Maharashtra Political Crisis: શિવસેના ભંગાણના આરે, ઉદ્ધવ-રાઉતના આકરા પ્રહાર છતાં BJP મૌન કેમ?

મહારાષ્ટ્રમાં હાલ શિવસેના વિરુદ્ધ શિંદેની લડત હવે શિવસેના પર કબજાની લડાઈમાં ફેરવાતી જોવા મળી રહી છે. શિવસેનાના 55 ધારાસભ્યોમાંથી બે તૃતિયાંશ એટલે કે 37થી વધુ વિધાયકો પોતાની સાથે હોવાથી ગદગદ થઈ ગયેલા એકનાથ શિંદે હવે એવો દાવો કરી રહ્યા છે કે પાર્ટીના 40થી વધુ વિધાયકો તેમની સાથે છે અને આગળ પાર્ટીના વધુ વિધાયકો તેમની સાથે જોડાઈ શકે છે. 

Maharashtra Political Crisis: શિવસેના ભંગાણના આરે, ઉદ્ધવ-રાઉતના આકરા પ્રહાર છતાં BJP મૌન કેમ?

Maharashtra Political Crisis: મહારાષ્ટ્રમાં હાલ શિવસેના વિરુદ્ધ શિંદેની લડત હવે શિવસેના પર કબજાની લડાઈમાં ફેરવાતી જોવા મળી રહી છે. શિવસેનાના 55 ધારાસભ્યોમાંથી બે તૃતિયાંશ એટલે કે 37થી વધુ વિધાયકો પોતાની સાથે હોવાથી ગદગદ થઈ ગયેલા એકનાથ શિંદે હવે એવો દાવો કરી રહ્યા છે કે પાર્ટીના 40થી વધુ વિધાયકો તેમની સાથે છે અને આગળ પાર્ટીના વધુ વિધાયકો તેમની સાથે જોડાઈ શકે છે. 

શું છે ભાજપની રણનીતિ?
ઉદ્ધવ ઠાકરે પર હિન્દુત્વ છોડવાનો આરોપ લગાવતા શિંદે હવે બાળાસાહેબ ઠાકરેના વારસા, શિવસેા અને તેમના ચૂંટણી ચિન્હ સુદ્ધા પર પોતાની દાવેદારી જતાવી રહ્યા છે. જ્યારે મહારાષ્ટ્રમાં ગઠબંધન સરકારમાં સામેલ એનસીપીના સુપ્રીમો શરદ પવારે પણ શિવસેનાના સુરમાં સુર મેળવતા આ રાજકીય ધમાલ માટે સીધી રીતે ભાજપને જવાબદાર ઠેરવી દીધુ. પરંતુ જે ભાજપ પર તેઓ આ આરોપ લગાવી રહ્યા છે તે પણ હવે તેને શિવસેનાનો આંતરિક મામલો ગણાવીને આ લડતના અંતિમ પરિણામની રાહ જોઈ રહ્યું છે. 

વાત જાણે એમ છે કે શિવસેનામાં મચેલા આ ઘમાસણને લઈને ભાજપનું અત્યાર સુધીનું સ્ટેન્ડ એવું રહ્યું છે કે સત્તા માટે હિન્દુત્વ છોડનારી શિવસેનામાં મોડે મોડે પણ આવું થવાનું જ હતું. ભાજપ હજુ પણ મહારાષ્ટ્રની ગઠબંધન સરકારને અસ્વાભાવિક ગઠબંધન ગણાવીને એવું જ કહે છે કે મહારાષ્ટ્રની જનતાએ ભાજપ-શિવસેનાને જનાદેશ આપ્યો હતો પરંતુ ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી બનવાના મોહમાં તેમને (ભાજપ) દગો કરીને કોંગ્રેસ અને એનસીપી સાથે હાથ મિલાવી લીધો. 

ઉતાવળ કરવાના મૂડમાં નથી ભાજપ
અજિત પવાર પ્રકરણમાં પછડાટ ખાઈ ચૂકેલું ભાજપ આ વખતે કોઈ પણ ઉતાવળ કરવાના મૂડમાં નથી. આથી તે શિવસેના વિરુદ્ધ શિંદેની લડતમાં છેલ્લા પરિણામની રાહ જોઈ રહ્યું છે. ભાજપને એકનાથ શિંદેની ઓફર પર ઉદ્ધવ ઠાકરેના અંતિમ નિર્ણયનો પણ ઈન્તેજાર છે. જેમાં શિંદેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને એનસીપી-કોંગ્રેસનો સાથ છોડીને ફરીથી ભાજપ સાથે આવવાની સલાહ આપી હતી. 

પાર્ટીના અનેક નેતાઓનું માનવું છે કે જો સરકાર અને પાર્ટી બંને હાથમાંથી જતા જોઈને બચવાનો કોઈ બીજો રસ્તો નહીં દેખાય તો ઉદ્ધવ ઠાકરે ગંઠબંધનના જૂના સાથે તરફ ફરીથી ઢળી શકે છે. આ જ કારણ છે કે ઉદ્ધવ ઠાકરે, સંજય રાઉત, શરદ પવાર અને કોંગ્રેસ નેતાઓના આકરા હુમલા અને આરોપો છતાં ભાજપનું ટોચનું નેતૃત્વ હાલ શાંત છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news