અલવર ગેંગરેપની ઘટના મુદ્દે એવોર્ડ વાપસી ગેંગ હજી સુધી ચુપ કેમ: PM મોદીનો કટાક્ષ

યુપીના ગાઝીપુર જિલ્લામાં વડાપ્રધાન મોદીએ રેલી યોજી હતી, જેમા કોંગ્રેસ, એવોર્ડ વાપસી ગેંગ સહિત અનેક મુદ્દે સવાલ ઉઠાવ્યા હતા

અલવર ગેંગરેપની ઘટના મુદ્દે એવોર્ડ વાપસી ગેંગ હજી સુધી ચુપ કેમ: PM મોદીનો કટાક્ષ

ગાઝીપુર : યૂપી લોકસભા ચૂંટણીના સાતમા તબક્કામાં થનારા મતદાન પહેલા વડાપ્રધાન મોદીએ શનિવારે પ્રદેશના ગાઝીપુર સંસદીય વિસ્તારમાં એક વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. ગાઝીપુરમાં  આયોજીત આ સભા દરમિયાન વડાપ્રધાને અલવર ગેંગરેપ કેસના બહાને ભારે ટીકા કરી. આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ રાજસ્થાનમાં થયેલા ગેંગરેપનાં આ મુદ્દે પૂર્વમાં એવોર્ડ વાપસ કરનારા બુદ્ધીજીવી લોકો અને લેખકો પર પણ નિશાન સાધ્યું હતું. 

ગાઝીપુરની રેલી દરમિયાન પોતાનાં ભાષણમાં વિપક્ષ પર નિશાન સાધતા વડાપ્રધાને કહ્યું કે, પાંચ વર્ષના કાર્યકાળમાં અમારી સરકારે મહિલાઓને ઇજ્જત આપી છે અને અમારી સરકારે રેપ જેવા જધન્ય ગુના માટે ફાંસીનુ પ્રાવધાન કર્યું છે. જો કે મહિલા સુરક્ષા માટે કોંગ્રેસ કઇ રીતે કામ કરી રહી છે, તે દેશ જોઇ રહ્યું છે ? 

ભાજપ એક ભયંકર ફાસિસ્ટ રાજનીતિક દળ છે: મમતા બેનર્જીનો પ્રહાર
અહીં કોંગ્રેસનાં ન્યાયની સચ્ચાઇ છે
વડાપ્રધાને કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, ગત્ત દિવસોમાં અલવરનાં એક સમાચાર બહાર આવવા લાગ્યા છે. ત્યાં બે અઠવાડીયા પહેલા એક દલિત યુવતી સાથે કેટલાક નરાધમોને પકડવાનાં બદલે ત્યાંની પોલીસ અને કોંગ્રેસ સરકાર કેસ દબાવવાના પ્રયાસો કરી રહી છે. કોંગ્રેસ નથી ઇચ્છતી કે ચૂંટણી પહેલા આ સમાચાર બહાર આવે અને એટલા માટે આ સમાચાર દબાવવા માંગે છે. જે પુત્રીને ન્યાય મળવો જોઇતો હતો, તેને ન્યાય અપાવવાનાં બદલે કોંગ્રેસ ચૂંટણીમાં શાખ બચાવતી રહી. આ જ કોંગ્રેસનાં ન્યાયનું સત્ય છે. 

એવોર્ડ વાપસી ગેંગ પર મોદીનો કટાક્ષ
ભાષણમાં મોદીએ આગળ જણાવ્યું કે, તેમના રાગદરબારીઓ પણ એટલા ભયંકર કાંડને દબાવતા રહ્યા અને મીણબત્તીઓ લઇને નિકળનારા લોકોની મીણબત્તીમાંથી ધુમાડો નિકળી રહ્યો છે. આ જે એવોર્ડ વાપસી ગેંગ હતી, હું તેમને પુછવા માંગુ છું કે અલવરની બેટી સાથે બળાત્કાર થયો તેમ છતા પણ આ ગેંગ શા ગેંગ ચુપ બેઠી છે ? 

ન પોતાના માટે પૈસા એકઠા કર્યા ન તો પરિવારને કંઇ પણ આપ્યું
આ સમગ્ર ચૂંટણી દરમિયાન સપા-બસપા વાળા મારી જાતી મુદ્દે પ્રહારો કરી રહ્યા છે. હું પછાત જાતીમાં પેદા જરૂર થયો પરંતુ દરેક પછાતનો આગેવાન બનવા માટે દિવસ રાત મહેનત કરી રહ્યો છું. હું ગુજરાતનો સૌથી લાંબા ગાળા સુધી મુખ્યમંત્રી રહ્યો અને પાંચ વર્ષથી વડાપ્રધાન છું, મારા બેંક ખાતામાં જોઇ લો ન તો મે કાંઇ ભેગુ કર્યું છે અને ન તો મારા પરિવારને કંઇ પણ આપ્યું છે. બધુ જ 130 કરોડ દેશવાસીઓ માટે કરી રહ્યો છું. તેઓ ગમે તેટલી ગાળો ભાંડે મારુ ધ્યાન દેશ પર જ રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news