કચ્છમાં લૉકડાઉન હવે નહીં જ કરી શકાય લગ્ન, પરત ખેંચાઈ શરતી મંજૂરી
જિલ્લામાં તાજેતરમાં બે પોઝીટીવ કેસ નોંધાયા હોઈ હાલના સંજોગોમાં લગ્ન માટે શરતી મંજૂરી આપવાનો નિર્ણય ઉચિત નથી.
Trending Photos
રાજેન્દ્ર ઠક્કર, કચ્છ : કચ્છમાં હવે લૉકડાઉનના સમયમાં લગ્ન નહીં જ યોજી શકાય. હકીકતમાં અહીં લગ્ન કરવા માટે શરતી મંજૂરી આપવામાં આવી હતી પણ કોરોના પોઝિટિવના બે કેસ નોંધાતા કલેક્ટરે શરતી મંજૂરી પાછી ખેંચી લીધી છે. હાલની પરિસ્થિતિમાં કચ્છમાં લૉકડાઉન વચ્ચે લગ્ન માટે શરતી મંજૂરી આપવાનો નિર્ણય જિલ્લા કલેક્ટર પ્રવિણા ડી.કે.એ મોકૂફ રાખ્યો છે.
જિલ્લામાં તાજેતરમાં બે પોઝીટીવ કેસ નોંધાયા હોઈ હાલના સંજોગોમાં લગ્ન માટે શરતી મંજૂરી આપવાનો નિર્ણય ઉચિત નથી. કલેક્ટરે તમામ તાલુકા મામલતદારોને અગાઉ અપાયેલી મંજૂરીઓ રદ્દ કરવા અને નવી કોઈ મંજૂરી ના આપવા પરિપત્ર જાહેર કર્યો છે.
કચ્છ જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર કચ્છ અને આપત્તિ વ્યવસ્થાપવ શાખા દ્વારા જણાવ્યા મુજબ જિલ્લામાં કોરોના વાયરસના પગલે 1379 લોકોને કવોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવેલા છે. જેમાં છેલ્લા 24 કલાક દરમ્યાન 41 જેટલા વ્યકિતઓને સંસ્થાકીય કવોરોન્ટાઇન તથા 125ને ઘરે ક્વોરેન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે