મહારાષ્ટ્ર: NPR લાગૂ કરવાને લઇને ઉદ્ધવ સરકારમાં ખેંચતાણ, કોંગ્રેસ અને NCPએ આપ્યું આ નિવેદન
મહારાષ્ટ્રમાં ત્રણ પક્ષોની ઠાકરે સરકારમાં એનપીઆર (NPR)ના મુદ્દે બે ભાગલા થઇ ગયા છે. શિવસેના (Shiv Sena) NPRને જનગણના ગણાવતાં સમર્થન કરતી જોવા મળી રહી છે, તો બીજી તરફ મહારાષ્ટ્રની ગઠબંધન સરકારની બે મુખ્ય પાર્ટીઓ એનસીપી (NCP) અને કોંગ્રેસ (Congress) NPRને મહરાષ્ટ્રમાં લગૂ કરવાના હકમાં નથી.
Trending Photos
મુંબઇ: મહારાષ્ટ્રમાં ત્રણ પક્ષોની ઠાકરે સરકારમાં એનપીઆર (NPR)ના મુદ્દે બે ભાગલા થઇ ગયા છે. શિવસેના (Shiv Sena) NPRને જનગણના ગણાવતાં સમર્થન કરતી જોવા મળી રહી છે, તો બીજી તરફ મહારાષ્ટ્રની ગઠબંધન સરકારની બે મુખ્ય પાર્ટીઓ એનસીપી (NCP) અને કોંગ્રેસ (Congress) NPRને મહરાષ્ટ્રમાં લગૂ કરવાના હકમાં નથી. NPRમાં કેંદ્ર સરકારની પ્રશ્નોની યાદી પર કોંગ્રેસ અને એનપીસીને વાંધો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ NPR પર પોતાનું વલણ સ્પષ્ટ કરતાં કહ્યું કે NPR એટલે જનગણના છે. તેનાથી ડરવાની જરૂર નથી. તો બીજી તરફ ગઠબંધન સરકારની મુખ્ય પાર્ટી એનસીપી, NPR નો વિરોધ કરી રહી છે.
એનપીસી અધ્યક્ષ શરદ પવારે ઘણી પત્ર પત્રકાર પરિષદમાં સીએએ અને એનપીઆરના મુદ્દે શિવસેના અને એનસીપીની અલગ રાયની વાત સ્વિકારી છે. NPRના બહાને હવે કોંગ્રેસ-એનસીપી અને શિવસેનામાં મતવિભિન્નતા સામે આવી છે. મહારાષ્ટ્રના સિંધુદુર્ગ પ્રવાસ પર ગયેલા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પોતાની પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કરતાં કહ્યું કે અમારી સરકારમાં તિરાડ પાડવા અને સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. CAA, NRC અને NPRના મુદ્દાઓને આગળ કરવામાં આવે છે. તમે તેના પર ધ્યાન ન આપો. હું આ મુદ્દે પોતાની ભૂમિકા સ્પષ્ટ કરી છે. મારી ભૂમિકા એટલે સરકારની ભૂમિકા. CAA લાગૂ થયો છે, અમને તેનાથી કોઇ પરેશાની થવાની નથી.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે 'હું આંગણવાડીથી ગણપતીપુલે પહોંચ્યા તો ત્યાં કેટલાક મુસ્લિમ સમાજના લોકો મને મળવા આવ્યા હતા. મેં તેમણે જણાવ્યું હતું કે NRC અહીં આવશે નહી પરંતુ NPRથી ડરવાની જરૂર નથી. NPR જનગણના છે. જે દર 10 વર્ષે થાય છે અને તે જરૂરી છે. NRC અને NRP અલગ છે. કોઇપણ નાગરિકનો હક છીનવામાં નહી આવે, એટલા માટે ડરશો નહી.
જ્યારે મંગળવારે શરદ પવાર સાથે CAA અને NPRના મુદ્દે સીએમ ઉદ્ધવના વલણ પર સવાલ પૂછવામાં આવ્યો તો પવારે સ્વિકાર્યું કે CAA અને NPR પર ઉદ્ધવ અને તેમના વિચાર અલગ છે અને અમે મુખ્યમંત્રીને સમજાવીશું. તો બીજી તરફ કોંગ્રેસ નેતા અને મહારાષ્ટ્રના રાજસ્વ મંત્રી બાલાસાહેબ થોરાતનું કહેવું છે કે CAA, NRC અને NPR નું કોંગ્રેસ પાર્ટી વિરોધ કરે છે. તેના પર અમારી ભૂમિકા સ્પષ્ટ છે, સમાજમાં ભેદ નિર્માણ કરનાર પ્રયાસનો અમે વિરોધ કરે છે. અમારા સહયોગી પક્ષો સાથે ચર્ચા કરીને અમે અમારી ભૂમિકા તેમને સમજાવીશું.
રાજકીય વિશ્લેષક રાહુલ પાંડેના અનુસાર ત્રણેય પાર્ટીઓને કોમન મિનિમમ પ્રોગ્રામમાં CAA, NRC અને NPRને લઇને એકમત નથી. મુખ્યમંત્રી હોવાના નાતે CAA ને ઉદ્ધવે સમર્થન આપ્યું છે અને NPR ને તે જનગણના તરીકે જુએ છે. તો બીજી તરફ કોંગ્રેસ અને એનસીપી CAA ,NCR અને NPR ને એક દ્વષ્ટિકોણથી જુએ છે. જોકે ઘણા મુદ્દાઓમાં અલગ-અલગ રાય હોઇ શકે છે પરંતુ સરકાર ઢળી પડવાની નોબત નહી આવે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે