મોગલોના વંશજ પ્રિન્સ હબીબુદ્દીન તુસી બોલ્યા, 'અયોધ્યામાં રામ મંદિર બનશે તો સોનાની ઈંટ આપીશ'
પ્રિન્સ હબીબુદ્દીને તુસીએ જણાવ્યું કે, જો સુપ્રીમ કોર્ટ તેમને આ વિવાદિત જમીન સોંપી દે છે તો તેઓ સમગ્ર જમીન રામ મંદિર નિર્માણ માટે દાનમાં આપી દેશે
Trending Photos
નવી દિલ્હીઃ અંતિમ મોગલ શાસક બહાદ્દુર શાહ ઝફરના વંશજ હોવાનો દાવો કરનારા પ્રિન્સ હબીબુદ્દીન તુસીએ અયોધ્યા રામ મંદિર માટે મોટી વાત કરી છે. રવિવારે હૈદરાબાદમાં તેમણે જણાવ્યું કે, જો અયોધ્યામાં રામ મંદિર બનશે તો તેઓ સોનાની ઈંટ આપી દેશે. પ્રિન્સ હબીબુદ્દીને ઈચ્છા વ્યક્ત કરી કે, સુપ્રીમ કોર્ટ તેમને આ વિવાદિત જમીન આપી દે. તેમણે દાવો કર્યો કે, તેઓ આ જમીનના આધિકારિક હકદાર છે, કેમ કે તેઓ મોગલ શાસક બાબરના વંશજ છે, જેમણે બાબરી મસ્જિદ બનાવી હતી.
પ્રિન્સ હબીબુદ્દીન તુસીએ જણાવ્યું કે, જો સુપ્રીમ કોર્ટે તેમને વિવાદિત જમીન સોંપી દે છે તો તેઓ આખી જમીન રામ મંદિરના નિર્માણ માટે દાનમાં આપી દેશે. તેમણે કહ્યું કે, તેઓ લોકોની લાગણીઓનું સન્માન કરે છે અને તેમનું માનવું છે કે અયોધ્યાના એ સ્થાન પર અગાઉ રામ મંદિર પણ હતું.
પ્રિન્સ હબીબુદ્દીન તુસી તરફથી સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરાઈ છે, જેમાં અયોધ્યા કેસમાં તેમને પક્ષકાર બનાવવા વિનંતી કરી છે. જોકે, આ અરજી પર હજુ સુનાવણી થઈ નથી. તુસીએ જણાવ્યું કે, અયોધ્યા કેસમાં જેટલા પણ પક્ષકારક છે, તેમાંથી એક પણ વ્યક્તિ પાસે જમીનના માલિકી હક સંબંધિત કોઈ દસ્તાવેજ નથી.
તેઓ મોગલોના વંશજ છે, આથી આ જમીન પર તેમનો હક છે. તેમણે જણાવ્યું કે, મેં નક્કી કરી લીધું છે કે હું આ સંપૂર્ણ જમીન દાનમાં આપવા માટે તૈયાર છું. ઉલ્લેખનીય છે કે, હબીબુદ્દીન તુસી ત્રણ વખત અયોધ્યા જઈ આવ્યા છે અને રામલલાની પૂજા પણ કરી ચૂક્યા છે. તેમણે પોતાના માતા પર ચરણ પાદુકા મુકીને સાંકેતિક રીતે હિન્દુઓની માફી પણ માગી હતી.
જુઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે