Irrfan Khan ના પુત્રને લોકોએ કહ્યું છોકરી, તેના જવાબમાં જાણો શું કહ્યું Babil એ

બોલિવૂડના દિવંગત અભિનેતા ઇરફાન ખાનનો (Irrfan Khan) પુત્ર સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. ઇરફાન ખાનના પુત્ર (Irrfan Khan Son) બાબિલની અજીબ પોસ્ટને લોકો ઘણી પસંદ પણ કરે છે

Irrfan Khan ના પુત્રને લોકોએ કહ્યું છોકરી, તેના જવાબમાં જાણો શું કહ્યું Babil એ

નવી દિલ્હી: બોલિવૂડના દિવંગત અભિનેતા ઇરફાન ખાનનો (Irrfan Khan) પુત્ર સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. ઇરફાન ખાનના પુત્ર (Irrfan Khan Son) બાબિલની અજીબ પોસ્ટને લોકો ઘણી પસંદ પણ કરે છે. તાજેતરમાં જ બાબિલે (Babil) તેના પિતાને એક સ્વપ્નમાં જોયા હતા અને તેણે આ વાત ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. હવે તેણે સોશિયલ મીડિયા પર કહ્યું કે આખરે કેમ કેટલાક લોકો તેને 'છોકરી' કહે છે.

બાબિલનો જવાબ
ઇરફાન ખાનનો પુત્ર બાબિલ (Irrfan Khan Son Babil) તેના વિચારો ખુલ્લેઆમ શેર કરે છે. તાજેતરમાં તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી છે જેમાં તેણે લખ્યું છે કે 'જ્યારે પણ હું બહાર જતા પહેલા મારા ચહેરા પર માસ્ક અથવા મેકઅપ કરું છું ત્યારે લોકો મને પૂછે છે - શું તમે છોકરી છો? આ સવાલનો જવાબ બાબિલે (Babil) ખૂબ જ અધીરાઈથી આપ્યો અને તેણે કહ્યું, 'મને લાગે છે કે દરેક માણસ પુરુષ અને સ્ત્રીથી બનેલો છે. તમે તમારી અંદરની સ્ત્રીને ઓળખો ત્યારે જ તમે વાસ્તવિક પુરુષ બની શકો છો. જ્યાં સુધી તમને તમારા સ્ત્રીત્વનો અહેસાસ ન થાય ત્યાં સુધી તમે પુરૂષ નથી. કારણ કે એ ભાવનાનો અભાવ એ ઝેરી મર્દાનગીનું કારણ છે. મને મારી ત્વચાની સંભાળ રાખવાનું પસંદ છું. સેક્સી દેખાવું ગમે છે. હું મહિલાઓને પ્રેમ કરું છું અને હું મારા પુરૂષ હોવાથી પ્રેમ કરું છું '.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Babil (@babil.i.k)

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે બાબિલ
બાબિલની આ પોસ્ટ અને સમજની લોકો ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. આ અગાઉ બાબિલે (Babil) વેલેન્ટાઇન ડે પર તેનો એક ફોટો શેર કર્યો હતો, જેમાં તે ચહેરા પર ફેસ માસ્ક લગાવતો જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે, બાબીલના પિતા અને પ્રખ્યાત અભિનેતા ઇરફાન ખાનનું (Irrfan Khan Death) 29 એપ્રિલ 2020 ના રોજ નિધન થયું હતું. આ દરમિયાન ઇરફાનના પરિવારે પોતાને સંભાળ્યો હતો. ચાહકો માટે, ઇરફાનન ખાનનો પુત્ર બાબિલ ઘણી બધી પોસ્ટ્સ શેર કરતો રહે છે, તે સાથે તેના પિતા સાથે સંબંધિત ઘણી યાદો પણ બાબિલ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news