Assam Floods: શિવસેનાના બળવાખોર MLAs એ લીધો મોટો નિર્ણય, અસમ પૂર પીડિતો માટે 51 લાખ રૂપિયા દાન આપ્યું

Assam floods update: મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલ મચાવી દેનારા શિવસેનાના બળવાખોર ધારાસભ્યો હાલ ગુવાહાટીમાં છે. 

Assam Floods: શિવસેનાના બળવાખોર MLAs એ લીધો મોટો નિર્ણય, અસમ પૂર પીડિતો માટે 51 લાખ રૂપિયા દાન આપ્યું

Assam floods update: મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલ મચાવી દેનારા શિવસેનાના બળવાખોર ધારાસભ્યો હાલ ગુવાહાટીમાં છે. તેમણે અસમમાં પૂર રાહત કાર્યો માટે 51 લાખ રૂપિયાનું દાન આપ્યું છે. અત્રે જણાવવાનું કે છેલ્લા એક અઠવાડિયાથી શિવસેનાના આ બળવાખોર ધારાસભ્યો ગુવાહાટીમાં ડેરો જમાવીને બેઠા છે. શિવસેનાના મંત્રી એકનાથ શિંદેના નેતૃત્વમાં આ વિધાયકોએ બળવો પોકાર્યો છે. 

51 લાખ રૂપિયાનું દાન
અસમના મોટાભાગના વિસ્તારોમાં પૂર વચ્ચે ગુવાહાટીની લક્ઝરી હોટલમાં રોકાણ અંગેની આકરી આલોચના ઝેલી રહેલા બળવાખોર ધારાસભ્યોના પ્રવક્તા દીપક કેસરકરે કહ્યું કે પૂર રાહત કાર્યમાં અમારા યોગદાન તરીકે શિંદેએ અસમ મુખ્યમંત્રી રાહત કોષમાં 51 લાખ રૂપિયા દાન કર્યા છે. અમે અહીંના લોકોની સમસ્યાઓને નજરઅંદાજ કરી શકીએ નહીં. એકનાથ શિંદેએ પણ ટ્વીટ કરીને આ જાણકારી આપી. 

— Eknath Shinde - एकनाथ शिंदे (@mieknathshinde) June 29, 2022

કેસરકરે કહ્યું કે મહારાષ્ટ્રના રાજ્યપાલ બી એસ કોશ્યારીએ ગુરુવારે વિધાનસભામાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી મહાવિકાસ આઘાડીને વિશ્વાસ મતનો સામનો કરવા કહ્યું છે. આથી બળવાખોર ધારાસભ્યોએ ગુવાહાટીથી મુંબઈ પાસે કોઈ સ્થળે જવાનો નિર્ણય લીધો છે. 

ગોવાની એક હોટલમાં રોકાશે
હાલ ધારાસભ્યો ગુવાહાટીથી રવાના થઈ ગયા છે. શિંદેના એક નીકટના સહયોગીએ જણાવ્યું કે વિધાયકોનો સમૂહ ગોવાની એક હોટલમાં રોકાશે અને ગુરુવારે સવારે સાડા નવ વાગે મુંબઈ પહોંચશે. કેસરકરે કહ્યું કે અમે એક સ્થળ પર રોકાઈશું જે મુંબઈથી હવાઈ માર્ગથી લગભગ એક કલાકના અંતરે છે જેથી કરીને અમે સદનમાં વિશ્વાસ મત માટે સુવિધાજનક રીતે પહોંચી શકીએ. અમે વિશ્વાસ મતની માગણી લાંબા સમયથી કરી રહ્યા હતા. 

ઉદ્ધવ ઠાકરે પ્રત્યે નિરાશા વ્યક્ત કરી
શિવસેના અધ્યક્ષ અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પ્રત્યે નિરાશા વ્યક્ત કરતા તેમણે કહ્યું કે પાર્ટીના વિધાયકો તેમને એનસીપી અને કોંગ્રેસનો સાથ છોડવાનું કહી રહ્યા હતા પરંતુ તેમણે ક્યારેય તેમની વાત સાંભળી નહીં. કેસરકરે કહ્યું કે શિવસેનાના મોટાભાગના વિધાયકોએ આ બંને પાર્ટીઓથી અંતર જાળવવાનું નક્કી કર્યું છે. આથી શિવસેનાના જે બાકી વિધાયક તેમની (ઠાકરે) સાથે છે, તેમણે વિશ્વાસ મત દરમિયાન અમારા સચેતકની વાત માનવી પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news