MP: નરોત્તમ મિશ્રાને મળી ગૃહ અને સ્વાસ્થ્ય વિભાગની જવાબદારી, જાણો કોને કયું મંત્રાલય મળ્યું

મધ્ય પ્રદેશમાં મંત્રીમંડળની રચના બાદ ખાતાઓની ફાળવણી પણ આજે થઈ ગઈ છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે નરોત્તમ મિશ્રાને ગૃહ અને સ્વાસ્થ્ય મંત્રાલયની જવાબદારી સોંપી છે. જ્યારે સિંધિયા જૂથના તુલસીરામ સિલાવટને જળસંસાધન મંત્રાલય મળ્યું છે. 
MP: નરોત્તમ મિશ્રાને મળી ગૃહ અને સ્વાસ્થ્ય વિભાગની જવાબદારી, જાણો કોને કયું મંત્રાલય મળ્યું

ભોપાલ: મધ્ય પ્રદેશમાં મંત્રીમંડળની રચના બાદ ખાતાઓની ફાળવણી પણ આજે થઈ ગઈ છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે નરોત્તમ મિશ્રાને ગૃહ અને સ્વાસ્થ્ય મંત્રાલયની જવાબદારી સોંપી છે. જ્યારે સિંધિયા જૂથના તુલસીરામ સિલાવટને જળસંસાધન મંત્રાલય મળ્યું છે. 

આ ઉપરાંત કમલ પટેલને કૃષિ મંત્રાલય, ગોવિંદસિંહ રાજપૂતને ખાદ્ય અને નાગરિક પૂરવઠા ખાતું મળ્યું છે. તેમને કોઓપરેટિવ વિભાગની જવાબદારી પણ સોંપાઈ છે. જ્યારે મીના સિંહને ટ્રાઈબલ વેલફેર મંત્રાલયની જવાબદારી અપાઈ છે. આ પાંચેય મંત્રીઓએ મંગળવારે પદ અને ગોપનીયતાના શપથ લીધા હતાં. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે મંત્રીઓના શપથ ગ્રહણ બાદ શિવરાજ સિંહ સરકારમાં એ નક્કી થયું હતું કે હાલ વિભાગની જવાબદારી નહીં સોંપાય. પરંતુ જ્યોતિરાદિત્ય સિંધિયાની સીએમ શિવરાજ સિંહ સાથે મંગળવારે ચર્ચા થઈ અને ત્યારબાદ આજે ખાતાઓની ફાળવણી કરાઈ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news