લોકસભા ચૂંટણી 2019: મતગણતરી વખતે હિંસા ભડકી ઉઠે તેવી આશંકા, તમામ રાજ્યો અલર્ટ મોડ પર 

લોકસભા ચૂંટણી 2019 માટે મતગણતરીના એક દિવસ અગાઉ જ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે હિંસાની આશંકાને ધ્યાનમાં રાખીને આજે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને અલર્ટ કર્યા છે. મંત્રાલયનું કહેવું છે કે કેટલાક પક્ષો દ્વારા હિંસા ભડકાવવાના આહ્વાનને જોતા આ પગલું લેવામાં આવ્યું છે. 
લોકસભા ચૂંટણી 2019: મતગણતરી વખતે હિંસા ભડકી ઉઠે તેવી આશંકા, તમામ રાજ્યો અલર્ટ મોડ પર 

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 માટે મતગણતરીના એક દિવસ અગાઉ જ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે હિંસાની આશંકાને ધ્યાનમાં રાખીને આજે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને અલર્ટ કર્યા છે. મંત્રાલયનું કહેવું છે કે કેટલાક પક્ષો દ્વારા હિંસા ભડકાવવાના આહ્વાનને જોતા આ પગલું લેવામાં આવ્યું છે. 

મંત્રાલયે એક નિવેદનમાં એમ પણ કહ્યું છે કે તેમણે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કાયદો અને વ્યવસ્થા તથા શાંતિ જાળવવાનું કહ્યું છે. નિવેદનમાં કહેવાયું છે કે ગૃહ મંત્રાલયે રાજ્યના મુખ્ય સચિવો અને ડીજીપીને આવતી કાલની મતગણતરી મામલે દેશના અલગ અલગ ભાગોમાં  હિંસા ભડકવાની આશંકાને ધ્યાનમાં રાખીને અલર્ટ જારી કરી છે. મંત્રાલયે કહ્યું કે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સાથે સાથે એમ પણ કહેવાયું છે કે તેઓ સ્ટ્રોંગ રૂમ અને મતગણતરીના સ્થળોની સુરક્ષા માટે પુરતા પગલા લે. 

તેમાં કહેવાયું છે કે વિભિન્ન પક્ષો તરફથી મતગણતરીવાળા દિવસે હિંસા ભડકાવવા અને વિધ્ન પેદા કરવા માટે કરાયેલા આહ્વાન અને અપાયેલા નિવેદનો મુદ્દે આ અલર્ટ જાહેર કરાઈ છે. 

જુઓ LIVE TV

એક અધિકારીએ જણાવ્યું કે કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓને સૂચના મળી છે કે કેટલાક સંગઠનો અને વ્યક્તિઓએ, ખાસ કરીને ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર અને ત્રિપુરામાં કેટલાક એવા નિવેદનો આપ્યા છે જેનાથી હિંસા થવાની આશંકા છે અને તેનાથી મતગણતરીની પ્રક્રિયામાં વિધ્ન પેદા થઈ શકે છે. 

અત્રે જણાવવાનું કે લોકસભા ચૂંટણી 2019 સાત તબક્કામાં 11 એપ્રિલના રોજથી શરૂ થઈ હતી અને તેનો છેલ્લો તબક્કો 19મી મેના રોજ પૂરો થયો. આવતી કાલે એટલે કે 23મી મેના રોજ મતગણતરી હાથ ધરાનાર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news