National Herald Case: ED ના અધિકારીઓ સામે 'નર્વસ' જોવા મળ્યા રાહુલ ગાંધી, અનેક સવાલોના જવાબ ન આપી શક્યા

નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડીએ સોમવારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની પૂછપરછ કરી. આજે રાહુલ ગાંધી ફરી ઈડીના સવાલોના જવાબ આપશે. રાહુલની આજે સતત બીજીવાર પેશી છે. આ અગાઉ સોમવારે ઈડી ઓફિસમાં તેમની લગભગ સાડા આઠ કલાક પૂછપરછ થઈ હતી. 
National Herald Case: ED ના અધિકારીઓ સામે 'નર્વસ' જોવા મળ્યા રાહુલ ગાંધી, અનેક સવાલોના જવાબ ન આપી શક્યા

National Herald Case: નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડીએ સોમવારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની પૂછપરછ કરી. આજે રાહુલ ગાંધી ફરી ઈડીના સવાલોના જવાબ આપશે. રાહુલની આજે સતત બીજીવાર પેશી છે. આ અગાઉ સોમવારે ઈડી ઓફિસમાં તેમની લગભગ સાડા આઠ કલાક પૂછપરછ થઈ હતી. 

રાહુલ ગાંધીને પૂછ્યા આ સવાલ
રાહુલ ગાંધીની પૂછપરછ માટે ઈડીએ લાંબી લચક સવાલોની યાદી તૈયાર કરી હતી. સૂત્રોના જણાવ્યાં મુજબ રાહુલ ગાંધી ઈડી દ્વારા પૂછાયેલા અનેક પ્રશ્નોના જવાબ ટાળતા જોવા મળ્યા. પૂછપરછ દરમિયાન રાહુલ ગાંધીએ ઈડીના અધિકારીઓને કહ્યું કે અહીં શું ફક્ત કોંગ્રેસના નેતાઓની પૂછપરછ થાય છે કે પછી અન્ય કોઈને પણ અહીં બોલાવવામાં આવે છે?

જો કે પૂછપરછ કરનારા અધિકારીોએ તેમના આ પ્રકારના કોઈ પણ સવાલનો જવાબ આપ્યો નહતો. આ ઉપરાંત રાહુલ ગાંધીને રસ્તા પર ભલે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ અને  કાર્યકરોએ વીઆઈપી ટ્રિટમેન્ટ આપી હોય પરંતુ ઈડીની ઓફિસમાં તો તેમને કોઈ વીઆઈપી ટ્રિટમેન્ટ મળી નહીં. જે પ્રકારે ભ્રષ્ટાચારના અન્ય કેસોમાં આરોપીઓની પૂછપરછ થાય છે તે જ રીતે રાહુલ ગાંધીની પણ પૂછપરછ થઈ. કદાચ રાહુલ ગાંધીને આ વાત જ પસંદ નહીં પડી હોય. આ પૂછપરછમાં રાહુલ ગાંધીને 50થી વધુ સવાલો પૂછાયા. 

ઈડીના અધિકારીઓએ રાહુલ ગાંધીને તેમના નામ, પરિવાર, એડ્રસ અને કામ વિશે પૂછ્યું...તેમને પૂછાયું કે...

- યંગ ઈન્ડિયા નામની કંપનીમાં તેઓ કેટલા ટકાના ભાગીદાર છે. 
- આ એક નોન પ્રોફિટ કંપની હતી તો તેની પાસે આટલા બધા પૈસા ક્યાથી આવ્યા.
- શું આ કંપની Associated Journals Limited એટલે કે AJL નામની અન્ય કંપનીના અધિગ્રહણ માટે બનાવવામાં આવી હતી. 
- AJL ની બે હજાર કરોડની સંપત્તિની દેખભાળ હાલ કોણ કરે છે. 

રાહુલ ગાંધીને એમ પૂછવામાં આવ્યું કે સામ  પિત્રોડા અને સુમન દુબે સાથે શું સંબંધ છે અને કેવી રીતે આ કંપની તેમની પાસે આવી? આ સમગ્ર મામલો AJL ની સંપત્તિઓ અને 90 કરોડની એક લોન સંલગ્ન છે. ઈડી આજે સવાલોની નવી યાદી સાથે પૂછપરછ કરશે અને રાહુલ ગાંધી માટે દરેક સવાલનો જવાબ આપવો અને ઈડીને સંતુષ્ટ કરવી પણ સરળ નહીં રહે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news