Homemade Hair Oil: નાની ઉંમરમાં આવી ગયા સફેદ વાળ, તો આ હેર ઓઇલ દૂર કરશે તમારી સમસ્યા
How to make Homemade Hair Oil: માર્કેટમાં મળતા આકર્ષક દેખાતા હેર ઓઇલ વાળ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. એટલા માટે ઘરમાં જ બનાવો હોમમેડ હેર આઇલ જે તમેન સફેદ વાળની સમસ્યાથી છૂટકારો તો અપાવશે સાથે સાથે વાળનો ગ્રોથ વધારવા અને લાંબા બનાવવામાં પણ મદદ કરશે.
Trending Photos
Homemade Hair Oil: લાંબા સમય સુધી વાળને કાળા, લાંબા અને જાડા બનાવી રાખવા માટે તેલ લગાવવું ખુબ જ જરૂરી છે. પરંતુ, જો તમે માર્કેટમાં મળતા હેર ઓઇલનો ઉપયોગ કરો છો, તો પહેલા એકવાર આ સમાચાર જરૂરથી વાંચી લો. કેમ કે, માર્કેટમાં મળતા હેર ઓઇલમાં કેમિકલ હોઈ શકે છે, જે તમારા વાળને નુકસાન પહોંચાડી શકે છે. તેની જગ્યાએ તમે ઘરમાં બનાવેલા હોમમેડ હેર ઓઇલનો ઉપયોગ કરી શકો છો. આ હોમમેડ હેર ઓઇલથી લાંબો સમય સુધી તમારા વાળ કાળા તો રહેશે જ સાથે સાથે હેર ગ્રોથ પણ સારી રીતે થશે.
જોકે, વાળને કાળા, લાંબા અને જાડા બનાવતા હોમમેડ હેર ઓઇલ બનાવવી રીત જાણતા પહેલા જાણો કયા કારણોથી નાની ઉંમરમાં વાળ સફેદ થઈ જાય છે...
White Hair Reasons: નાની ઉંમરમાં કેમ આવે છે સફેદ વાળ?
- તણાવ
- ઓટોઇમ્યુન ડિસીઝ
- આનુવંશિક
- થાઇરોઇડ ડિસઓર્ડર
- વિટામિન B12 ની ઉણપ
- માથામાં અવરોધાતો લોહીનો પ્રવાહ
- Homemade Hair Oil: કેવી રીતે બનાવવું હોમમેડ હેર ઓઇલ?
ઉપર જણાવેલા સફેદ વાળના કેટલાક કારણોને હેર ઓઇલની મદદથી દૂર કરી શકાય છે અને સફેદ વાળથી છૂટકારો મળેવી શકાય છે. આવો વાળ માટે ફાયદાકારક હોમમેડ હેર ઓઇલ બનાવવાની રીત જાણીએ....
સૌ પહેલા 1 ચમચી ચા પત્તી લો અને તેને ક્રશ કરી તેનો બારીક પાવડર બનાવો.
- ત્યારબાદ 1 ચમચી કોફી પાવડર લઇ તેને પણ એકદમ બારીક બનાવી દો.
- ત્યારબાદ 2 ચમચી નારિયેળનું તેલ લો અને તેમાં 5-6 ટીપા લિંબુનો રસ મિક્ષ કરો. (જોકે, અહીં તમે નારિયેળના તેલની જગ્યાએ સરસવનું તેલ અથવા ઓલિવ તેલનો પણ ઉપયોગ કરી શકો છો. )
- ત્યારબાદ આ મિશ્રણમાં ચા પત્તી અને કોફી પાવડર મિક્ષ કરો.
- આ મિશ્રણને થોડીવાર ગરમ કરો અને ત્યારબાદ 2 થી 3 કલાક તેને ઠંડુ થવા માટે રહેવા દો.
- ત્યારબાદ આ મિશ્રણને ગાળીને એક બોટલમાં ભરી દો અને અઠવાડિયામાં 3 વાર તેને વાળમાં લગાવો.
- ઉલ્લેખનીય છે કે આ મિશ્રણને 1 મહિના સુધી સ્ટોર કરી શકાય છે.
Homemade Hair Oil Benefits: હોમમેડ હેર ઓઇલના ફાયદા
જો તમે ઉપર જણાવેલા હોમમેડ હેર ઓઇલનો ઉપયોગ કરો છો તો તેનાથી શું ફાયદા થશે તે પણ જાણી લો...
- લાંબા સમય સુધી સફેદ વાળથી છૂટકારો મળશે
- સફેદ વાળ ફરીથી કાળા થઈ શકે છે
- ડ્રાય હેરથી છૂટકારો મળશે
- આ હોમમેડ હેર ઓઇલથી હેર ફોલ ઘટી જાય છે
- વાળ જાળા બને છે.
- હેર ગ્રોથ ઝડપથી થશે અને વાળ લાંબા રહેશે
- ડેન્ડ્રફ દૂર થશે
Disclaimer:
આ માહિતીની ચોકસાઈ, સમયબદ્ધતા અને વાસ્તવિકતાની ખાતરી કરવાના તમામ સંભવ પ્રયાસ કરવામાં આવ્યા છે. જોકે, તેની નૈતિક જવાબદારી ZEE 24 Kalak ની નથી. અમારું તમને વિનમ્ર નિવેદન છે કે કોઈપણ ઉપાયને અપનાવતા પહેલા તમારા ડોક્ટરનો જરૂરથી સંપર્ક કરો. અમારો ઉદેશ્ય માત્ર તમને માહિતી આપવાનો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે