કોંગ્રેસની વચગાળાની અધ્યક્ષ રહેશે સોનિયા ગાંધી, CWC ની બેઠકમાં બની સહમતિ

સોનિયા ગાંધી હાલ કોંગ્રેસની હાલ અધ્યક્ષ બની રહેશે. પાર્ટીમાં નવા અધ્યક્ષ ચૂંટાય ત્યાં સુધી તેમણે આ પદ પર રહેવાનો સ્વિકાર કરી લીધો છે. સોમવારે યોજાયેલી કોંગ્રેસ કાર્ય સમિતિ (CWC) ની બેઠકમાં તેમણે આ પદ પરથી દૂર થવાની વાત કરી હતી.

કોંગ્રેસની વચગાળાની અધ્યક્ષ રહેશે સોનિયા ગાંધી, CWC ની બેઠકમાં બની સહમતિ

નવી દિલ્હી: સોનિયા ગાંધી હાલ કોંગ્રેસની હાલ અધ્યક્ષ બની રહેશે. પાર્ટીમાં નવા અધ્યક્ષ ચૂંટાય ત્યાં સુધી તેમણે આ પદ પર રહેવાનો સ્વિકાર કરી લીધો છે. સોમવારે યોજાયેલી કોંગ્રેસ કાર્ય સમિતિ (CWC) ની બેઠકમાં તેમણે આ પદ પરથી દૂર થવાની વાત કરી હતી. ત્યારબાદ વરિષ્ઠ નેતાઓને વૈકલ્પિક વ્યવસ્થા થાય ત્યાં સુધી પદ પર રહેવાનો આગ્રહ કર્યો હતો. 

મળતી માહિતી અનુસાર સોનિયા ગાંધીનો કાર્યકળ લગભગ એક વર્ષનો હશે. આગામી વર્ષે પાર્ટીનું અધિવેશન થવાનું છે. જેમાં નવા અધ્યક્ષ અને અન્ય પદો પર નિર્ણય થઇ શકે છે. ત્યાં સુધી પાર્ટીની તમામ જવાબદારી સોનિયા ગાંધી અને  CWC સંભાળશે. 

તમને જણાવી દઇએ કે ઘણા વરિષ્ઠ નેતાઓએ પાર્ટીમાં આંતરિક સુધારા અને વધુ મજબૂત અધ્યક્ષ ચૂંટવાની માંગને લઇને સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો. ત્યારબાદ સોનિયા ગાંધીએ સોમવારે CWC ની ઓનલાઇન બેઠક બોલાવી હતી. 

આ બેઠક દરમિયાન સોનિયા ગાંધીએ કહ્યું હતું કે તે હવે પાર્ટીની વચગાળાની અધ્યક્ષ રહેવા માંગતી નથી. ત્યારબાદ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, એકે એન્ટની સહિત ઘણા નેતાઓએ કોઇ વ્યવસ્થા થાય ત્યાં સુધી પદ ન છોડવાનો આગ્રહ કર્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news