ભાવનગર મનપાનું ઓપરેશન ફાયર સેફ્ટી, ફાયર વિભાગે 8 હોસ્પિટલોને કરી સીલ

ભાવનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટીની કામગીરી શરૂ કરવામાં આવી છે અને નિયમોનું પાલન ન કરતા હોય તેવી બિલ્ડિંગને સીલ કરવામાં આવી રહી છે

ભાવનગર મનપાનું ઓપરેશન ફાયર સેફ્ટી, ફાયર વિભાગે 8 હોસ્પિટલોને કરી સીલ

ભાવનગર: ભાવનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટીની કામગીરી શરૂ કરવામાં આવી છે અને નિયમોનું પાલન ન કરતા હોય તેવી બિલ્ડિંગને સીલ કરવામાં આવી રહી છે. ત્યારે ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટીના મામલે 2 બિલ્ડિંગમાં કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં આવેલી 8 હોસ્પિટલોને ફાયર સેફ્ટીના અભાવને કારણે સીલ કરવામાં આવી છે.

કોરોના કાળમાં અનેક હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી અને આ આગની ઘટનામાં કેટલાક દર્દીઓએ પોતાનો જીવ પણ ગમાવ્યો છે. ત્યારે મહાનગરોમાં હોસ્પિટલો અને બિલ્ડિંગોમાં ફાયર સેફટી મામલે હાઈકોર્ટે લાલ આંખ કરી હતી. તેમ છતાં ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવા બેદરકારી રાખતી હોસ્પિટલો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આ મામલે રાજ્યના મહાનગરોમાં ઓપરેશન ફાયર સેફ્ટી હાથ ધરવામાં આવ્યું છે.

જેને લઈને ભાવનગર મનપાના ફાયર વિભાગ દ્વારા હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીને લઇ સર્વેની કામગીરી શરૂ કરાઈ હતી. જેમાં ફાયર સેફ્ટી ઉભી ન કરવામાં આવાત ફાયર વિભાગ દ્વારા આ હોસ્પિટલો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા આજે બે બિલ્ડિંગમાં કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં આવેલી 8 હોસ્પિટલોને ફાયર સેફ્ટીના અભાવને કારણે સીલ કરવામાં આવી છે.

ભાવનગર મનપાના ફાયર વિભાગ દ્વાર કુલ 8 હોસ્પિટલો સીલ કરવામાં આવી છે. જેમાં આદર્શ કોમ્પેલેક્ષમાં આવેલી 7 હોસ્પિટલ સીલ કરાઈ છે. ત્યારે કાર્ટન કોમ્પલેક્ષમાં આવેલી 1 હોસ્પિટલને ફાયર સેફ્ટીના અભવા મામલે સીલ કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news