Maharashtra Corona News: મહારાષ્ટ્રમાં હોમ આઇસોલેશન બંધ, હવે દર્દીએ જવું પડશે કોવિડ સેન્ટર

મહારાષ્ટ્રમાં સરકારના પ્રયાસોથી સફળતા મળી રહી છે. રાજ્યમાં ઝડપથી કોરોના ગ્રાફ ઘટી રહ્યો છે. હવે તેને ઘટાડવા માટે સરકારે હોમ આઇસોલેશન પણ બંધ કરી દેવાનો નિર્ણય કર્યો છે. 

Maharashtra Corona News: મહારાષ્ટ્રમાં હોમ આઇસોલેશન બંધ, હવે દર્દીએ જવું પડશે કોવિડ સેન્ટર

મુંબઈઃ મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યુ કે રાજ્યના 18 જિલ્લામાં કોરોના મહામારીના દર્દીઓનો પોઝિટિવિટી રેટ હજુ પણ વધારે છે. જેથી આ જગ્યાઓ પર હોમ આઇસોલેશન સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવશે. હવે અહીં કોરોના દર્દીઓએ કોવિડ સેન્ટર જવું પડશે. હવે રાજ્યમાં બધા નવા કોરોના દર્દીઓએ હોમ આઇસોલેશનની જગ્યાએ કોવિડ સેન્ટરમાં રહેવું પડશે. ટોપેએ જણાવ્યુ કે, રાજ્યનો રિકવરી રેટ ઝડપથી વધી રહ્યો છે. આશા વર્કર્સને કોરોના ટેસ્ટિંગની ટ્રેનિંગ આપવામાં આવશે. 

રાજેશ ટોપેએ જણાવ્યુ કે રાજ્યના ઘણા જિલ્લામાં કોરોનાને કેસમાં ઘટાડો થઈ રહ્યો નથી. પરંતુ રાજ્ય સરકાર સતત પ્રયાસ કરી રહી છે. તે પણ જાણવા મળ્યું છે કે લોકો હોમ આઇસોલેશનમાં રહેવા દરમિયાન દર્દી ઘરે ન રહીને અન્ય જગ્યાએ ફર્યા કરે છે. આવા દર્દીઓને કારણે બીજા લોકો પણ કોરોના સંક્રમણનો શિકાર બની રહ્યાં છે. આ ઘટનાઓને જોતા રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. 

આ જિલ્લામાં બંધ હોમ આઈસોલેશન
મહારાષ્ટ્રના હજુ પણ એવા ઘણા જિલ્લા છે જે કોરોના મહામારીને કારણે રેડ ઝોનમાં છે. અહીં હજુ પણ કોરોનાનો ખતરો યથાવત છે. આ જિલ્લામાં પોઝિટિવિટી રેટ 10 ટકાથી વધુ છે. તેમાં કોલ્હાપુર, સાંગલી, સાતારા, યવતમાલ, અમરાવતી, રત્નાગિરી, સિંધુદુર્ગ, સોલાપુર, અકોલા, બુલઢાણા, વાશિમ, ગડચિરોલી, અહમદનગર અને ઉસ્માનાબાદ જેવા જિલ્લા સામેલ છે. 

ઘટી રહ્યાં છે કોરોના કેસ
મહારાષ્ટ્રમાં લાગૂ કરવામાં આવેલા આંશિક લૉકડાઉનને કારણે હવે રાજ્યમાં કોરોના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. તેની સીધી અસર હવે દેશની આર્થિક રાજધાની મુંબઈ અને રાજ્યની અન્ય હોસ્પિટલો પર પણ પડી છે. હોસ્પિટલમાં દર્દીઓ ધીમે-ધીમે ઘટી રહ્યાં છે અને અન્ય દર્દીઓ માટે બેડ ઉપલબ્ધ થઈ રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news