સપાએ બહાર પાડ્યો 'વિઝન ડોક્યુમેન્ટ', ભાજપને માત આપવા ચૂંટણી ઢંઢેરામાં મોટા મોટા વાયદા

કોંગ્રેસ બાદ લોકસભા ચૂંટણી 2019માં મહાગઠબંધનમાં સામેલ સમાજવાદી પાર્ટીએ આજે લખનઉમાં પોતાનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો. સમાજવાદી પાર્ટીના કાર્યાલયમાં સપા અધ્યક્ષ અખિલેશ યાદવે ઘોષણા પત્ર બહાર પાડ્યું. તેમની સાથે પાર્ટીના પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરી પણ હાજર હતાં. આ દરમિયાન તેમણે વારંવાર સામાજિક ન્યાયથી મહાપરિવર્તનના વાત દોહરાવી. સપાએ પોતાના ઘોષણા પત્રને 'વિઝન ડોક્યુમેન્ટ' નામ આપ્યું છે. 
સપાએ બહાર પાડ્યો 'વિઝન ડોક્યુમેન્ટ', ભાજપને માત આપવા ચૂંટણી ઢંઢેરામાં મોટા મોટા વાયદા

લખનઉ: કોંગ્રેસ બાદ લોકસભા ચૂંટણી 2019માં મહાગઠબંધનમાં સામેલ સમાજવાદી પાર્ટીએ આજે લખનઉમાં પોતાનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો. સમાજવાદી પાર્ટીના કાર્યાલયમાં સપા અધ્યક્ષ અખિલેશ યાદવે ઘોષણા પત્ર બહાર પાડ્યું. તેમની સાથે પાર્ટીના પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરી પણ હાજર હતાં. આ દરમિયાન તેમણે વારંવાર સામાજિક ન્યાયથી મહાપરિવર્તનના વાત દોહરાવી. સપાએ પોતાના ઘોષણા પત્રને 'વિઝન ડોક્યુમેન્ટ' નામ આપ્યું છે. 

સામાજિક ન્યાયથી મહાપરિવર્તન
આ દરમિયાન સપા અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે અમે આ વખતે અમીરને અમીર અને ગરીબને ગરીબ બનતા રોકવા માટે સામાજિક ન્યાયથી મહાપરિવર્તનનો રસ્તો કાઢ્યો છે. સામાજિક ન્યાયથી મહાપરિવર્તન પર આધારિત અમારો આ ડોક્યુમેન્ટ જનતાને સમર્પિત છે. 

ઘોષણા પત્રમાં અનેક વચનો
સપાએ પોતાના ઘોષણા પત્રમાં સમાજવાદી પેન્શન યોજના હેઠળ જરૂરિયાતવાળા પરિવારોની મહિલાઓને 3000 રૂપિયા પ્રતિમાસ આપવાનું વચન આપ્યું છે. અખિલેશે અઢી કરોડથી વધુની સંપત્તિવાળા પર બે ટકા વધારાનો ટેક્સ લગાવવાનો, જીડીપીના 6 ટકા શિક્ષા પર  ખર્ચ કરવા સહિતના અનેક પોઈન્ટનો સમાવેશ કર્યો છે. આ સાથે જ જો સત્તામાં આવશે તો ખેડૂતોનું 100 ટકા દેવું માફ કરવાની વાત પણ ઘોષણા પત્રમાં ઉલ્લેખાયેલી છે. 

તમામ વર્ગોના હિતોનો ખ્યાલ
સપાના વિઝન ડોક્યુમેન્ટને રજુ કરવા દરમિયાન તેમણે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યાં. અખિલેશ યાદવની પાર્ટીએ ચૂંટણી ઢંઢેરો બહાર પાડતા કહ્યું કે અમીરી ગરીબીની ખાઈ ખુબ જ ઊંડી થઈ ગઈ છે. અમે તમામ વર્ગોના હિતોનો ખ્યાલ રાખીશું. સામાજિક ન્યાયથી મહાપરિવર્તન નવી દિશા- એક નવી આશા સાથે અમે લક્ષ્યાંક નક્કી કર્યા છે. 

બધાનો સાથ બધાનો વિકાસ
મહાગઠબંધન પર ફરી એકવાર બોલતા તેમણે કહ્યું કે બધાના સાથ બધાના વિકાસ માટે એકસાથે આવવું પડશે. અમે તો ખેડૂતોનું પૂરેપૂરું દેવું માફ કરવાના પક્ષમાં છીએ. તેમણે કહ્યું કે મહિલાઓને બરાબરીનું સન્માન આપ્યાં વગર વિકાસ અધૂરો છે. સપા-બસપા-આરએલડી ગઠબંધન જનતા સાથે સીધો સંવાદ કરે છે. 

સેનામાં અહીર રેજિમેન્ટ બને
સપા અધ્યક્ષે કહ્યું કે સામાજિક ન્યાયથી મહાપરિવર્તનને જનતા વચ્ચે લઈ જવાનું કામ પુસ્તકોના માધ્યમથી કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે સેનામાં અહીર રેજિમેન્ટ બને. 

જુઓ LIVE TV

યુપીમાંથી બને નવા વડાપ્રધાન
પીએમ પદની દાવેદારી પર તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશે અનેક વડાપ્રધાન આપ્યા છે. જો યુપીમાંથી કોઈ આ વખતે પણ પીએમ બનશે તો મને ખુબ આનંદ થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news