Viral Video : શું રેલી માટે રૂપિયા આપીને લોકોને બોલાવાયા?

ચૂંટણીમાં મતદારોને આકર્ષવા, તેમને મતદાન કેન્દ્ર સુધી લઈ આવવા, રેલીઓ અને સભામાં ભીડ એકઠી કરવા માટે દરેક પક્ષ યેનકેન પ્રકારે પ્રયાસો કરતા હોય છે. ત્યારે રૂપિયા આપીને ભીડ એકઠીને કરાતો પ્રયાસ તેમાં સૌથી જૂનો છે, ત્યારે આણંદનો આવો જ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં કોંગ્રેસના નેતા દ્વારા રૂપિયા આપી ભીડ એકઠી કરવામાં આવી રહી છે. 

Viral Video : શું રેલી માટે રૂપિયા આપીને લોકોને બોલાવાયા?

લાલજી પાનસુરીયા/આણંદ :ચૂંટણીમાં મતદારોને આકર્ષવા, તેમને મતદાન કેન્દ્ર સુધી લઈ આવવા, રેલીઓ અને સભામાં ભીડ એકઠી કરવા માટે દરેક પક્ષ યેનકેન પ્રકારે પ્રયાસો કરતા હોય છે. ત્યારે રૂપિયા આપીને ભીડ એકઠીને કરાતો પ્રયાસ તેમાં સૌથી જૂનો છે, ત્યારે આણંદનો આવો જ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં કોંગ્રેસના નેતા દ્વારા રૂપિયા આપી ભીડ એકઠી કરવામાં આવી રહી છે. 

ગઈકાલે આણંદ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકી ઉમેદવારી ફોર્મ ભરવા ગયા હતા તે સમયનો આ વીડિયો છે. જેમાં કોંગ્રેસના કાર્યકરો લોકોને રૂપિયા આપતા નજરે ચઢે છે. તેઓ કવરમાં લોકોને રૂપિયા આપી રહ્યાં છે. આમ, રૂપિયા દ્વારા ભીડ એકઠી કરાઈ હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, લોકો રૂપિયા લેવા માટે રીતસરની પડાપડી કરી રહ્યા છે. રૂપિયા લેવા માટે રસ્તા પરથી પસાર થતા લોકો પણ ત્યાં ઉભા રહીને આખો નજારો જોઈ રહ્યાં છે. 

ચૂંટણીટાંણે રૂપિયા આપી પબ્લિક ભેગી કરી શક્તિ પ્રદર્શનનો પ્રયાસ કોંગ્રેસના ઉમેદવાર દ્વારા કરવામા આવ્યો હોય, તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જોકે, ZEE 24 કલાક આ વીડિયોની પુષ્ટિ કરતુ નથી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news