Ethanol અંગે સરકારની મોટી જાહેરાત: કેટલું સસ્તું હશે સ્ટાન્ડર્ડ ફ્યૂઅલ? જાણો થશે કેટલો ફાયદો

The Biggest Announcement: કેન્દ્ર સરકારે ઈથેનોલને લઈને અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય કર્યો છે. સરકારે તેને સ્ટાન્ડર્ડ ફ્યૂઅલ જાહેર કરી દીધું છે. તેનાથી સામાન્ય માણસની સાથે સાથે ખેડૂતોને પણ ફાયદો થશે.

Ethanol અંગે સરકારની મોટી જાહેરાત: કેટલું સસ્તું હશે સ્ટાન્ડર્ડ ફ્યૂઅલ? જાણો થશે કેટલો ફાયદો

નવી દિલ્લી: કેન્દ્ર સરકારે ઈથેનોલને Standalone Fuel ના રૂપમાં ઉપયોગની મંજૂરી આપી દીધી છે. અને હવે તેલ કંપનીઓને સીધું E-100 વેચવાની પરવાનગી મળી ગઈ છે. પેટ્રોલિયલ મંત્રાલય તરફથી તેની સાથે જોડાયેલ નોટિફિકેશન જાહેર થઈ ગયું છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે આ નિર્ણય પછી ઈથેનોલને સામાન્ય ફ્યૂઅલ જેમ કે પેટ્રોલ અને ડીઝલની જેમ ઉપયોગમાં લઈ શકાશે. જોકે આ ફ્યૂઅલનો ઉપયોગ તે ગાડીઓમાં થશે, જે E100 કમ્પેટિબલ હશે.

શું હોય છે ઈથેનોલ:
જો સરળ શબ્દોમાં કહીએ તો ઈથેનોલ એક પ્રકારનું આલ્કોહોલ છે.  જેને પેટ્રોલમાં મિક્સ કરીને ગાડીઓમાં ફ્યૂઅલની જેમ ઉપયોગમાં લઈ શકાય છે. ઈથેનોલનું ઉત્પાદન આમ તો શેરડીમાંથી થાય છે. પરંતુ હવે સરકાર ચોખામાંથી પણ તેને તૈયાર કરવાની યોજના બનાવી રહ્યું છે. તેમાં પેટ્રોલ મિક્સ કરીને 35 ટકા સુધી કાર્બન મોનોક્સાઈડ ઓછું કરી શકાય છે. સાથે જ તેનાથી સલ્ફર ડાયોક્સાઈડને પણ ઓછું કરી શકાય છે. જેના કારણે સામાન્ય લોકોને પ્રદૂષણમાંથી પણ રાહત મળશે.

Plane માં જ ડિલિવરી થાય તો કઈ રીતે નક્કી થાય છે બાળકની નાગરિકતા, જાણવા જેવા છે હવાઈ મુસાફરીના આ નિયમો

કેન્દ્ર સરકારની શું છે યોજના:
કેન્દ્ર સરકારે 5 વર્ષમાં ઈથેનોલની ખરીદી કરવાની ગેરંટી આપવાની યોજના આપી છે. ઈથેનોલનું ઉત્પાદન વધારવાથી શેરડીના ખેડૂતોને સીધો ફાયદો થશે. છેલ્લે ઈથેનોલની આપૂર્તિ વર્ષ 2018-19 દરમિયાન સુગર મિલ અને અનાજ આધારિત ભઠ્ઠીઓ દ્વારા 189 કરોડ લીટર થઈ હતી. જેનાથી 5 ટકા સંમિશ્રણ તૈયાર થયું અને હાલમાં ઈથેનોલ આપૂર્તિ વર્ષ 2019-20માં 190થી 200 કરોડ લીટર કરવામાં આવી છે. જેથી 5.6 ટકા સંમિશ્રણનું લક્ષ્યાંક હાંસલ કરી શકાય.

સ્ટાન્ડર્ડ ફ્યૂઅલ જાહેર કરવાથી શું થશે:
આ નિર્ણય પછી હવે ઈથેનોલને પેટ્રોલ-ડીઝલની જેમ ઉપયોગમાં લઈ શકાશે. તેની પહેલાં તેને પેટ્રોલમાં મિક્સ કરવામાં આવતું હતું. હાલના સમયમાં સરકારે 2030 સુધી 20 ટકા ઈથેનોલ પેટ્રોલમાં મિક્સ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. ગયા વર્ષે સરકારે 2022 સુધી પેટ્રોલમાં 10 ટકા ઈથેનોલ બ્લેન્ડિંગનું લક્ષ્ય રાખ્યું હતું. હાલમાં ઈથેનોલની સપ્લાય વર્ષમાં ઓક્ટોબર મહિનામાં થાય છે. પેટ્રોલમાં 8.5 ટકા ઈથેનોલ બ્લેન્ડિંગ હોય છે. તેને 2022 સુધી વધારીને 10 ટકા સુધી કરવામાં આવશે.

Lockdown ના એક વર્ષની આ તસવીરો તમને હચમચાવી દેશે, જુઓ ક્યારેય ન ભુલાય તેવી મહામારીની યાદો

હવે શું થશે:
માનવામાં આવી રહ્યું છે કે હવે ઈથેનોલ ફ્યૂઅલ પર આધારિત નવા વ્હીકલ લોન્ચ થશે. સરકાર તેનું પ્રોડક્શન વધારવા માટે નવી પોલિસી લાવ્યું છે. કેન્દ્ર સરકાર ઈથેનોલ પ્લાન્ટ લગાવનારી કંપનીઓને સસ્તા દરે લોન આપવાની યોજના બનાવી રહી છે. સરકાર તરફથી બનાવવામાં આવેલ સુગર ડેલવપમેન્ટ ફંડની સ્ટેન્ડિંગ કમિટીએ 2 ટકા સસ્તી લોન આપવાની ભલામણ કરી છે. કેન્દ્ર સરકારે છેલ્લાં કેટલાંક મહિનાઓમાં 418 ઈથેનોલ પ્રોજેક્ટને મંજૂરી આપી છે.

સામાન્ય માણસને તેનાથી શું ફાયદો થશે:
ઈથેનોલ મિક્સ કરેલા પેટ્રોલથી દેશની સાથે સાથે સામાન્ય માણસને પણ મોટો ફાયદો થશે. તેનાથી ભારતની ક્રૂડ પર નિર્ભરતા ઓછી થશે. ઈથેનોલથી ચાલનારી ગાડી પેટ્રોલની સરખામણીએ ઓછી ગરમ થાય છે. ઈથેનોલમાં આલ્કોહોલ ઝડપથી ઉડી જાય છે. જેના કારણે એન્જિન બહુ ગરમ થતું નથી. હાલમાં આપણે જરૂરિયાતનું 80 ટકાથી વધારે કાચું તેલ વિદેશમાંથી ખરીદીએ છીએ. કાર્બન ડાયોક્સાઈડ ઓછો નીકળશે તો વાતાવરણમાં થનારું નુકસાન પણ ઓછું થઈ જશે. તે ઉપરાંત તે કાચા તેલની સરખામણીએ ઘણું સસ્તું આવશે. જેના કારણે મોંઘવારીમાંથી મોટી રાહત મળશે.

Whatsapp અને સરકાર વચ્ચે થઈ તકરાર, જાણો સરકાર કરી શકે છે નિયમોમાં કેટલાંક ફેરફાર

ખેડૂતોને પણ ફાયદો થશે:
ઈથેનોલનો ઉપયોગ વધવાથી ખેડૂતોની આવક પણ વધશે. કેમ કે ઈથેનોલ શેરડી, મકાઈ અને બીજા અનેક પાકમાંથી બનાવવામાં આવે છે. સુગર મિલને કમાણીનો નવો રસ્તો મળશે. જેનાથી તે પોતાની કૃષિ લોન અને બાકી લેણાની ભરપાઈ કરી શકશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news