Mumbai: ભાંડુપમાં મોલમાં આવેલી હોસ્પિટલ ભીષણ આગની ઝપેટમાં, 10 લોકોના મોત

મુંબઈ (Mumbai) ના ભાંડુપ (Bhandup) વિસ્તારમાં આવેલી એક હોસ્પિટલમાં મોડી રાતે આગ (Fire) ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ. આ ઘટનામાં અત્યાર સુધીમાં 10 લોકોએ જીવ ગુમાવ્યા હોવાના અહેવાલ છે.

Mumbai: ભાંડુપમાં મોલમાં આવેલી હોસ્પિટલ ભીષણ આગની ઝપેટમાં, 10 લોકોના મોત

મુંબઈ: મુંબઈ (Mumbai) ના ભાંડુપ (Bhandup) વિસ્તારમાં આવેલી એક હોસ્પિટલમાં મોડી રાતે આગ (Fire) ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ. આ ઘટનામાં અત્યાર સુધીમાં 10 લોકોએ જીવ ગુમાવ્યા હોવાના અહેવાલ છે. જે હોસ્પિટલમાં આગ લાગી છે તે એક મોલના ત્રીજા માળે આવેલી છે. ઘટના ઘટી ત્યારે હોસ્પિટલમાં 70થી વધુ દર્દીઓ હતા. જેમાંથી મોટાભાગના કોરોનાના દર્દીઓ હતા. 

આગની ઘટના બાદ ફાયર બ્રિગેડની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ હોસ્પિટલમાં રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. આગ રાતે 12 વાગ્યાની આજુબાજુ લાગી હતી. આગ કેવી રીતે લાગી તેના કારણોની તપાસ થઈ રહી છે. ઘટના અંગે જાણકારી આપતા ડીસીપી પ્રશાંત કદમે જણાવ્યું કે લગભગ 90થી 95 ટકા દર્દીઓને બચાવી લેવાયા છે અને 2 લોકોના મૃત્યુ થયા છે. જો કે તેમણે તે સમયે કહ્યું હતું કે મૃત્યુઆંક વધી શકે છે. 

"Cause of fire is yet to be ascertained. I've seen a hospital at mall for the first time. Action to be taken. 70 patients including COVID infected shifted to another hospital," says Mumbai Mayor pic.twitter.com/sq1K29PVhe

— ANI (@ANI) March 25, 2021

આ ઘટના અંગે મુંબઈ (Mumbai) ના મેયરે કહ્યું કે મે પહેલીવાર મોલની અંદર હોસ્પિટલ જોઈ છે. આગ લાગવાના કારણોની જાણકારી મેળવવામાં આવી રહી છે. કોરોનાના દર્દીઓ સહિત 70 દર્દીઓને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરાયા છે. દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી  કરાશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news