અનલોક-4: 1 સપ્ટેમ્બરથી ચાલુ થઇ શકે દિલ્હી મેટ્રો, પીવાના શોખીનોને પણ મળી શકે છે સારા સમાચાર

આમ આદમીની સુવિધાની દ્વષ્ટિએ પાંચ મહિનાથી બંધ દિલ્હી મેટ્રોની સેવાઓ 31 ઓગસ્ટથી શરૂ થઇ શકે છે. આ સંબંધમાં ગૃહ મંત્રાલય અલગથી ગાઇડલાઇન્સ જાહેર કરી શકે છે. રવિવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ કેન્દ્ર પાસે મેટ્રોને શરૂ કરવાની ભલામણ કરી હતી.

અનલોક-4: 1 સપ્ટેમ્બરથી ચાલુ થઇ શકે દિલ્હી મેટ્રો, પીવાના શોખીનોને પણ મળી શકે છે સારા સમાચાર

નવી દિલ્હી: આમ આદમીની સુવિધાની દ્વષ્ટિએ પાંચ મહિનાથી બંધ દિલ્હી મેટ્રોની સેવાઓ 31 ઓગસ્ટથી શરૂ થઇ શકે છે. આ સંબંધમાં ગૃહ મંત્રાલય અલગથી ગાઇડલાઇન્સ જાહેર કરી શકે છે. રવિવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ કેન્દ્ર પાસે મેટ્રોને શરૂ કરવાની ભલામણ કરી હતી. ત્યારબાદ ડીએમઆરસીએ પણ નિવેદન આપ્યું હતું કે તેને મેટ્રો સેવાઓ શરૂ કરવા માટે પુરી તૈયારીઓ કરી લીધી છે. બસ સરકારની લીલી ઝંડીની રાહ જોવામાં આવી રહી છે. 

સૂત્રોના અનુસાર એક સપ્ટેમ્બરથી શરૂ થઇ રહેલા લોકડાઉનમાં છૂટનો ચોથો તબક્કો 'અનલોક 4'માં મેટ્રો ટ્રેન સેવાઓને સંચાલનની અનુમતિ આપવાની સંભાવના છે પરંતુ સ્કૂલો અને કોલેજોના નજીકના ભવિષ્યમાં ખોલવાની સંભાવના નથી. અધિકારીઓએ સોમવારે આ જાણકારી આપી. 

બાર સંચાલકોને પણ પોતાના કાઉન્ટર પર દારૂ વેચવાની પરવાનગી આપવામાં આવી શકે છે પરંતુ પરવાનગી ગ્રાહકો દ્વારા લે લઇ જવા માટે હશે. અત્યાર સુધી બાર ખોલાવાની અનુમતિ આપવામાં આવી નથી.  

એક અધિકારીએ જણાવ્યું કે કોરના વાયરસ લોકડાઉનમાં ક્રમિક છૂટનો ચોથો તબક્કો 'અનલોક 4'ની જ્યારથી શરૂઆત થશે ત્યારે એક સપ્ટેમ્બરથી મેટ્રો રેલ સેવાઓને પરિચાલનની અનુમતિ આપવામાં આવી શકે છે. 

કોરોના વાયરસ ફેલાતાં રોકવા માટે માર્ચમાં મેટ્રો સેવાઓ બંધ કરવામાં આવી છે. આ મહામારીના લીધે દેશમાં અત્યાર સુધી 31થી વધુ લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે. 

જ્યારથી સરકાર નિર્દેશ આપશે સેવાઓ શરૂ કરવા માટે તૈયાર: ડીએમઆરસી
આ પહેલાં દિલ્હી મેટ્રો રેલ નિગમ (ડીએમઆરસી)એ રવિવારે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે જ્યારે પણ સરકાર નિર્દેશ આપશે, તે પરિચાલન શરૂ કરવા માટે તૈયાર છે. ડીએમઆરસીનું આ નિવેદન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવેદનના એક દિવસ બાદ આપવામાં આવ્યું છે જેમાં તેમણે કહ્યું હતું કે કોવિડ-19થી ઉત્પન્ન થયી સ્થિતિમાં સુધારો દેખાતા પ્રાયોગિક તબક્કે દિલ્હી મેટ્રોની સેવાઓ શરૂ કરવી જોઇએ અને આશા છે કે કેન્દ્ર જલદી આ અંગે નિર્ણય લેશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે 22 માર્ચથી જ મેટ્રો સેવાઓ સ્થગિત છે. સૂત્રોના અનુસાર તેનાથી ડીએમઆરસીને લગભગ 1300 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news