VS યુવતીઓના અદલા-બદલીનો મામલો: બંન્ને પરિવારે ફરિયાદ નોધાવી મૃતદેહ સ્વિકાર્યા

વીએસ હોસ્પિટલમાં યુવતીઓના મૃતદેહ અદલા-બદલીનો મામલે મિત્તલના પિતાએ ફરિયાદ નોધાવી છે. અને તેમણે કહ્યું કે, હવે અમે મિત્તલનો મૃતદેહ સ્વિકારી વતનમાં જઇને અંતિમ સંસ્કાર કરીશુ. જ્યારે નસરીનના પરિવારે પણ તેનો મૃતદેહ સ્વિકારીને અંતિમ ક્રિયા કરવાની પ્રક્રિયા કરી છે. 

VS યુવતીઓના અદલા-બદલીનો મામલો: બંન્ને પરિવારે ફરિયાદ નોધાવી મૃતદેહ સ્વિકાર્યા

અમદાવાદ: વીએસ હોસ્પિટલમાં યુવતીઓના મૃતદેહ અદલા-બદલીનો મામલે મિત્તલના પિતાએ ફરિયાદ નોધાવી છે. અને તેમણે કહ્યું કે, હવે અમે મિત્તલનો મૃતદેહ સ્વિકારી વતનમાં જઇને અંતિમ સંસ્કાર કરીશુ. જ્યારે નસરીનના પરિવારે પણ તેનો મૃતદેહ સ્વિકારીને અંતિમ ક્રિયા કરવાની પ્રક્રિયા કરી છે. 

લાશની અદલા-બદલી થયેલી તે બાબતે બંને મૃતક યુવતીઓના પિતા દ્વારા હાલ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મિત્તલના પિતા ફરિયાદી છે અને નસરીનના પિતા સાક્ષી છે. છેતરપિંડી અને ક્રિમિનલ કોન્સપંરન્સીની જોગવાઈઓ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કલમ 420, 406, 120(બી) અને એટ્રોસીટીની કલમો લગાવીને ફરિયાદ નોંધી છે.

VS હોસ્પિટલમાં મૃતદેહની અદલા-બદલી, સર્વન્ટની ભૂલના કારણે બદલાયો મૃતદેહ

અમદાવાદની વીએસ હોસ્પિટલમાં બે મહિલાઓની લાશની અદલા-બદલી મામલે વીએસ હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડેન્ટ મનીષ પટેલે જણાવ્યું હતું કે, ગઇકાલે જે બનાવ બન્યો તે દુ:ખદ છે. અમારા એક સર્વન્ટની ભૂલના કારણે મૃતદેહ બદલાઇ ગયા હતા. ત્યારે આ મામલે 5 સભ્યોની તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં ડોક્ટર્સ પણ સામેલ છે. કોલ્ડ સ્ટોરેજમાં મૃતદેહ ઉપર મૃતકના નામનું ટેગ પણ હોય છે. આ ઉપરાંત CMO ચકાસણી કર્યા બાદ પોલીસ અને સંબંધીઓની ઓળખ કરાયા બાદ જ મૃતદેહ સોંપવામાં આવે છે. તેમ છતાં આવું કઇ રીતે બન્યું તે પણ એક સવાલ છે. ત્યારે કમિટીના રિપોર્ટ આવ્યા બાદ આ મામલે જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે.

જાણો શું છે સમગ્ર ઘટના?
 બાવળામાં થયેલ મિત્તલ જાદવની હત્યાના કેસમાં મિત્તલની લાશ વીએસ હોસ્પિટલના કોલ્ડસ્ટોરેજ રૂમમાં હતી. ત્યારે વીએસમાં જ દાણીલીમડાની નસરીનબાનુ નામની એક ગર્ભવતી મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જે મહિલાનું પ્રસૂતિ પહેલાં જ ગુરુવારે મોત નિપજ્યું હતું. નસરીનબાનુનો મૃતદેહ કર્ણાટક મોકલવાનો હોવાથી કોલ્ડસ્ટોરેજમાં મૂકવામાં આવ્યો હતો. જ્યારે મિત્તલ જાધવનો મૃતદેહ સ્વીકારવા તેના પરિવારજનો આવ્યા ત્યારે મિત્તલના બદલે હોસ્પિટલના કર્મચારીઓએ નસરીનબાનુનો મૃતદેહ સોંપી દીધો અને મિત્તલના પરિવારજનોએ તેના મૃતદેહ લઈને તેની દફનવિધિ પણ થઇ ગઇ હતી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news