પોતાનું વાહન સ્ક્રેપ ના કરાવે અને રસ્તા ઉપર લઈને નીકળતા હોય તેવા કિસ્સામાં રાજ્યના આરટીઓ તંત્ર તેવા વાહનોની ઓળખ કરી ફિટનેસ સર્ટિફિકેટ કે કન્ડીશન પ્રમાણે સ્ક્રેપ કરાવવાની જવાબદારી હોય છે. તેમ છતાં રાજ્યમાં આવી કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી.
સૌથી વધુ વાહનો ખરીદાતા હોય તેવા રાજ્યમાં ગુજરાત દેશમાં મોખરે છે ત્યારે ફિટનેસ વિનાના વાહનો દોડતા હોય તેમાં પણ ગુજરાત છઠ્ઠા સ્થાને છે. રજિસ્ટ્રેશન (આર.સી.) રદ કરી દેવામાં આવ્યું હોય તેવા 44 હજારથી વધુ વાહનો છે. પુનઃ રજિસ્ટ્રેશન થયું હોય તેવા વાહનોની સંખ્યા ફક્ત 23 છે.
નવાઈની વાત એ છે કે, ડિજિટલ ગુજરાતની વાતો વચ્ચે કેન્દ્રના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેના મંત્રાલયના ડેશ બોર્ડ ઉપર અન્ય રાજ્યના વાહનોની સ્ક્રેપ એપ્લિકેશનની માહિતી છે. પરંતુ ગુજરાતના વાહનોની કોઈ માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ રાજ્યનું વાહન વ્યવહાર તંત્રના જવાબદાર અધિકારીઓની કામગીરી જાહેર થવી જરૂરી બની છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે