Tamilnadu: એમકે સ્ટાલિનના મંત્રીઓનું લિસ્ટ જાહેર, કેબિનેટમાં સામેલ થશે 'ગાંધી-નેહરૂ'
સ્ટાલિને જે 34 ધારાસભ્યોની યાદી જાહેર કરી છે, તેમાં એક રોચક સંયોગ પણ છે. હકીકતમાં તમિલનાડુમાં એમકે સ્ટાલિન મુખ્યમંત્રી હશે અને તેમની કેબિનેટમાં 'ગાંધી અને નહેરૂ' પણ સામેલ થશે.
Trending Photos
ચેન્નઈઃ તમિલનાડુના પદનામિત મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને ગુરૂવારે મંત્રીઓની એક યાદી જાહેર કરી છે. જેમાં પોર્ટફોલિયોની સાથે રાજ્ય કેબિનેટમાં સામેલ થનારા 34 મંત્રીઓના નામ છે. આ લિસ્ટને રાજ્યપાલે પણ પોતાની મંજૂરી આપી દીધી છે. લિસ્ટ પ્રમાણે ડીએમકે ધારાસભ્ય એમ.એ.સુબ્રમણ્યમને સ્વાસ્થ્ય મંત્રાલય, જ્યારે દુરાઈમુરૂગનને જળ મંત્રાલય આપવામાં આવ્યું છે. સ્ટાલિને જે 34 ધારાસભ્યોની યાદી જાહેર કરી છે, તેમાં એક રોચક સંયોગ પણ છે. હકીકતમાં તમિલનાડુમાં એમકે સ્ટાલિન મુખ્યમંત્રી હશે અને તેમની કેબિનેટમાં 'ગાંધી અને નહેરૂ' પણ સામેલ થશે.
હકીકતમાં સ્ટાલિને જાહેર કરેલી યાદી પ્રમાણે કેએન નેહરૂ નગરપાલિકા પ્રશાસન મંત્રી હશે. તો આર ગાંધીને હસ્તશિલ્પ અને કપડા મંત્રી બનાવવામાં આવ્યા છે. એક દિવસ પહેલા પાંચ મેએ તમિલનાડુના રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતે દ્રમુક અધ્યક્ષ એમકે સ્ટાલિનને રાજ્યના મુખ્યમંત્રી નિયુક્ત કર્યા અને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યુ છે. રાજભવન દ્વારા બુધવારે આપવામાં આવેલી જાણકારી પ્રમાણે ધારાસભ્ય દળના નેતા ચૂંટાવાનો પત્ર સોંપ્યા બાદ રાજ્યપાલે તેમને આ જવાબદારી આપી છે. શપથ ગ્રહણ સમારોહ રાજભવન પરિસરમાં સાત મેએ સવારે 9 કલાકે યોજાશે.
திராவிட முன்னேற்றக் கழகத்தின் தலைவர், முதலமைச்சர் @mkstalin அவர்களின் தலைமையில் 33 பேர் கொண்ட அமைச்சரவை நாளை பதவியேற்கிறது!
பக்குவமும் ஆற்றலும் கொண்ட சரிவிகித சாதனைப் படை!
முதல்வர் மற்றும் அமைச்சர்களின் பணி சிறந்து தமிழக நலன் மேம்பட நெஞ்சார்ந்த வாழ்த்துகள்! 🖤❤️#DMKMinistry pic.twitter.com/pLJxAXggGI
— இசை (@isai_) May 6, 2021
પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અને મહાસચિવ દુરાઈમુરૂગનની સાથે સ્ટાલિને પુરોહિત સાથે મુલાકાત કરી અને તેમણે દ્રમુક ધારાસભ્ય દળના નેતા પસંદ કરવાના સંબંધમાં એક પત્ર આપ્યો અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. રાજભવનના અધિકારીએ પોતાના નિવેદનમાં કહ્યુ કે, સ્ટાલિને રાજભવન આવી પુરોહિતને પત્ર સોંપ્યો જેમાં તેમને દ્રવિડ મુનેત્ર કડગમ ધારાસભ્ય દળના નેતા ચૂંટવાની જાણકારી આપવામાં આવી હતી.
Corona સંક્રમિત દર્દીઓ માટે સરકારની નવી ગાઇડલાઇન, જાણો તમામ વિગત
ઉલ્લેખનીય છે કે દ્રમુકની પાછલી સરકાર (વર્ષ 2006-2011) માં સ્ટાલિન નાયબ મુખ્યમંત્રી હતા અને તેમના પિતા એમ કરૂણાનિધિ મુખ્યમંત્રી હતા. આ પ્રકારે સ્ટાલિન પ્રથમવાર રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. દ્રમુકે વિધાનસભા ચૂંટણીમાં 133 સીટ જીતી અને કોંગ્રેસ સહિત અન્ય સહયોગીઓએ 234 સભ્યોવાળી વિધાનસભામાં કુલ 159 સીટ જીતી છે. અન્નાદ્રમુકે 66 સીટો પર જીત હાસિલ કરી અને તેની સહયોગી ભાજપ અને પીએમકેએ ક્રમશઃ ચાર અને પાંચ સીટ જીતી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે