ઈન્ડસ્ટ્રીયલ ઓક્સિજનથી મ્યુકોરમાઈકોસિસ થતો હોવાની માન્યતા ખોટી : ડો પાર્થિવ મહેતા

ઈન્ડસ્ટ્રીયલ ઓક્સિજનથી મ્યુકોરમાઈકોસિસ થતો હોવાની માન્યતા ખોટી : ડો પાર્થિવ મહેતા
  • ઈન્ડસ્ટ્રીયલ ઓક્સિજનના ઉપયોગ બાદ મ્યુકોરમાઇકોસિસ થવા અંગે પલ્મેનોલોજીસ્ટ ડો. પાર્થિવ મહેતા પાસેથી માહિતી મેળવી

ગૌરવ પટેલ/અમદાવાદ :રાજ્યમાં મ્યુકરમાઈકોસિસના કારણમાં કોરોનાના દર્દી પર સ્ટિરોઈડના બેફામ ઉપયોગથી ડાયાબિટીસ અને રોગપ્રતિકારક શક્તિ ઘટવા ઉપરાંત અશુદ્ધ ઓક્સિજન આપવાથી પણ ફુગ થયાનું સામે આવ્યું છે. આ કારણે શુદ્ધ ઓક્સિજન અને અશુદ્ધ ઓક્સિજન વચ્ચે ચર્ચા ચાલી રહી છે. આ વચ્ચે ઝી 24 કલાકે ઈન્ડસ્ટ્રીયલ ઓક્સિજનના ઉપયોગ બાદ મ્યુકોરમાઇકોસિસ (mucormycosis) થવા અંગે પલ્મેનોલોજીસ્ટ ડો. પાર્થિવ મહેતા પાસેથી માહિતી મેળવી. 

આ પણ વાંચો : ધોરણ 12ની પરીક્ષા કેવી રીતે લેવાશે, પ્રશ્નો કેવા હશે? આ રહી સઘળી માહિતી  

ઈન્ડસ્ટ્રીય ઓક્સિજનથી મ્યુકોરમાઈકોસિસ થતો નથી - ડો પાર્થિવ મહેતા
ડો.પાર્થિવ મહેતાએ જણાવ્યું કે, આ ખોટી માન્યતા છે. ઈન્ડસ્ટ્રીય ઓક્સિજન (industrial oxygen) થી મ્યુકોરમાઈકોસિસ થતો નથી. બંને પ્રકારની બોટલમાં એક જ પ્લાન્ટમાંથી રિફીલ થાય છે.  કન્ટ્રોલ સુગર મ્યુકોરમાઈકોસિસ થવા માટેનું સૌથી મોટું કારણ છે. 2૦૦ મિલીગ્રામ કરતાં વધારે સુગર હોય તો મ્યુકોર (black fungus) ને મોકળું મેદાન મળે છે. કોરાના થયાના પાંચ સાત દિવસમાં નાક અને સાયનસમાં મ્યુકોર બેસી જતો હોય છે. બીજી બાજુ રોગ પ્રતિકાર શક્તિમાં ઘટાડો થતાં મ્યુકોર સક્રિય થઇને બહાર આવે છે.

આ પણ વાંચો : રાજકોટમાં સ્થિતિ વધુ ગંભીર, બ્લેક ફંગસના દર્દીની દરેક વિગત દિલ્હી મોકલાશે  

બંને ઓક્સિજનની પ્યોરિટીમાં ભેદ છે 
તેમણે વધુમાં કહ્યું કે, મેડિકલ ઓક્સિજન (medical oxygen) અને ઈન્ડસ્ટ્રીયલ ઓક્સિજનમાં પ્યોરીટીમાં બે થી ત્રણ ટકાનો ભેદ હોય છે. કોરોનાના વર્તમાન સમયમાં જે ઈન્ડસ્ટ્રીય ઓક્સિજનની બોટલમાં ઓક્સિજન ભરાયો તે મેડિકલ ઓક્સિજન હતો. ડોક્ટર સાથે હેલ્થ હિસ્ટ્રીની ખુલ્લા મને વાત કરવામાં આવે તો ડોક્ટરને સારવારમાં આસાની રહે.

બંને ઓક્સિજનની બોટલમાં માત્ર કલર ભેદ હોય છે 
તો બીજી તરફ, ઓક્સિજન ઉત્પાદન અને રિફીલ કરતા મિલન પટેલનું કહેવું છે કે, મેડિકલ અને કોમર્શિયલ ઓક્સિજનની બોટલમાં માત્ર કલર ડિફરન્ટ હોય છે. ઓક્સિજનના કન્ટેન્ટમાં કોઇ ફેરફાર હોતો નથી. ઓક્સિજનની પ્યોરિટી ૯૯.૯૭ થી ૯૯.૯૮ ટકાની હોય છે. ભારે દબાણથી ઓક્સિજન ભરવામાં આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news