મુંબઈમાં મોટી દુર્ઘટના, મોડી રાતે 4 માળનું મકાન ધરાશાયી થતા 11 લોકોના મોત, અનેક ઘાયલ

મુંબઈગરાઓ માટે બુધવારનો દિવસ ખુબ પરેશાન કરનારો રહ્યો. જ્યાં આખો દિવસ મૂસળધાર વરસાદના કારણે જનજીવન ઠપ રહ્યું ત્યાં લગભગ મોડી રાતે 11 વાગે પરા વિસ્તાર મલાડના માલવણીમાં એક 4 માળનું મકાન ધરાશાયી થયું.

મુંબઈમાં મોટી દુર્ઘટના, મોડી રાતે 4 માળનું મકાન ધરાશાયી થતા 11 લોકોના મોત, અનેક ઘાયલ

મુંબઈ: મુંબઈગરાઓ માટે બુધવારનો દિવસ ખુબ પરેશાન કરનારો રહ્યો. જ્યાં આખો દિવસ મૂસળધાર વરસાદના કારણે જનજીવન ઠપ રહ્યું ત્યાં લગભગ મોડી રાતે 11 વાગે પરા વિસ્તાર મલાડના માલવણીમાં એક 4 માળનું મકાન ધરાશાયી થયું જેના કાટમાળમાં અનેક લોકો દટાયા. છેલ્લી મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત થયા છે. 

બૃહદમુંબઈ મહાનગરપાલિકા (BMC)ના જણાવ્યાં મુજબ બુધવારે રાતે લગભગ 11 વાગ્યાની આસપાસ મલાડના ન્યૂ કલેક્ટર કમ્પાઉન્ડમાં આવેલું એક મકાન તૂટી પડ્યું. મુંબઈના ઝોન 11ના ડીસીપી વિશાલ ઠાકુરે જણાવ્યું કે આ દુર્ઘટનામાં મહિલાઓ અને બાળકો સહિત 15 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે અને તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. કાટમાળમાં હજુ લોકો દટાયેલા હોઈ શકે છે. 

Residential structures collapsed in New Collector compound, Malad West of Mumbai last night.

— ANI (@ANI) June 10, 2021

બીએમસીએ આપેલી માહિતી મુજબ આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત થયા છે જ્યારે 8 લોકો ઈજાગ્રસ્ત છે. આ દુર્ઘટનાના પગલે આજુબાજુની 3 ઈમારતો કે જેમની સ્થિતિ સારી નથી તેમને પણ ખાલી કરાવી નાખવામાં આવી છે. હાલ બચાવ કાર્ય ચાલુ છે. 

— ANI (@ANI) June 9, 2021

આ બાજુ મહારાષ્ટ્રના મંત્રી અસલમ શેખના જણાવ્યાં મુજબ શહેરમાં ભારે વરસાદના કારણે ઈમારત ધરાશાયી થઈ. મુંબઈમાં ગઈ કાલે બુધવારે આખો દિવસ વરસાદ પડ્યો. જેનાથી કેટલાક વિસ્તારો જળમગ્ન થઈ ગયા અને રસ્તાઓ તથા રેલના પાટા પણ પાણીથી ડૂબાડૂબ થઈ ગયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news