Maharashtra Political Crisis: રાજકીય સંકટ વચ્ચે ઉદ્ધવ ઠાકરેનું ઇમોશનલ કાર્ડ, કહ્યું- 'તમે કહેશો તો હું પાર્ટી છોડવા તૈયાર છું'

મુંબઇમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સતત સરકાર અને શિવસેના બચાવવાના પ્રયાસ કરી રહ્યા છે. હાલ, મહાવિકાસ આઘાડીમાં સામેલ શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસની બેઠકોનો દોર ચાલી રહ્યો છે.

Maharashtra Political Crisis: રાજકીય સંકટ વચ્ચે ઉદ્ધવ ઠાકરેનું ઇમોશનલ કાર્ડ, કહ્યું- 'તમે કહેશો તો હું પાર્ટી છોડવા તૈયાર છું'

નવી દિલ્હી: મહારાષ્ટ્રના રાજકારણ માટે આજનો દિવસ ખુબ જ મહત્વનો સાબિત થઈ શકે છે. એક તરફ 40 થી વધુ શિવસેના ધારાસભ્યોના સમર્થનનો દાવો કરી રહેલા એકનાથ શિંદે ગુવાહાટીમાં છે. તેમણે રાષ્ટ્રીય દળનો ઉલ્લેખ કરી ચર્ચાઓ તેજ કરી દીધી છે. ત્યારે મુંબઇમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સતત સરકાર અને શિવસેના બચાવવાના પ્રયાસ કરી રહ્યા છે. હાલ, મહાવિકાસ આઘાડીમાં સામેલ શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસની બેઠકોનો દોર ચાલી રહ્યો છે.

પાર્ટીથી અલગ થવા તૈયાર છું: ઉદ્ધવ
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે જો તમને લાગે છે કે હું બેકાર છું અને પાર્ટી ચલાવવામાં અસમર્થ છું, તો મને કહો. હું પોતાને પાર્ટીથી અલગ કરવા માટે તૈયાર છું. તમે જણાવી શકો છો. તમે અત્યાર સુધી મારું સન્માન કર્યું કેમ કે બાલા સાહેબે કહ્યું હતું. જો તમે કહેશો કે હું અસમર્થ છું, તો હું આ સમયે પાર્ટી છોડવા તૈયાર છું.

બળવાખોર નેતાઓ માટે ઉદ્ધવ ઠાકરેએ કહી આ વાત
મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, કોંગ્રેસ અને એનસીપી આજે આપણું સમર્થન કરી રહ્યા છે. શરદ પવાર અને સોનિયા ગાંધીએ આપણું સમર્થન કર્યું છે. પરંતુ અમારી જ પાર્ટીના લોકો અમારી પઠીમાં છરો મારી રહ્યા છે. અમે આ લોકોને ટિકિટ આપી જે જીતી શક્તા નથી અને અમે તેમને વિજતા બનાવ્યા. તે લોકોએ આજે અમારી પઠીમાં છરો માર્યો છે.

બળવાખોર ધારાસભ્યોની સદસ્યતા થશે રદ, વિધાનસભામાં બેઠક ચાલુ
એકનાથ શિંદે જૂથના 16 બળવાખોર ધારાસભ્યની સદસ્યતા પર નિર્ણય લેવા માટે વિધાનસભા સચિવાલયમાં બેઠક ચાલી રહી છે.

ઇમોશનલ કાર્ડ બાદ શિંદે જૂથનો મોટો દાવ
ઉદ્ધવની ભાવુક અપીલ બાદ બળવાખોર શિવસેના નેતા એકનાથ શિંદે શુક્રવારના એક અન્ય બળવાખોર નેતા યશવંત જાધવની પત્ની શિવસેના નેતા યામિની જાધવને એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં યામિનીએ જણાવ્યું કે તે બળવાખોર શિબિર કેમ સામેલ થઈ છે.

હવે શું હશે ઉદ્ધવ ઠાકરેનું આગામી પગલું
ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારના ફરી એનસીપી પ્રમુખ અને મહારાષ્ટ્રની રાજનીતિના ચાણક્ય શરદ પવાર સાથે મુલાકાત કરી અને લગભગ બે કલાક મંથન કર્યું. હવે જોવાની વાત એ છે કે ઉદ્ધવ ઠાકરેનું આગામી પગલું શું હશે? કેમ કે આ પહેલા પવાર સાથે પહેલી મિટિંગ બાદ ઉદ્ધવ પાંચ મોટા નિર્ણય લઇ ચુક્યા છે.

ડેપ્યુટી સ્પીકરે એડવોકેટ જનરલને બોલાવ્યા
શિવસેનાએ 16 બળવાખોર ધારાસભ્યને અયોગ્ય જાહેર કરવાની માંગ માટે ડેપ્યુટી સ્પીકરને પત્ર લખ્યો છે. જે બાદ ડેપ્યુટી સ્પીકર નરહરિ જિરવાલે સલાહ લેવા માટે એડવોકેટ જનરલ આશુતોષ કુંભકોણીને વિધાનસભામાં બોલાવ્યા છે. હવે જોવાની વાત હશે કે ડેપ્યુટી સ્પીકર શું પગલા ઉઠાવશે.

શિંદે જૂથે ડેપ્યુટી સ્પીકરને હટાવવાની બનાવી યોજના
સૂત્રોનું કહેવું છે કે શિંદે જૂથના ધારાસભ્યોએ બેઠકમાં ડેપ્યુટી સ્પીકર નરહરિ જિરવાલને હટાવવાનો પ્રસ્તાવ લેવાની યોજના બનાવી છે. બળવાખોર જૂથના 46 ધારાસભ્યોના હસ્તાક્ષરથી પ્રસ્તાવ તૈયાર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આદિત્ય ઠાકરે આવતીકાલે કાર્યકર્તાઓને કરશે સંબોધિત
આવતીકાલે સાંજે 6 વાગે આદિત્ય ઠાકરે શિવસેના કાર્યકર્તાઓને સંબોધિત કરશે. બીજી તરફ આવતીકાલે ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસ સહયોગી દળના નેતાઓ સાથે બેઠક કરશે. ફડણવીસ આવતીકાલે સવારે 11 વાગે અઠાવલે સાથે મુલાકાત કરશે.

ઉદ્ધવ અને શરદ પવાર વચ્ચે બે કલાક ચાલ્યું મંથન
માતોશ્રીમાં સીએમ ઉદ્ધવ ઠાકરે અને એનસીપી પ્રમુખ શરદ અને અજીત પવાર વચ્ચે બેઠક પૂર્ણ થઈ ગઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે, કોરોનાના કારણે ઉદ્ધવે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠકમાં ભાગ લીધો. લગભગ બે કલાક મંથન ચાલ્યું. આ બેઠકમાં સંજય રાઉત સહિત ઘણા શિવસેના નેતાઓએ ભાગ લીધો હતો.

ઉદ્ધવને રાજીનામાની સલાહ આપી શકે છે શરદ પવાર
મીડિયા રિપોર્ટ્સ અનુસાર માતોશ્રીની અંદર ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠક દરમિયાન શરદ પવાર તેમને રાજીનામાની સલાહ આપી શકે છે. એનસીપી નેતાએ કહ્યું કે, શિંદે જૂથ પાસે બહુમત છે. એવામાં આ મામલો વધારે ખેંચાશે તો એમવીએ સરકાર સંકટમાં આવી જશે. આ ક્રમમાં આવતીકાલે શિવસેનાએ રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બોલાવી છે.

માતોશ્રી બહાર શિવસૈનિક
માતોશ્રીમાં ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠક ચાલી રહી છે તો બીજી તરફ માતોશ્રી બહાર શિવસૈનિક ઢોલ-નગાડા સાથે મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. મોટી સંખ્યામાં શિવસૈનિક ઉદ્ધવ ઠાકરેને સપોર્ટ કરવા ભેગા થયા છે.

શિવસેનાની મહત્વની બેઠક
રાજકીય સંકટ વચ્ચે શિવસેના આવતીકાલે 1 વાગ્યે બેઠક કરશે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠક મહત્વની સાબિત થઈ શકે છે.

રસ્તા પર શિવસૈનિકોનો હંગામો
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે શિવસૈનિક હવે રસ્તા પર જોવા મળી રહ્યા છે. હાલમાં મુંબઇના સાકીનાકામાંથી હંગામાની કેટલીક તસવીરો સામે આવી છે. મહારાષ્ટ્ર GDP એ તમામ પોલીસ સ્ટેશનોને એલર્ટ રહેવા કહ્યું છે. પોલીસને કોઈ મોટો સંકટની આશંકા છે.

16 ધાસાસભ્યની સદસ્યતા થઈ શકે છે રદ્દ
મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર નરહરિ જિરાવલ વિધાનસભા ભવન પહોંચી ગયા છે. જણાવી દઇએ કે શિવસેના ધારાસભ્યોએ તેમના 16 બળવાખોર ધારાસભ્યોની સદસ્યતા રદ્દ કરવાની માંગ કરી છે.

શિંદે જૂથના ધારાસભ્યની ઓફિસ પર હુમલો
શિંદે જૂથના ધારાસભ્ય મંગેશ કુડાલકરની ઓફિસ પર હુમલો થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલો શિવસેનાએ કર્યો છે.

શિંદે જૂથ સાથે 5 સાંસદ
એકનાથ શિંદે જૂથ હવે પોતાની જાતને મજબૂત બાતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અત્યાર સુધી દાવો કરવામાં આવી રહ્યો હતો કે 42 ધારાસભ્યોનું સમર્થન તેમની પ્રાપ્ત છે. પરંતુ હવે કહેવામાં આવી રહ્યું છે કે શિંદે જૂથને 5 સાંસદોનું પણ સમર્થન પ્રાપ્ત છે.

માતોશ્રીમાં મહત્વની બેઠક
ઉદ્ધવ ઠાકરેથી મળવા જશે અજિત પવાર, સાંજે 6.30 કલાકે માતોશ્રીમાં થશે મહત્વની બેઠક

એકનાથ શિંદેનો નવો વીડિયો

— Zee News (@ZeeNews) June 24, 2022

શિંદેએ દિલ્હી જવાનો પ્લાન કર્યો કેન્સલ
મહારાષ્ટ્રના બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદેનો નવો વીડિયો સામે આવ્યો છે. પહેલા સમાચાર આવ્યા હતા કે તેઓ દિલ્હી જઈ રહ્યા છે, પરંતુ નવો વીડિયો સામે આવ્યા બાદ જણાવવામાં આવી રહ્યું છે કે તેમણે દિલ્હી જવાનો તેમનો પ્લાન કેન્સલ કર્યો છે. હાલ તેઓ ગુવાહાટીની હોટલમાં જ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news