RSSના કાર્યકર્તાથી લઇને ભાજપના સંકટ મોચક બનવા સુધી આવું હતું મનોહર પર્રિકરનું જીવન
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રચારકથી દેશના સંરક્ષણ મંત્રી અને ગોવાના મુખ્યમંત્રી પદ સુધી પહોંચેલા પર્રિકરની તેમના તટીય ગૃહ રાજ્ય ગોવામાં છબી એક સામાન્ય અને સાધારણ વ્યક્તિ તરીકેની રહી છે. 63 વર્ષીય પર્રિકરે ચાર વખત ગોવાના મુખ્યમંત્રી તરીકે કામ કર્યું. નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં બનેલી સરકાર દરમિયાન તેઓ સંરક્ષણ મંત્રી પણ રહ્યા. વિવિધ પક્ષો સાથે પણ ખુબ જ મિત્રતા પુર્ણ સંબંધો ધરાવતા પર્રિકર એક ઉમદા વ્યક્તિત્વ હતા. ગોવામાં કોંગ્રેસના ગઢનાં કાંગરા ખેરવવાનું કામ પણ પર્રિકરે જ કર્યું હતું.
Trending Photos
પણજી : રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રચારકથી દેશના સંરક્ષણ મંત્રી અને ગોવાના મુખ્યમંત્રી પદ સુધી પહોંચેલા પર્રિકરની તેમના તટીય ગૃહ રાજ્ય ગોવામાં છબી એક સામાન્ય અને સાધારણ વ્યક્તિ તરીકેની રહી છે. 63 વર્ષીય પર્રિકરે ચાર વખત ગોવાના મુખ્યમંત્રી તરીકે કામ કર્યું. નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં બનેલી સરકાર દરમિયાન તેઓ સંરક્ષણ મંત્રી પણ રહ્યા. વિવિધ પક્ષો સાથે પણ ખુબ જ મિત્રતા પુર્ણ સંબંધો ધરાવતા પર્રિકર એક ઉમદા વ્યક્તિત્વ હતા. ગોવામાં કોંગ્રેસના ગઢનાં કાંગરા ખેરવવાનું કામ પણ પર્રિકરે જ કર્યું હતું.
એક મધ્યવર્ગીય પરિવારમાં 13 ડિસેમ્બર, 1955નાં રોજ જન્મેલા પર્રિકરે સંઘના પ્રચારક તરીકે પોતાની રાજનીતિ શરૂ કરી હતી. તેમણે આઇઆઇટી મુંબઇથી એન્જિનિયરિંગ કર્યું અને ત્યાર બાદ પણ સંઘ માટે કામ ચાલુ રાખ્યું. તેઓ શાળાના અંતિમ દિવસોમાં આરએસએસનાં મુખ્ય શિક્ષક બની ગયા હતા. પર્રિકરે સંઘની સાથે પોતાની લાગણી મુદ્દે ક્યારે પણ તેમણે પરેશાની અનુભવી નહોતી. સંઘ દ્વારા આયોજીત સંચાલનમાં કરવામાં આવતી એમની એક તસ્વીર તેની પૃષ્ટી કરે છે, જેમાં તેઓ સંઘના ગણવેશમાં લાઠી સાથે જોવા મળે છે.
આઇઆઇટીમાંથી અભ્યાસ પુર્ણ કર્યા બાદ તેઓ 26 વર્ષની ઉંમરમાં માપુસામાં સંઘસંચાલક બની ગયા. તેમણે સંરક્ષણ મંત્રી તરીકે પોતાનાં કાર્યકાળમાં પાકિસ્તાન કબ્જાવાળા કાશ્મીરમાં ભારતીય સેનાની સર્જીકલ સ્ટ્રાઇકનો શ્રેય પણ સંઘને આપ્યો હતો. એવું માનવામાં આવે છે કે રાજ્યમાં સૌથી જુના ક્ષેત્રીય રાજનીતિક દળ મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટીને અટકાવવા માટે ભાજપે પર્રિકરને રાજનીતિમાં ખેંચ્યા હાત. પર્રિકર ચૂંટણીની રાજનીતિમાં 1994માં પ્રવેશ્યા હતા. જ્યારે તેમણે પણજી વિધાનસભા ક્ષેત્રથી ભાજપની ટીકિટ પર ચુંટણી લડી હતી.
જ્યારે જુનથી નવેમ્બર 1999 સુધી ગોવા વિધાનસભામાં વિપક્ષનાં નેતા રહ્યા હતા. તેમણે તત્કાલીન કોંગ્રેસ સરકારની વિરુદ્ધ પોતાના તેજાબી ભાષણો કારણે જાણીતા બન્યા હતા. તેઓ પહેલીવાર 24 ઓક્ટોબર 2000નાં રોજ ગોવાના મુખ્યમંત્રી બન્યા પરંતુ તેમનો કાર્યકાળ 27 ફેબ્રુઆરી, 2002 સુધી જ ચાલ્યો. ત્યાર બાદ પાંચ જુન 2002થી તેમને ફરી પસંદ કરવામાં આવ્યા. તેમણે મુખ્યમંત્રી તરીકે સેવાઓ આફી. ચાર ભાજપ ધારાસભ્યોના 29 જાન્યુઆરી 2005ના રોજ રાજીનામા બાદ તેમની સરકાર લઘુમતીમાં આવી ગઇ.
ત્યાર બાદ કોંગ્રેસના પ્રતાપસિંહ રાણે, પર્રિકરનાં સ્થાને ગોવાના મુખ્યમંત્રી બન્યા. પર્રિકરનાં નેતૃત્વવાળી ભાજપને 2007માં દિગમ્બર કામનાં નેતૃત્વાળી કોંગ્રેસ સામે પરાજીત થવું પડ્યું. જો કે 2012 રાજ્યમાં પર્રિકરની લોકપ્રિયતાની લહેર આવી અને તેમણે પોતાની પાર્ટીને વિધાનસભાની 40માંથી 21 સીટો પર વિજય અપાવ્યો. તેઓ ફરીથી મુખ્યમંત્રી બન્યા. ભાજપની જીતની લય 2014માં પણ જળવાય રહ્યો જ્યારે પાર્ટીએ લોકસભા
ચૂંટણીમાં પણ જીત પ્રાપ્ત કરી અને કેન્દ્રમાં સરકાર બનાવી.
કેન્દ્રમાં મોદી સરકાર બન્યા બાદ પર્રિકરને નવેમ્બર 2014માં સંરક્ષણમંત્રીનું પદ સોંપવામાં આવ્યું. તેઓ 2017 સુધી કેન્દ્રીય મંત્રીમંડળમાં રહ્યા. ગોવા વિધાનસભા ચુંટણીમાં પાર્ટીએ બહુમતી પ્રાપ્ત નહોતા કરી શકવાનાં કારણે તેઓ માર્ચ 2017માં રાજ્ય પરત ફર્યા અને ગોવા ફોરવર્ડ પાર્ટી અને એજીપી જેવા દળોને ગઠબંધન સહયોગી બનાવવામાં સફળ રહ્યા. રાજ્યમાં એકવાર ફરી તેમની સરકાર બની. ફેબ્રુઆરી 2018 બાદથી તેમની તબિયત લથડવા લાગી. તેમને અગ્નાશયનું કેન્સર હોવાનું નિદાન થયું. જેથી સારવાર માટે મુંબઇ અને ત્યાર બાદ અમેરિકા લઇ જવામાં આવ્યા.
સારવાર લઇને પરત ફર્યા બાદ પર્રિકરે ફરીથી કામ ચાલુ કર્યું. 12 દિવસીય વિધાનસભા સત્રમાં પણ હાજર રહ્યા. ઓગષ્ટનાં બીજા અઠવાડીયે તેમની ફરીથી સારવાર ચાલુ થઇ અને તેઓ ફરી એકવાર અમેરિકા ગયા અને થોડા દિવસો બાદ પરત ફર્યા. તેઓ ફરી અમેરિકા ગયા ત્યાર બાદ તેમને દિલ્હીની એમ્સમાં દાખલ કરવામાં આવ્યા. ગત્ત થોડા સમયથી તેઓ પોતાનાં ડાઉના પૌલા ખાતેનાં પોતાના ઘરે જ રહેવા લાગ્યા હતા. અહીં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે