શ્રીનગર હવાઇ ટિકિટ મોંઘી, તંત્રએ ગરજના ભાવ નહી વસુલવા ભલામણ કરી

જમ્મુ કાશ્મીર તંત્ર દ્વારા શુક્રવારે રાજ્યમાં આવનારા પર્યટકો અને શ્રદ્ધાળુઓ માટે એડ્વાઇઝરી ઇશ્યુંક રી હતી

શ્રીનગર હવાઇ ટિકિટ મોંઘી, તંત્રએ ગરજના ભાવ નહી વસુલવા ભલામણ કરી

નવી દિલ્હી : આતંકવાદી હુમલાને ધ્યાને રાખી જમ્મુ-કાશ્મીર તંત્ર દ્વારા પર્યટકો અને અમરનાથ યાત્રા પર ગયેલા ભક્તોને પરત ફરવાની એડ્વાઇઝરી ઇશ્યું થઇ છે. આ એડ્વાઇઝરી જાહેર થયા બાદથી જ શ્રીનગરથી આવવા અને જવાનાં હવાઇ ભાડામાં 20થી 25 ટકાનો વધારો નોંધાયો છે. આ બધા વચ્ચે સિવિલ એવિએશન મંત્રાલયે એરલાઇન્સ કંપનીઓને સલાહ આપી છે કે અમરનાથ યાત્રાથી પર ફરી રહેલા ભક્તો માટે વધેલુ ભાડા પર લગામ લગાવી. સમાચાર એજન્સી ANI અનુસાર નાગરિક ઉડ્યન મંત્રી હરદીપસિંહ પુરીએ આ નિવેદન આપ્યું છે.

ગોવિંદાચાર્ય પહોંચ્યા સુપ્રીમ કોર્ટ, અયોધ્યા મુદ્દે સુનાવણીના લાઇવસ્ટ્રીમિંગની માંગ
જમ્મુ કાશ્મીર તંત્ર દ્વારા ગત્ત શુક્રવારે (2 ઓગષ્ટ) ને રાજ્યમાં આવનારા પર્યટકો અને શ્રદ્ધાળુઓ માટે એડ્વાઇઝરી ઇશ્યું કરી હતી. ત્યાર બાદથી જ શ્રીનગરથી આવવા અને જવા માટેના ભાડામાં 20-25 ટકાનો વધારો નોંધાયો છે. ઇક્સિગોના સહ સંસ્થાપક રજનીશ કુમારે જણાવ્યું કે, શ્રીનગર માટે તથા ત્યાંથી જનારી ઉડ્યનોનાં હવાઇ ભાડામાં 20થી 25 ટકાનો વધારો થયો છે. કુમારે કહ્યું કે, રાજ્યમાં અશાંતિના કારણે આગામી અઠવાડીયાઓમાં પર્યટન બુકિંગમાં ઘટાડો થશે. 

કાશ્મીરમાં વધારે જવાનોની તહેનાતી સુરક્ષા ઉપાય, સંવૈધાનિક પરિવર્તનની માહિતી નથી
યાત્રા ડોટકોમનાં સીઓઓ શરદ ધલે જણાવ્યું કે, પર્યટકો અને શ્રદ્ધાળુઓ માટે ઇશ્યું કરાયેલ સુરક્ષા સલાહનાં કારણે હવાઇ ભાડામાં વધારો થયો છે. આ સલાહ બાદ શ્રીનગરથી બહાર જવા માટે લોકો ઝડપથી બુકિંગ કરવા લાગ્યા છે. રાજ્ય સરકારે શુક્રવારે એક સલાહમાં કહ્યું હતું કે, અમરનાથ યાત્રાને લક્ષ્ય બનાવી આતંકવાદી હૂમલાની ખતરાની ગુપ્ત માહિતી અને ખીણમાં સુરક્ષાની હાલની સ્થિતીને જોતા પર્યટકો અને અમરનાથ યાત્રીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ ખીણમાં પોતાનાં પ્રવાસો ટાળીને શક્ય તેટલા ઝડપથી પરત ફરી જાય.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news