Maharashtra: Corona ના વધતા કેસોએ સરકારની વધારી ચિંતા, Lockdown નહીં પરંતુ લાગી શકે છે ફરી પ્રતિબંધો

મહારાષ્ટ્રમાં (Maharashtra) કોરોનાના (Coronavirus) વધતા કેસોને જોતા રાજ્ય સરકારે નવા પ્રતિબંધો લગાવવાના સંકેત આપ્યા છે. મહારાષ્ટ્રના રાહત અને પુનર્વાસ મંત્રી વીજય વડેટ્ટીવારનું કહેવું છે કે, મુંબઇમાં (Mumbai) લોકલ ટ્રેનોમાં ભીડ ઓછી કરવા માટે ટ્રેનોનું રીશેડ્યુલિંગ થઈ શકે છે

Maharashtra: Corona ના વધતા કેસોએ સરકારની વધારી ચિંતા, Lockdown નહીં પરંતુ લાગી શકે છે ફરી પ્રતિબંધો

મુંબઇ: મહારાષ્ટ્રમાં (Maharashtra) કોરોનાના (Coronavirus) વધતા કેસોને જોતા રાજ્ય સરકારે નવા પ્રતિબંધો લગાવવાના સંકેત આપ્યા છે. મહારાષ્ટ્રના રાહત અને પુનર્વાસ મંત્રી વીજય વડેટ્ટીવારનું કહેવું છે કે, મુંબઇમાં (Mumbai) લોકલ ટ્રેનોમાં ભીડ ઓછી કરવા માટે ટ્રેનોનું રીશેડ્યુલિંગ થઈ શકે છે. સાથે જ બજાર, થિયેટરો અને મેરેજ હોલને લઇને કડક પ્રતિબંધો લગાવી શકાય છે. જો કે, તેમણે મહારાષ્ટ્રમાં ફરી લોકડાઉન (Lockdown) લગાવવાની સંભાવના પર ઇનકાર કર્યો છે.

બે અઠવાડિયાની અંદર ઝડપથી વધ્યા કોરોના કેસ
મુંબઇ (Mumbai) સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં (Maharashtra) કોરોનાના વધતા કેસોએ મહારાષ્ટ્ર સરકારની ચિંતા વધારી છે. ગુરુવારના મુંબઇમાં 1145 નવા કેસ અને મહારાષ્ટ્રમાં 8702 કેસ નોંધાયા છે. છેલ્લા બે અઠવાડિયામાં જે રીતે કોરોના કેસ વધી રહ્યા છે, તેણે કોરોના ટાસ્ક ફોર્સની (Task Force) ઉંઘ પણ હરામ કરી છે. કોરોનાને (Coronavirus) લડત આપવા માટે બનાવામાં આવેલી ટાસ્ક ફોર્સના સભ્ય ડોક્ટર નીતિન કર્ણિકનું કહેવું છે કે, આ વખતે 15 વર્ષથી 25 વર્ષના યુવા પણ કોરોના સંક્રમિત (Corona Infected) થઈ હોસ્પિટલ પહોંચી રહ્યા છે અને તે મોટી ચિંતાની વાત છે.

ભીડ ઓછી કરવા માટે લગાવવામાં આવશે પ્રતિબંધો
મહારાષ્ટ્ર સરકાર (Maharashtra Government) પણ માની રહી છે કે, સ્થિતિ ગંભીર છે કેમ કે, દેશમાં કોરોનાના (Coronavirus) બે સૌથી મોટા હોટસ્પોર્ટ બની ચૂકેલા રાજ્યોમાં કેરળની સાથે મહારાષ્ટ્રનું નામ છે. એવામાં કોરોના પર કાબૂ મેળવવા માટે ફરી એકવાર કડક પ્રતિબંધો લગાવવા પર રાજ્ય સરકાર વિચાર કરી રહી છે. મહારાષ્ટ્રના રાહત અને પુર્નવાસ મંત્રી વીજય વડેટ્ટીવારનું કહેવું છે કે, ફરી લોકડાઉન તો નહીં લગાવવામાં આવે પરંતુ ભીડ ઓછી કરવા માટે કેટલાક પ્રતિબંધો લગાવી શકાય છે.

નિયમોના પાલન પર રાખવામાં આવશે કડક નજર
- લોકલ ટ્રેનોમાં ભીડને જોતા ટ્રેનોનું રીશેડ્યુલિંગ થઈ શકે છે
- બસોમાં ભીડ ઓછી કરવા માટે સૂચનો આપવામાં આવશે
- થિયેટરો ફરી બંધ કરવામાં આવી શકે છે
- મેરેજ હોલ પર નિયમોના પાલન માટે કડક નજર રાખવામાં આવશે
- બજાર અને શોપિંગ સેન્ટરમાં ભીડ ઓછી કરવા અને નિયમનું પાલન કરવા પર ભાર દેવામાં આવશે

મહારાષ્ટ્રના અલગ અલગ ભાગમાં જે રીતે બેદરકારી અને નિયમોના પાલનમાં બેદરકારીની તસવીરો સામે આવી રહી છે. તેનાથી સ્પષ્ટ છે કે, લોકો હજુ પણ ગંભીર નથી. જો આ તસવીર બદલાશે નહીં તો રાજ્યમાં કોરોના ફરી એકવાર ગંભીર સંકટ બની શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news